Get The App

ક્રિકેટ બાદ હોકીમાં સામસામે ટકરાશે ભારત-પાકિસ્તાન, FIHએ જાહેર કર્યું ‘પ્રો લીગ સીઝન’નું શેડ્યુલ

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
ક્રિકેટ બાદ હોકીમાં સામસામે ટકરાશે ભારત-પાકિસ્તાન, FIHએ જાહેર કર્યું ‘પ્રો લીગ સીઝન’નું શેડ્યુલ 1 - image


IND vs PAK Hockey Match : ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ જોવાના રસિયાઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આગામી વર્ષે ‘હોકી વર્લ્ડકપ-2025’ શરુ થાય તે પહેલા આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે ‘FIH પ્રો લીગ’નું શેડ્યુલ જાહેર કર્યું છે. કાર્યક્રમ મુજબ, ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ બાદ હવે હોકીના મેદાનમાં સામસામે ટક્કર થવાની છે. બંને દેશો વચ્ચે આગામી વર્ષે જૂન મહિનામાં હોકી મેચ રમાવાની છે.

ભારતીય ટીમની મેચો ફેબ્રુઆરીથી શરુ થશે

આગામી પ્રો લીગ સિઝન આ વર્ષે ડિસેમ્બર-2025થી શરુ થવાની છે, પરંતુ ભારતીય હોકી ટીમ પાકિસ્તાન વિરુદ્ધ રમે તે પહેલા બેલ્જિયમ, અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને સ્પેન સામે મેચ રમવાની છે. ભારતીય હોકી ટીમની મેચો ફેબ્રુઆરીથી શરુ થશે. બેલ્જિયન અને અર્જેન્ટીનાની ટીમ ભારત આવવાની છે અને 10થી 15 ફેબ્રુઆરી દરમિયાન ભારતીય હોકી ટીમ સાથે મેચ રમવાની છે. ત્યાર બાદ ટીમ 20થી 25 ફેબ્રુઆરી ઓસ્ટ્રેલિયા પ્રવાસે જઈને સ્પેન સામે મેચ રમવાની છે. આ તમામ મેચો બે તબક્કમાં યોજાશે.

આ પણ વાંચો : એશિયા કપ: પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાના કારણે ભારતને થશે દંડ? જાણો શું છે નિયમ

ભારત-પાકિસ્તાન હોકી ટીમની મેચનો કાર્યક્રમ

ભારતીય ટીમનો યુરોપિયન પ્રવાસ જૂનમાં શરુ થશે. 13થી 21 જૂન ભારત નેધરલૅન્ડ્સમાં ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડ્સ અને વર્લ્ડ ચેમ્પિયન જર્મની સામે ટકરાશે. ત્યારબાદ ટીમ 23થી 28 જૂન સુધી ઇંગ્લૅન્ડ જશે, જ્યાં તેનો મુકાબલો યજમાન ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન સામે થશે. આ મેચ પર ખાસ કરીને ક્રિકેટ અને હોકી બંનેના ચાહકોની નજર રહેશે.

14 ઓગસ્ટ-2026થી શરુ થશે હોકી વર્લ્ડકપ

ભારત અને પાકિસ્તાન તાજેતરમાં બિહારમાં રમાયેલા એશિયા કપમાં સામસામે થવાના હતા. જોકે, પાકિસ્તાને સુરક્ષા કારણોનો હવાલો આપીને ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. પ્રો લીગની છેલ્લી સિઝનમાં ભારત આઠમાંથી સાત મેચ હારી ગયું હતું, જેના કારણે ભારત નવ ટીમોમાંથી આઠમા સ્થાને રહ્યું હતું. એફઆઇએચ હોકી વર્લ્ડકપ-2026 (Men's FIH Hockey World Cup-2026) 14થી 30 ઑગસ્ટ દરમિયાન નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમમાં યોજાશે.

આ પણ વાંચો : IND vs PAK : 5 એવી ક્ષણો જ્યારે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની કરી બરાબરની ફજેતી

Tags :