Get The App

રૂ.132 કરોડનું ઘર, અનેક લક્ઝુરિયસ ગાડીઓ... જાણો કેટલી સંપત્તિનો માલિક છે મિચેલ સ્ટાર્ક

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
રૂ.132 કરોડનું ઘર, અનેક લક્ઝુરિયસ ગાડીઓ... જાણો કેટલી સંપત્તિનો માલિક છે મિચેલ સ્ટાર્ક 1 - image
Image Source: IANS 

Mitchell Starc Net Worth:  મિચેલ સ્ટાર્કે મંગળવારે, 2 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં નિવૃત્તિ લઈને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. તેણે જણાવ્યું કે તે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં ફોકસ કરવા ઈચ્છે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી લઈને IPL સુધીમાં સ્ટાર્કે કરોડો રૂપિયાની કમાણી કરી છે, તેની પત્ની પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે અને ઘણી T20 લીગ મેચ રમે છે. જાણો સ્ટાર્કની કુલ સંપત્તિ કેટલી છે?

મિચેલ સ્ટાર્કે 2012માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, તેણે ગયા વર્ષે ભારત સામે છેલ્લી મેચ રમી હતી. 12 વર્ષના T20 કારકિર્દીમાં સ્ટાર્કે 65 મેચ રમી, જેમાં 79 વિકેટ ઝડપી હતી. સ્ટાર્કે IPL, 'બિગ બેશ લીંગ'થી પણ ઘણી મોટી કમાણી કરી હતી, તે આજે પણ IPLના ઇતિહાસમાં સૌથી મોંઘા વિદેશી ખેલાડી છે.

આ પણ વાંચો : મિચેલ સ્ટાર્કની ટી20 ઈન્ટરનેશનલથી નિવૃત્તિની જાહેરાત, વર્લ્ડકપ પહેલા ઑસ્ટ્રેલિયાને મોટો ઝટકો

મિચેલ સ્ટાર્કે IPL માં કેટલી કમાણી કરી?  

IPL 2024માં કોલકત્તા નાઈટ રાઈડર્સે મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારે તે IPLના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી હતો. આ વર્ષે રિષભ પંત અને શ્રેયસ અય્યર તેનાથી આગળ નીકળી ગયા. હવે સ્ટાર્ક IPLના ઇતિહાસમાં વેંચાયેલા સૌથી મોંઘા ખેલાડીઓની લિસ્ટમાં તે ત્રીજા નંબર પર છે.

  • 2014 (RCB)- 4 કરોડ રૂપિયા
  • 2015 (RCB)- 4 કરોડ રૂપિયા
  • 2018 (KKR)- 9.40 કરોડ રૂપિયા
  • 2024 (KKR)- 24.75 કરોડ રૂપિયા
  • 2025 (DC)- 11.75 કરોડ રૂપિયા

મિચેલ સ્ટાર્કની કુલ કેટલી સંપત્તિ છે? 

એક રિપોર્ટ અનુસાર 2023 સુધી મિચેલ સ્ટાર્કની કુલ નેટવર્થ 208 કરોડ રૂપિયાના લગભગ (25 મિલિયન ડોલર)હોય તેવું અનુમાન છે. વર્ષ 2024માં તેણે IPLથી એક મોટી રકમ મળી, ક્રિકેટ ઑસ્ટ્રેલિયાથી પણ તેણે દરવર્ષે 12 કરોડ રૂપિયા મળે છે. તેની સિવાય તે જાહેરાતોના માધ્યમથી પણ મોટી કમાણી કરી લે છે. જેના કારણે તેની નેટવર્થમાં પણ વધારો થયો છે. ઓસ્ટ્રેલિયાના સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાં રહેવાથી તેની વર્ષની સેલરી 1.4 મિલિયન ડોલર છે, જે ભારતીય મુદ્રા પ્રમાણે 12 કરોડ રૂપિયાથી પણ વધારે છે. જાણીએ કે ઓસ્ટ્રેલિયાની ટીમમાં કયા ફોર્મેટની પ્રતિ મેચ માટે કેટલી ફી છે?

  • 1 ટેસ્ટ મેચની ફી- 20,000 ડોલર (અંદાજે 17 લાખ રૂપિયા)
  • 1 વનડે મેચની ફી- 15,000 ડોલર (અંદાજે 13 લાખ રૂપિયા)
  • 1 T20  મેચની ફી- 10,000 ડોલર (અંદાજે 13 લાખ રૂપિયા)

મિચેલ સ્ટાર્કની 132 કરોડ રૂપિયાની હવેલી 

એક રિપોર્ટ અનુસાર, સિડનીના ઉત્તરી સમુદ્રના કિનારે મિચેલ સ્ટાર્કની 5 પ્રોપર્ટી છે, જેમાંથી એક ન્યૂ સાઉથ વેલ્સમાં બૌલખામ હિલ્સમાં એક મુખ્ય ઘર પણ સામેલ છે. સ્ટાર્કની પ્રોપર્ટીમાં સૌથી ચર્ચિત ટેરી હિલ્સમાં હવેલી છે જ્યાં ઘોડેસવારીની પણ સુવિધા ઉપલબ્ધ છે. હવેલીમાં એક ટેનિસ કોર્ટ પણ છે, 13 કારની ક્ષમતા ધરાવતી ગેરેજ અને એક સ્વિમિંગ પૂલ પણ છે. આ ઘરની કિંમત 15 મિલિયન ડોલર જણાવવામાં આવી રહી છે. ભારતીય મુદ્રા પ્રમાણે આ રકમ અંદાજે 132 કરોડ રૂપિયા છે.

મિચેલ સ્ટાર્કનું કાર કલેક્શન 

સ્ટાર્ક પાસે મોંઘી ગાડી છે, જેમાં લગભગ કિંમત 5 કરોડ રૂપિયાની Lamborghini Huracan Spyder RWD, લગભગ 3 કરોડ રૂપિયા કીમતની Jaguar F-Type અને  લગભગ 2.5  કરોડ રૂપિયા કીમતની Mercedes-Benz G-Class પણ સામેલ છે.

જાહેરોતોના માધ્યમથી કેટલી કમાણી કરે છે

રિપોર્ટ અનુસાર, મિચેલ સ્ટાર્કે જર્મનની લક્ઝરી કારના નિર્માતા કંપની ઓડીના સાથે કોન્ટ્રેક્ટ છે. તેની સિવાય ક્રિકેટની કીટ બનાવતી ઓસ્ટ્રેલિયાની કંપની કૂકાબૂરાની સાથે તેમનો કોન્ટ્રેક્ટ છે. તે ઓસ્ટ્રેલિયાના સ્વાસ્થ્ય સેવા બ્રાન્ડ રેડેલની સાથે પણ જોડાયેલા છે. તેનાથી સ્ટાર્કની મોટી કમાણી થાય છે.


Tags :