Get The App

6, 6, 6, 6... પોલાર્ડની તોફાની બેટિંગ જોઈ સૌ કોઈ સ્તબ્ધ, ધમાકેદાર રીતે ફટકાર્યા ફિફ્ટી

Updated: Sep 11th, 2024

GS TEAM


Google News
Google News
6, 6, 6, 6... પોલાર્ડની તોફાની બેટિંગ જોઈ સૌ કોઈ સ્તબ્ધ, ધમાકેદાર રીતે ફટકાર્યા ફિફ્ટી 1 - image

Caribbean Premier League, Kieron Pollard: વેસ્ટ ઇન્ડીઝનો ઓલરાઉન્ડર કીરોન પોલાર્ડ કેરેબિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, તે ફરી એકવાર તેના જૂના રંગમાં જોવા મળ્યો હતો. 10 સપ્ટેમ્બરના રોજ ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ (TKR) અને સેન્ટ લુસિયા કિંગ્સ (SLK) વચ્ચેની મેચમાં TKR તરફથી રમતા પોલાર્ડે માત્ર 19 બોલમાં 52 રન કરી ફિફ્ટી ફટકારી હતી. સેન્ટ લુસિયા દ્વારા આપવામાં આવેલ 187/6 રનનો સ્કોર TKRએ 5 બોલ બાકી રહેતા 4 વિકેટે જીતી લીધો હતો.

એક સમયે TKRને જીતવા માટે છેલ્લી 2 ઓવરમાં 27 રનની જરૂર હતી. અહીંથી પોલાર્ડે તોફાની ઇનિંગ રમતા મેથ્યુ ફોર્ડની 19મી ઓવરમાં 4 છગ્ગા ફટકારી દીધા હતા. તેણે આખી મેચમાં 7 છગ્ગા ફટકાર્યા હતા. 37 વર્ષના પોલાર્ડે બોલિંગમાં પણ પોતાની કમાલ કરી હતી. અને 1 વિકેટ લીધી હતી. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: માતાએ જમવાનું છોડી દીધું, નાના બાળકો પણ અમને ખીજવતા: ભારતના સ્ટાર બોલરના પિતાનું દર્દ છલકાયું

પોલાર્ડ સાથે શક્કેરે પૈરિસ પણ સાથ નિભાવ્યો હતો. બંનેએ ભેગા મળીને 33 બોલમાં 56 રન બનાવ્યા હતા. પૈરિસે પણ 6 છગ્ગા ફટકાર્યા હતા. કેરેબિયન પ્રીમિયર લીગની ફાઈનલ 7 ઓક્ટોબરે યોજાશે.

Tags :