Get The App

T20 વર્લ્ડકપમાં ભારત સામે મોટો પડકાર, આ ચાર ખતરનાક ટીમ સાથે થશે ટક્કર, જાણો ક્યાં અને ક્યારે રમાશે મેચ

Updated: Sep 11th, 2024

GS TEAM


Google News
Google News
T20 વર્લ્ડકપમાં ભારત સામે મોટો પડકાર, આ ચાર ખતરનાક ટીમ સાથે થશે ટક્કર, જાણો ક્યાં અને ક્યારે રમાશે મેચ 1 - image

Womens T20 World Cup 2024: 3 ઓક્ટોબરથી મહિલા T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત થઇ રહી છે. આ વર્લ્ડકપની યજમાની UAE કરી રહ્યું છે. પહેલી મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે શારજાહમાં રમાશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પહેલી મેચ ન્યૂઝીલેન્ડ સામે છે. આ મેચ 4 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.

સૌથી મહત્ત્વ ધરાવતી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 6 ઓક્ટોબરે રમાશે. ભારતે સેમિ ફાઈનલમાં પહોંચ્યા પહેલા કુલ 4 મેચ રમવાની રહેશે. ભારતીય ટીમ 3 મેચ દુબઈ અને એક મેચ શારજાહમાં રમશે. જેમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામેની મેચ દુબઈમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરે દુબઈમાં મેચ રમાશે. ભારત ત્રીજી મેચ શ્રીલંકા સામે 9 ઓક્ટોબરે રમાશે. અને છેલ્લી અને અંતિમ મેચ 13 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામે શારજાહમાં યોજાશે.

મહિલા T20 વર્લ્ડકપ 2024ની પહેલી સેમિ ફાઇનલ 17 ઓક્ટોબરે દુબઈમાં યોજાશે. જ્યારે બીજી સેમિ ફાઇનલ 18 ઓક્ટોબરે શારજાહમાં રમાશે. ફાઈનલ મેચ 20 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.

આ પણ વાંચો: 6, 6, 6, 6... પોલાર્ડની તોફાની બેટિંગ જોઈ સૌ કોઈ સ્તબ્ધ, ધમાકેદાર રીતે ફટકાર્યા ફિફ્ટી

દર્શકો મહિલા T20 વર્લ્ડકપ 2024નું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર શકશે. મોબાઈલ પર દર્શકો Disney Plus Hotstar મોબાઈલ એપ ડાઉનલોડ કરી મેચનું લાઈવ પ્રસારણ જોઈ શકશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ 6 ઓક્ટોબરે બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. જ્યારે બાકીની 3 મેચો સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે.

મહિલા T20 વર્લ્ડકપ 2024 માટેની ભારતીય ટીમ: હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્ઝ, રિચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, પૂજા વસ્ત્રાકાર, રેણુકા સિંહ, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ

Tags :