Sports

બાંગ્લાદેશની પોલ ખુલી! રિદ્ધિમા પાઠકે કહ્યું કે મારા માટે દેશ પહેલા, મેં જ BPLને ઠુકરાવી

By GS TEAM
7 Jan 20262 mins read
TukuTouch Logo
ભારતીય સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટર રિદ્ધિમા પાઠકે સ્પષ્ટ કર્યું છે કે તેણે પોતે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ(BPL)ના બ્રોડકાસ્ટિંગ પેનલમાંથી હટી જવાનો નિર્ણય લીધો હતો. અગાઉ એવા સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે રિદ્ધિમા પાઠકને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB) દ્વારા હટાવવામાં આવી છે, જેને રિદ્ધિમાએ સદંતર ફગાવી દીધા છે. આ સ્પષ્ટીકરણ એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધોમાં ભારે ખટરાગ જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશની પોલ ખુલી! રિદ્ધિમા પાઠકે કહ્યું કે મારા માટે દેશ પહેલા, મેં જ BPLને ઠુકરાવી
(IMAGE - instagram/ridhimapathak)

Ridhima Pathak Criticized The Bangladeshi League: ભારતીય સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટર રિદ્ધિમા પાઠકે સ્પષ્ટ કર્યું છે કે તેણે પોતે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ(BPL)ના બ્રોડકાસ્ટિંગ પેનલમાંથી હટી જવાનો નિર્ણય લીધો હતો. અગાઉ એવા સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે રિદ્ધિમા પાઠકને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB) દ્વારા હટાવવામાં આવી છે, જેને રિદ્ધિમાએ સદંતર ફગાવી દીધા છે. આ સ્પષ્ટીકરણ એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધોમાં ભારે ખટરાગ જોવા મળી રહ્યો છે.

રિદ્ધિમા પાઠકનું નિવેદન

સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળોનો અંત લાવતા રિદ્ધિમાએ કહ્યું, 'છેલ્લા કેટલાક કલાકોથી એવી વાતો ફેલાવવામાં આવી રહી છે કે મને BPLમાંથી 'ડ્રોપ' કરવામાં આવી છે. જે સત્ય નથી. મેં પોતે અંગત રીતે આ ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે. મારા માટે મારો દેશ હંમેશા પ્રથમ આવે છે. હું આ રમતની પ્રમાણિકતા અને સન્માન સાથે સેવા કરતી રહીશ.'

કોણ છે રિદ્ધિમા પાઠક?

17 ફેબ્રુઆરી, 1990ના રોજ રાંચીમાં જન્મેલી રિદ્ધિમા એક જાણીતી મોડેલ, એક્ટર, વોઈસ ઓવર આર્ટિસ્ટ અને ટીવી પ્રેઝન્ટર છે. તેણે અનેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ હોસ્ટ કરી છે. ટોક્યો ઓલિમ્પિક્સ દરમિયાન તેને ખાસ ઓળખ મળી હતી.

ભારત-બાંગ્લાદેશ વચ્ચેનો વિવાદ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) દ્વારા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. બાંગ્લાદેશે ભારતની વર્તમાન સ્થિતિ અને સુરક્ષાના કારણો ટાંકીને આગામી T20 વર્લ્ડ કપમાં પોતાના તમામ મુકાબલા ભારતની બહાર અન્ય કોઈ સ્થળે યોજવા માટે ICC સમક્ષ સત્તાવાર અપીલ કરી હતી. જોકે, વૈશ્વિક ક્રિકેટ સંસ્થાએ આ માંગણીને સ્પષ્ટપણે ફગાવી દેતા જાહેર કર્યું છે કે ટૂર્નામેન્ટના નિર્ધારિત કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને બાંગ્લાદેશ સહિતની તમામ ટીમોના મુકાબલા ભારતમાં જ રમાશે. ICCના આ કડક વલણથી બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂઆત નિષ્ફળ સાબિત થઈ છે.

આ પણ વાંચો: 'દુશ્મનનો દુશ્મન દોસ્ત' કહેવત સાચી ઠરી! પાકિસ્તાને બાંગ્લાદેશી મુસ્તફિઝુરને કરી મોટી ઓફર

મુસ્તાફિઝુર રહેમાન અને IPL વિવાદ

બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના અહેવાલો વચ્ચે ભારતમાં ભારે વિરોધ થયો હતો. જેને પગલે BCCIએ કોલકાતા નાઈટ રાઈડર્સને મુસ્તાફિઝુર રહેમાનને રીલીઝ કરવા જણાવ્યું હતું. આ ઘટના બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને ભારતમાં પોતાના ખેલાડીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તણાવ એટલી હદે વધી ગયો છે કે બાંગ્લાદેશે આગામી IPL સીઝનના પ્રસારણ પર પોતાના દેશમાં પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયને ભારતીય ક્રિકેટ બોર્ડ સામેના વળતા પ્રહાર તરીકે જોવામાં આવી રહ્યો છે.