IND vs PAK: એકલા ભારત-પાકિસ્તાન મેચની નહીં ખરીદી શકો ટિકિટ, આવી રીતે કરી શકશો મેદાનમાં એન્ટ્રી
India vs Pakistan Match, Asia Cup 2025: એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ 14 સપ્ટેમ્બરે રમાશે. આ મેચની પહેલા જ ટિકિટોની બુકિંગ શરુ થઈ ગયું છે. રસપ્રદ વાત એ છે કે જો દર્શકોને ભારત-પાકિસ્તાનની મેચ જોવી છે તો તેમને બીજી 6 મેચોની ટિકિટ પણ ખરીદવી પડશે. ચાલો જાણીએ કે શા માટે એક સાથે 6 મેચોની ટિકિટ લેવી પડશે?. જણાવી દઈએ કે ભારત-પાકિસ્તાન સહિત એશિયા કપની બધી મેચોની ટિકિટનું વેચાણ Platinumlist.net પર થઈ રહ્યું છે.
આ પણ વાંચો: રૂ.132 કરોડનું ઘર, અનેક લક્ઝુરિયસ ગાડીઓ... જાણો કેટલી સંપત્તિનો માલિક છે મિચેલ સ્ટાર્ક
એશિયા કપમાં મેચ ટિકિટની કિંમત
એશિયા કપમાં મેચની ટિકિટની કિંમત 1247 રૂપિયાથી શરુ થાય છે પણ ભારતની મેચોની કિંમત ઘણી વધારે છે. ભારત-પાકિસ્તાનની મેચ દુબઈમાં થશે અને અહીં દર્શકોને મેચ જોવી છે તો તેની માટે પૂર્ણ પેકેજ ખરીદવું પડશે. જેની કિંમત 35 હજાર રૂપિયા છે. આટલા રૂપિયા ખર્ચ કર્યા પછી જ દર્શકો ભારત-પાકની મેચની સાથે બાકીની મેચ પણ જોઈ શકશે. આ મેચમાં ભારત અને UAE, સુપર ફોરના B1 vs B2, A1 vs A2, A1 vs B1, A1 vs B2ની આ મેચ સાથે ફાઇનલ મેચ પણ જોઈ શકશો. આ પૂર્ણ પેકેજમાં ગ્રેન્ડ લોન્જની કિંમત 73 હજાર રૂપિયાથી લઈને 3 લાખ 25 હજાર રૂપિયા સુધીની છે.
એશિયા કપમાં ભારતનું શેડ્યુલ
એશિયા કપ 2025ની ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરુ થઈને 28 સપ્ટેમ્બર સુધી રમાશે. આ ટુર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ 10 સપ્ટેમ્બરથી શરુ થશે. ભારતીય ટીમ પહેલી મેચ UAEની ટીમ સામે રમશે. ટીમ ઇન્ડિયાને બીજી મેચ પાકિસ્તાન સામે રમશે, જે 14 સપ્ટેમ્બરે રમાશે. ત્યારબાદ ટીમ ઇન્ડિયા ગ્રૂપ સ્ટેજની છેલ્લી મેચ 19 સપ્ટેમ્બરે ઓમાન સામે રમશે. ત્યારે 20 સપ્ટેમ્બરે સુપર-4ની મેચ રમાશે અને ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે.