ICC T20 World Cup 2026, Super 8 Match, India vs South Africa : ICC T20 World Cup 2026, Super 8 Match, India vs South Africa : ટી20 વર્લ્ડકપ-2026ની સુપર-8 મેચમાં આજે ભારતની દક્ષિણ આફ્રિકા સામે 76 રને પરાજય થયો છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, જેમાં તેણે 20 ઓવરમાં સાત વિકેટે 187 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 18.5 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સે દમદાર બેટિંગના કારણે ટીમ મજબૂત સ્કોર ઉભો કરી શકી હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાએ સુપર-8 મેચોની ત્રણ મેચમાંથી એક મેચ જીતી લીધી છે, જ્યારે ભારત ત્રણ મેચોમાંથી એક મેચ ગુમાવી દીધી છે. જે ટીમ બે મેચ જીતશે તે સેમિફાઈનલમાં પહોંચી શકશે.
સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલરની ફિફ્ટી
સાઉથ આફ્રિકાના સ્કોરની વાત કરીએ તો, ઓપનિંગમાં આવેલા એડન માર્કરામ ચાર રને, ક્વિન્ટન ડી કોક 6 રને અને રયાન રિકેલટન માત્ર સાત રને આઉટ થયા હતા, ત્યારબાદ ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સે દમદાર બેટિંગ કરીને ટીમને મજબૂત સ્કોર સુધી લઈ ગઈ હતી. બ્રેવિસે 29 બોલમાં ત્રણ ફોર અને ત્રણ સિક્સ સાથે 45 રન, મિલરે 35 બોલમાં સાત ફોર અને ત્રણ સિક્સ સાથે 63 રન, જ્યારે સ્ટબ્સે 24 બોલમાં એક ફોર અને ત્રણ સિક્સ સાથે અણનમ 44 રન નોંધાવ્યા હતા. જ્યારે માર્કો જાનસેને બે રન, કોર્બિન બોશે પાંચ રન અને કાગીસો રબાડાએ અણનમ શૂન્ય રન નોંધાવ્યા હતા.
ભારત તરફથી જસપ્રીત બુમરાહની ત્રણ વિકેટ
ભારત તરફથી સૌથી વધુ જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહે બે વિકેટ, વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેએ એક-એક વિકેટ ખેરવી હતી. સૌથી વધુ દુબેએ બે ઓવરમાં 32 રન આપ્યા હતા, તો હાર્દિક પંડ્યાએ ચાર ઓવરમાં 45 રન આપ્યા હતા.
આ પણ વાંચો : IPL 2026માં MS ધોની રમશે, CSKના CEOએ કરી પુષ્ટિ
ટીમ ઈન્ડિયાના બેટરોનું નબળું પ્રદર્શન
આજની મેચમાં ટીમ ઈન્ડિયાના ટોપ-3 બેટ્સમેનો સસ્તામાં આઉટ થયા બાદ વિકેટ પડવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. ટોપ-3 બેટરોમાં ઈશાન કિશન શૂન્ય રને, અભિષેક શર્મા 15 રને તો તિલક વર્મા માત્ર એક રને આઉટ થયો હતો. ત્યારબાદ સુકાની સૂર્યકુમાર યાદવ 18 રને, વોશિંગ્ટન સુંદર 11 રને, શિવમ દુબે 42 રને, હાર્દિ પંડ્યા 18 રને, રિંકુ સિંઘ 0 રને, અર્શદિપ સિંહ 1, વરૂણ ચક્રવર્તી અણનમ શૂન્ય અને જસપ્રિત બુમરાહ શૂન્ય રને આઉટ થયો હતો.
દક્ષિણ આફ્રિકા તરફથી એડન માર્કરામે એક ઓવરમાં પાંચ રન આપીને એક વિકેટ ઝડપી છે. જ્યારે માર્કો જેન્સેને 3.5 ઓવરમાં 22 રન આપીને ચાર વિકેટ, કેશવ મહારાજે ત્રણ ઓવરમાં 24 રન આપીને ત્રણ વિકેટ અને કોર્બિન બોશે ત્રણ ઓવરમાં 12 રન આપીને બે વિકેટ ઝડપી છે. જ્યારે કાગિસો રબાડા ચાર ઓવરમાં 32 રન અને લુન્ગી એન્ગિડીએ 4 ઓવરમાં 15 રન આપીને એકપણ વિકેટ ઝડપી નથી.
2024ની ફાઈનલ મેચ જીતાડનાર અક્ષર પટેલને ‘નો એન્ટ્રી’
આજની ભારતની ટીમમાં અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ કરાયો હતો, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમમાં સુકાની એડન માર્કરામ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રયાન રિકેલટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જાનસેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, કાગીસો રબાડા અને લુંગી એનગિડીનો સમાવેશ કરાયો હતો. ચોંકાવનારી વાત એ હતી કે, ભારતીય ટીમની આજની મેચમાં અક્ષર પટેલને સામેલ કરવામાં આવ્યો ન હતો. અક્ષર પટેલે ટી20 વર્લ્ડકપ-2024માં ભારતને જીતાડવામાં મોટું યોગદાન આપ્યું હતું. આ મેચ દક્ષિણ આફ્રિકા સામે જ રમાઈ હતી, જેમાં કોહલીએ તે મેચમાં 59 બોલમાં 76 તેમજ અક્ષરે 31 બોલમાં 47 રન નોંધાવ્યા હતા.
આ પણ વાંચો : રોહિત શર્મા પત્ની રિતિકા સાથે પહોંચ્યો શિખર ધવનના લગ્નમાં, વિરાટ કોહલીએ આપી શુભેચ્છા
ભારત-દક્ષિણ આફ્રિકાનો T20 મેચોનો રેકોર્ડ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના ટી-20 આંકડાઓ પર નજર કરીએ તો ભારતીય ટીમનો દબદબો સ્પષ્ટપણે જોવા મળે છે. બંને ટીમો આજની મેચ સહિત અત્યાર સુધી કુલ 35 ટી-20 મેચોમાં આમને-સામને આવી છે, જેમાંથી ભારત 21 મેચમાં વિજયી બન્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકા 14 મેચ જીતી શક્યું છે. ભારતમાં રમાયેલી આજની મેચ સહિત કુલ 16 મેચોમાં ભારત 8 અને આફ્રિકા 8 મેચ જીત્યું છે, જ્યારે આફ્રિકાની ધરતી પર રમાયેલી 13 મેચોમાંથી ભારતે 9માં જીત મેળવી વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તટસ્થ સ્થળો પર રમાયેલી 6 મેચોમાં પણ ભારતે 4 માં વિજય મેળવ્યો છે.
અમદાવાદમાં ભારત 10માંથી 7 ટી-20 જીત્યું, 3 હાર્યું
ભારતીય ટીમ અમદાવાદના મેદાનમાં આજની મેચ સહિત કુલ 10 ટી-20 રમ્યું છે, જેમાંથી સાતમાં વિજેતા બન્યું છે. જ્યારે ત્રણ મેચમાં હાર્યું છે. આજની મેચ પહેલા ભારતનો આ મેદાન પર 16મી માર્ચ, 2021ના રોજ ઈંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. દક્ષિણ આફ્રિકા આ મેદાન પર આજની મેચ સહિત પાંચ મેચ રમ્યું છે, જેમાંથી તે ત્રણ મેચ જીત્યું છે.
T20 વર્લ્ડકપ-2024માં ભારત સામે આફ્રિકાનો પરાજય
આજની મેચ પહેલા છેલ્લે 29 જૂન, 2024ના રોજ રમાયેલા છેલ્લા આઈસીસી ટી-20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રનથી પરાજય આપ્યો હતો. જીતવા માટેના 177ના ટાર્ગેટ સામે દક્ષિણ આફ્રિકા આઠ વિકેટે 169 રન જ કરી શકી હતી અને હારી ગઈ હતી. હાર્દિકે ત્રણ અને બુમરાહ-અર્શદીપે 2-2 વિકેટ ઝડપી હતી. કોહલીએ તે મેચમાં 59 બોલમાં 76 તેમજ અક્ષરે 31 બોલમાં 47 રન નોંધાવ્યા હતા. ક્લાસેને 27 બોલમાં 52 રન સાથે જોરદાર લડત આપી હતી.
આ પણ વાંચો : ક્રિકેટર હાર્દિક પંડ્યાએ એક્સ વાઈફ નતાશા સ્ટેનકોવિક અને દીકરાને આપી ચાર કરોડની ગિફ્ટ
સુપર-8માં કુલ આઠ ટીમો
ઉલ્લેખનીય છે કે, સુપર-8 રાઉન્ડ માટે ભારત, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડે ક્વોલિફાય કર્યું છે. આ આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટીમો પરસ્પર એક-એક મેચ રમશે અને ટોપ-2 ટીમો સેમિફાઈનલમાં પહોંચશે.
Score
• વિકેટ-10 : ભારતીય ટીમ ઓલઆઉટ, દક્ષિણ આફ્રિકાની જીત, ટીમ ઈન્ડિયાએ 10 વિકેટ જસપ્રિત બુમરાહ તરીકે ગુમાવી, જાનસેને ઝડપી વિકેટ
• વિકેટ-9 : ભારતની નવમી વિકેટ પડી, શિવમ દુબે 42 રને આઉટ, જાનસેને ઝડપી વિકેટ, સ્કોર 18.4 ઓવરમાં 111 રન
• સ્કોર 15 ઓવરમાં 8 વિકેટે 88 રન
• વિકેટ-8 : ભારતની આઠમી વિકેટ પડી, અર્શદિપ સિંહ 1 રને આઉટ, કેશવ મહારાજે ઝડપી વિકેટ, સ્કોર 14.6 ઓવરમાં 88 રન
• વિકેટ-7 : ભારતની સાતમી વિકેટ પડી, રિંકુ સિંઘ શૂન્યમાં આઉટ, કેશવ મહારાજે ઝડપી વિકેટ, સ્કોર 14.3 ઓવરમાં 86 રન
• વિકેટ-6 : ભારતની છઠ્ઠી વિકેટ પડી, હાર્દિક પંડ્યા 18 રને આઉટ, કેશવ મહારાજે ઝડપી વિકેટ, સ્કોર 14.1 ઓવરમાં 86 રન
• સ્કોર 10 ઓવરમાં પાંચ વિકેટે 57 રન
• વિકેટ-5 : સુપર-8 મેચમાં ભારતને પાંચમો ઝટકો, સૂર્યકુમાર યાદવ 18 રને આઉટ, કોર્બિન બોશે ઝડપી વિકેટ, સ્કોર 9.1 ઓવરમાં 51 રન
• વિકેટ-4 : ભારતની ચોથી વિકેટ પડી, વોશિંગ્ટન સુંદર માત્ર 11 રને આઉટ, કોર્બિન બોશે ઝડપી વિકેટ, સ્કોર 7.2 ઓવરમાં 43 રન
• સ્કોર 5 ઓવરમાં ત્રણ વિકેટે 29 રન - સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર ક્રિઝ પર
• વિકેટ-3 : ટીમ ઈન્ડિયાને ત્રીજો મોટો ઝટકો, ઈશાન-તિલક બાદ અભિષેક શર્મા સસ્તામાં આઉટ, માર્કો જાનસેને 15 રને આઉટ કરી ઝટપી વિકેટ, સ્કોર 4.3 ઓવરે 26 રન
• વિકેટ-2 : બીજી ઓવરમાં ટીમ ઈન્ડિયાને બીજો મોટો ઝટકો, ઈશાન બાદ તિલક વર્મા માત્ર એક રને આઉટ, માર્કો જાનસેને ઝડપી વિકેટ, સ્કોર 1.1 ઓવરે 5 રન
• વિકેટ-1 : પહેલી જ ઓવરમાં ઈશાન કિશન શૂન્ય રને આઉટ, એડમ માર્કરામે ઝડપી વિકેટ, સ્કોર 0.4 પર શૂન્ય રન
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 187/7 (20 ઓવર)
દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 187 રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકાએ ભારતને જીત માટે 188 રનનો ટાર્ગેટ આપ્યો છે.
• વિકેટ-7 : જસપ્રીત બુમરાહના બોલ પર કોર્બિન બોશ 6 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો.
• વિકેટ-6 : વરૂણ ચક્રવર્તી બાદ અર્શદીપે શાનદાર બોલિંગ કરતા સાઉથ આફ્રિકાના ખેલાડી માર્કો જાનસેનની વિકેટ લીધી છે. તે 6 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો.
• વિકેટ-5 : દક્ષિણ આફ્રિકાનો વિસ્ફોટ બેટર ડેવિડ મિલર આઉટ, વરૂણ ચક્રવર્તીએ લીધી વિકેટ, મિલરે 35 બોલમાં સાત ફોર અને ત્રણ સિક્સ સાથે નોંધાવ્યા 63 રન
• સ્કોર 15 ઓવરમાં ચાર વિકેટે 144 રન
• ડેવિડ મિલરની ફિફ્ટી ઃ દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટ બોલર ડેવિડ મિલરના 50 રન
• વિકેટ-4 ઃ દક્ષિણ આફ્રિકાની ચોથી વિકેટ પડી, શિવમ દુબેએ ડેવાલ્ડ બ્રેવિસને 45 રને કર્યો આઉટ, અભિષેક શર્માએ કર્યો કેચ, સ્કોર 12.2 ઓવરમાં 117 રન
• સ્કોર 10 ઓવરમાં ત્રણ વિકેટે 75 રન : દક્ષિણ આફ્રિકાના બેટર ડેવાલ્ડ બ્રેવિસ અને ડેવિડ મિલરની દમદાર બેટિંગ, બંને વચ્ચે 64 રનની ભાગીદારી
• સ્કોર 5 ઓવરમાં ત્રણ વિકેટે 31 રન
• વિકેટ-3 ઃ બુમરાહે ફરી કર્યો કમાલ, ડી કોક બાદ રયાન રિકેલટનને માત્ર 7 રને કર્યો આઉટ, સ્કોર 3.6 ઓવરે 20 રન
• વિકેટ-2 ઃ અર્શદીપ સિંહે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડમ માર્કરામને માત્ર 4 રનમાં કર્યો આઉટ. હાર્દિક પંડ્યાએ કર્યો કેચ, સ્કોર 2.4 ઓવરે 12 રન
• વિકેટ-1 ઃ જસપ્રીત બુમરાહે પોતાની પહેલી જ ઓવરમાં ક્વિન્ટન ડી કોકને માત્ર 6 રને કર્યો આઉટ, સ્કોર 1.5 ઓવરે 10 રન
• દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો : આજની મેચમાં દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામ અને ટીમ ઈન્ડિયાના સુકાની સૂર્યકુમાર યાદવ વચ્ચે ટોસ ઉછાળાયો હતો, જેમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો.


