Get The App

એશિયા કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 2 ખેલાડીઓના નામને લઈને ખેંચતાણ

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
એશિયા કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 2 ખેલાડીઓના નામને લઈને ખેંચતાણ 1 - image
Images Sourse: IANS

Asia Cup 2025: યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે મંગળવારે (19મી ઓગસ્ટ) ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરાશે. આ વખતે ટીમમાં ઘણાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના ટી20માંથી નિવૃત્તિ પછી આ ભારતની પહેલી મોટી ટુર્નામેન્ટ છે. સૂર્યકુમાર યાદવ કેપ્ટન બને તેવી પૂરી શક્યતા છે, કારણ કે સર્જરી પછી તેમના ફિટનેસ ટેસ્ટ પાસ થયાના અહેવાલો છે. સંજુ સેમસન અને અભિષેક શર્માનું સ્થાન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, તેથી શુભમન ગિલના નામ અંગે ચર્ચા ચાલી રહી છે. યશસ્વી જયસ્વાલ અને મોહમ્મદ સિરાજના નામ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે, આવી સ્થિતિમાં 2-3 ખેલાડીઓ એવા છે જેમના પર ખેંચતાણ ચાલી રહી છે.

પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમની જાહેરાત થશે

મંગળવારે મુંબઈમાં રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક મળશે, જેમાં એશિયા કપ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. ટીમની પસંદગી કર્યા પછી, કેપ્ટન મુખ્ય પસંદગીકાર અજિત અગરકર સાથે પ્રેસ કોન્ફરન્સ કરશે. તે બપોરે લગભગ 1:30 વાગ્યે શરૂ થશે. એશિયા કપ ઉપરાંત, આજે મહિલા વર્લ્ડ કપ અને ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની સીરિઝ માટે પણ મહિલા ટીમની પસંદગી કરવામાં આવશે.

મોહમ્મદ સિરાજને સ્થાન મળવું મુશ્કેલ 

ઈગ્લેન્ડ પ્રવાસ પર 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં શાનદાર બોલિંગ કરનાર મોહમ્મદ સિરાજની એશિયા કપમાં પસંદગી થવી મુશ્કેલ માનવામાં આવે છે. જસપ્રીત બુમરાહે એશિયા કપમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારબાદ ટીમમાં તેમની પસંદગી નિશ્ચિત છે. ટીમમાં મહત્તમ 3 ઝડપી બોલરોની પસંદગી થવાની સંભાવના છે, જેમાં બુમરાહની સાથે અર્શદીપ સિંહ અને પ્રસિધ કૃષ્ણાના નામ સૌથી આગળ છે. રિઝર્વ ખેલાડીઓમાં હર્ષિત રાણાનો સમાવેશ થઈ શકે છે.

આ પણ વાંચો: એશિયા કપ: 'ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ નહીં થાય', ટુર્નામેન્ટ પહેલા પૂર્વ ક્રિકેટરનો દાવો

એશિયા કપ ટીમની જાહેરાત પહેલા પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પોતપોતાની ટીમોની પસંદગી કરી રહ્યા છે. હરભજન સિંહે રિષભ પંતને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, જે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. તેમના પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું. જ્યારે મોહમ્મદ કૈફે મોહમ્મદ સિરાજ અને શુભમન ગિલને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા, જેમનો ટીમમાં સમાવેશ વિવાદમાં છે.

હરભજન સિંહની ટીમમાં રિષભ પંતનો સમાવેશ

યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ.

એશિયા કપ માટે મોહમ્મદ કૈફ દ્વારા ટીમ પસંદ કરવામાં આવી

સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ સિરાજ, જીતેશ શર્મા, શુભમન ગિલ.

Tags :