Sports

ઈન્ટ્રા સ્કવૉડ વૉર્મ અપ મેચમાં સરફરાઝ ખાને ફટકારી શાનદાર સદી, બુમરાહને ન મળી વિકેટ

By GS TEAM
15 Jun 20252 mins read
TukuTouch Logo
સરફરાઝ ખાને ઈંગ્લેન્ડમાં પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખતા શનિવારે બેકનહામમાં ચાલી રહેલી ઈન્ટ્રા-સ્ક્વૉડ વૉર્મ-અપ મેચના બીજા દિવસે મુખ્ય ભારતીય ટેસ્ટ ટીમ સામે ભારત A માટે શાનદાર સદી ફટકારી. 27 વર્ષીય આ ખેલાડીએ 76 બોલમાં 101 રનની શાનદાર ઈનિંગ રમી, જ્યારે જસપ્રીત બુમરાહને તેના સાત ઓવરના સ્પેલમાં એક પણ વિકેટ ન મળી. એક અહેવાલ પ્રમાણે ઈન્ડિયા 'A'એ બીજા દિવસે ભારતના 459 રનના જવાબમાં બોર્ડ પર 299/6 નો સ્કોર બનાવ્યો, જેમાં ઈશાન કિશન 45 અને શાર્દુલ ઠાકુર 19 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે સરફરાઝ ખાને પોતાની વિસ્ફોટક સદીમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. અંતે તેને રિટાયર્ડ આઉટ કરવામાં આવ્યો જેથી અન્ય ખેલાડીઓને તક મળી શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈન્ટ્રા સ્કવૉડ વૉર્મ અપ મેચમાં સરફરાઝ ખાને ફટકારી શાનદાર સદી, બુમરાહને ન મળી વિકેટ

Image Source: Twitter

India vs India A Scorecard: સરફરાઝ ખાને ઈંગ્લેન્ડમાં પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખતા શનિવારે બેકનહામમાં ચાલી રહેલી ઈન્ટ્રા-સ્ક્વૉડ વૉર્મ-અપ મેચના બીજા દિવસે મુખ્ય ભારતીય ટેસ્ટ ટીમ સામે ભારત A માટે શાનદાર સદી ફટકારી. 27 વર્ષીય આ ખેલાડીએ 76 બોલમાં 101 રનની શાનદાર ઈનિંગ રમી, જ્યારે જસપ્રીત બુમરાહને તેના સાત ઓવરના સ્પેલમાં એક પણ વિકેટ ન મળી. એક અહેવાલ પ્રમાણે ઈન્ડિયા 'A'એ બીજા દિવસે ભારતના 459 રનના જવાબમાં બોર્ડ પર 299/6 નો સ્કોર બનાવ્યો, જેમાં ઈશાન કિશન 45 અને શાર્દુલ ઠાકુર 19 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે સરફરાઝ ખાને પોતાની વિસ્ફોટક સદીમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. અંતે તેને રિટાયર્ડ આઉટ કરવામાં આવ્યો જેથી અન્ય ખેલાડીઓને તક મળી શકે.

સરફરાઝનું નામ ટીમ ઈન્ડિયાની મુખ્ય ટીમમાં નથી

સરફરાઝની તાજેતરની સદીએ ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં તેની વધતી જતી પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે, આ સાથે જ તેણે 20 જૂનથી શરૂ થનારી 5 મેચની સીરિઝમાં સામેલ હોવા માટે દાવો ઠોક્યો છે. આ પહેલા, તેણે ઈંગ્લેન્ડ લાયન્સ સામેની એક બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં 92 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, સરફરાઝનું નામ ટીમ ઈન્ડિયાની મુખ્ય ટીમમાં સામેલ કરાયું નથી.

આ પણ વાંચો: કેદારનાથ નજીક મોટી દુર્ઘટના, રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ, ગુજરાતના એક સહિત 7નાં મોત

ઈન્ડિયા 'A' ની ઈનિંગની શરૂઆત સારી નહોતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ માત્ર બે રન બનાવીને આઉટ થયો. મોહમ્મદ સિરાજે તેને પોતાના નવા બોલ પર શિકાર બનાવ્યો અને ઋષભ પંતે વિકેટ પાછળ શાનદાર કેચ પકડ્યો. જોકે, અભિમન્યુ ઈશ્વરન (39) અને સાઈ સુદર્શન (38) - જેઓ આગામી ટેસ્ટ ટીમનો ભાગ છે, તેમણે ટીમ માટે સારો સ્કોર કરી સ્થિતિને મજબૂત કરવા પ્રયાસ કર્યા.

બુમરાહને ન મળી વિકેટ   

ભારતીય બોલરોમાં સિરાજ (2/86) અને પ્રસિદ્ધ કૃષ્ણા (2/41) એ 2-2 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું, જ્યારે નીતિશ કુમાર રેડ્ડીને એક વિકેટ મળી. જોકે, ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યો, તેણે પોતાની સાત ઓવરમાં 36 રન આપ્યા અને એક પણ વિકેટ ન લીધી. અર્શદીપ સિંહ (12 ઓવરમાં 0/52) પણ વિકેટ લીધા વિના ખાલી હાથે પાછો ફર્યો.

તમને જણાવી દઈએ કે, પહેલા દિવસે ભારત માટે શુભમન ગિલ અને કેએલ રાહુલે અડધી સદીની ઈનિંગ રમી હતી.