એશિયા કપ પહેલા નેટ પ્રેક્ટિસમાં સામસામે આવ્યા ભારત-પાકિસ્તાનના ખેલાડી, જાણો પછી શું થયું
Image Source: Twitter
Asia Cup 2025 IND vs PAK: એશિયા કપ 2025ની આજથી શરૂઆત થઈ રહી છે. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાનની ટીમો UAE પહોંચી ગઈ છે. બંને ટીમો પોત-પોતાના ટ્રેનિંગ સેશન દરમિયાન ખૂબ પ્રેક્ટિસ કરી રહી છે. નેટ્સ પ્રેક્ટિસમાં બંને ટીમો સામસામે પણ આવી, પરંતુ ખાસ વાત એ રહી કે, બંને ટીમો જ્યારે એક જ સ્થાને પ્રેક્ટિસ કરવા પહોંચી તો તેમની વચ્ચે કોઈ વાતચીત ન થઈ.
નેટ્સ પ્રેક્ટિસમાં સામસામે આવ્યા ભારત-પાકિસ્તાનના ખેલાડી
અહેવાલ પ્રમાણે જ્યારે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ સ્થાને પ્રેક્ટિસ માટે પહોંચ્યા, તો તેમની વચ્ચે કોઈ "હાય-હેલો" ન થયું. બંને ટીમોએ પોતપોતાની પ્રેક્ટિસ પૂર્ણ કરી અને વાતચીત કર્યા વિના જ મેદાનમાંથી પરત ફરી ગયા. એ સ્પષ્ટ દેખાયું કે, મેદાનમાં ઉતરતા પહેલા બંને ટીમો એકબીજા પ્રત્યે કેટલી ગંભીર અને કેન્દ્રિત છે.
ભારતીય ટીમની તૈયારી
ભારતીય ટીમે દુબઈમાં ICC ક્રિકેટ એકેડેમીમાં પોતાનું બીજું ટ્રેનિંગ સેશન રાખ્યુ હતું. ટીમનું આ સેશન ત્રણ કલાકથી વધુ ચાલ્યું. અહેવાલ પ્રમાણે તમામ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેનોએ લગભગ એક કલાક સુધી બેટિંગની પ્રેક્ટિસ કરી. કોચ ગૌતમ ગંભીરે ટીમની તૈયારી પર નજર રાખી. ટીમના ટ્રેનર એડ્રિયન લે રોક્સે ખેલાડીઓને ફિટનેસ ડ્રીલ કરાવી, જ્યારે સીતાશુ કોટક સ્કોરિંગ સંભાળતા જોવા મળ્યા.
પાકિસ્તાને પણ ખાસ પિચની પ્રેક્ટિસ કરી
બીજી તરફ પાકિસ્તાનની ટીમે પણ એશિયા કપ પહેલા પોતાની તૈયારી વધારી દીધી છે. તેઓએ નેટ્સ એરિયાના એ ભાગમાં પ્રેક્ટિસ કરી જે ખૂબ અસગ-થલગ હતો. ત્યાં તેઓએ એવી પિચો પર પ્રેક્ટિસ કરી જ્યાં બોલ ટર્ન થઈ રહ્યો હતો અને અસમાન ઉછાળ આપી રહ્યો હતો. પાકિસ્તાનની રણનીતિ સ્પષ્ટ દેખાઈ કે તેઓ ભારત સામેની મોટી મેચ પહેલા મુશ્કેલ પરિસ્થિતિઓ માટે પોતાને તૈયાર કરવા માગે છે.
શનિવારે સાંજે ભારતીય ટીમે એક ખાસ ફિટનેસ ડ્રીલ 'બ્રોન્કો ટેસ્ટ' પણ કરી હતી. ખેલાડીઓને પાંચ-પાંચના ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. આ દરમિયાન ગૌતમ ગંભીર પોતે ટીમને પ્રોત્સાહિત કરતો જોવા મળ્યો. આ ડ્રીલ મેચના દિવસે ખેલાડીઓને પરિસ્થિતિ માટે તૈયાર કરવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: 'સંજુને ઓપનિંગથી ન હટાવતા, હાર્દિક નેચરલ ફિનિશર...', રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાને ચેતવી
હાઈ-વોલ્ટેજ મેચ પર નજર
એશિયા કપની શરૂઆત આજથી અબુ ધાબીમાં હોંગકોંગ અને અફઘાનિસ્તાન વચ્ચે શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયા 10 સપ્ટેમ્બરે યુએઈ સામે પોતાની પહેલી મેચ રમશે. જોકે બધાની નજર 14 સપ્ટેમ્બરે દુબઈમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચ પર છે. પુલવામા હુમલા બાદ બંને ટીમો વચ્ચે આ પહેલી ટક્કર હશે, તેથી આ હાઈ-વોલ્ટેજ મેચને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે.