ભારતીય સ્ટાર બોલર નીતીશ રેડ્ડીએ 4 બોલમાં ઝડપી 2 વિકેટ, પરંતુ શુભમન ગિલે કરી દીધી ભૂલ
Nitish Reddy Took 2 Wickets In 4 Balls : ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર નીતીશ રેડ્ડીએ લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે જ કમાલ કર્યો છે. લોર્ડ્સની પિચ પર બુમરાહ, સિરાજ અને આકાશ દીપ જેવા બોલર્સને સફળતા મળતી નથી, ત્યારે નીતીશ રેડ્ડીએ જોરદાર પ્રદર્શન કર્યું છે. જેમાં ભારતીય સ્ટાર બોલર નીતીશ રેડ્ડીએ 4 બોલમાં 2 વિકેટ ઝડપી પાડી છે. નીતીશે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન ડકેટ અને પછી જેકી ક્રોલીની વિકેટ લીધી હતી.
નીતીશ રેડ્ડીની બોલિંગની શરૂઆતના બીજા બોલ પર બેન ડકેટે ચોકો માર્યો હતો. આ પછી નીતીશે તેની વિકેટ લીધી. નીતિશ રેડ્ડીએ સતત બીજી વિકેટ પણ લીધી હોત પરંતુ શુભમન ગિલે ગલીમાં ઓલી પોપનો કેચ છોડી દીધો. જો ગિલ કેચ પકડ્યો હોત તો પોપ પહેલા જ બોલમાં આઉટ થાત. આ પછી નીતીશે છેલ્લા બોલમાં જેક ક્રોલીની વિકેટ લીધી.
એજબેસ્ટન ટેસ્ટ નીતીશ રેડ્ડી માટે ખૂબ જ ખરાબ રહી હતી. તેણે પહેલી ઇનિંગમાં એક અને બીજી ઇનિંગમાં એક રન બનાવ્યો હતો. બોલિંગની વાત કરીએ તો, એજબેસ્ટનમાં તેને ફક્ત 6 ઓવર મળી હતી. બીજી ઇનિંગમાં તેને બોલ પણ આપવામાં આવ્યો ન હતો. પરંતુ ટીમ ઇન્ડિયાએ લોર્ડ્સમાં રણનીતિ બદલી અને નીતિશ રેડ્ડીને ફક્ત 13 ઓવર આપી. જેમાં તેણે પોતાના સ્વિંગથી ઇંગ્લેન્ડને બે મોટા ઝટકા આપ્યા.