Sports

ભારતના નામે વૂમન ક્રિકેટમાં નોંધાયો શરમજનક રેકોર્ડ, સાઉથ આફ્રિકાની ટીમે રચ્યો ઈતિહાસ

By GS TEAM
10 Oct 20252 mins read
TukuTouch Logo
સાઉથ આફ્રિકા સામે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની 10મી મેચમાં ટીમ ઈન્ડિયાને 3 વિકેટે હાર સ્વીકારવી પડી હતી. આ વર્લ્ડ કપમાં ભારતની પહેલી હાર છે. આ હાર સાથે ભારતનો શરમજનક રેકોર્ડ નોંધાયો છે. આ રેકોર્ડ રનચેઝ દરમિયાન5 વિકેટ મેળવ્યા પછી સૌથી વધુ રન આપ્યા હતા. ભારતે આ મેચમાં દક્ષિણ આફ્રિકા માટે 253 રનનો ટારગેટ મુક્યો હતો. આ સ્કોરનો પીછો કરતા આફ્રિકન ટીમે માત્ર 81 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી. તેમ છતાં પણ સાઉથ આફ્રિકાએ ભારતને હરાવીને ઇતિહાસ રચ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતના નામે વૂમન ક્રિકેટમાં નોંધાયો શરમજનક રેકોર્ડ, સાઉથ આફ્રિકાની ટીમે રચ્યો ઈતિહાસ
Image IANS

India Women Cricket: સાઉથ આફ્રિકા સામે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની 10મી મેચમાં ટીમ ઈન્ડિયાને 3 વિકેટે હાર સ્વીકારવી પડી હતી. આ વર્લ્ડ કપમાં ભારતની પહેલી હાર છે. આ હાર સાથે ભારતનો શરમજનક રેકોર્ડ નોંધાયો છે. આ રેકોર્ડ રનચેઝ દરમિયાન5 વિકેટ મેળવ્યા પછી સૌથી વધુ રન આપ્યા હતા. ભારતે આ મેચમાં દક્ષિણ આફ્રિકા માટે 253 રનનો ટારગેટ મુક્યો હતો. આ સ્કોરનો પીછો કરતા આફ્રિકન ટીમે માત્ર 81 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી. તેમ છતાં પણ સાઉથ આફ્રિકાએ ભારતને હરાવીને ઇતિહાસ રચ્યો.

આ પણ વાંચો : IPL 2026 અંગે લેટેસ્ટ અપડેટ, ઓક્શનની તારીખ નક્કી! 15 નવેમ્બર સુધી ખેલાડી રિટેન કરી શકાશે

દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ 171 રન બનાવ્યા હતા. જે મહિલા ક્રિકેટના ઇતિહાસમાં અડધી ટીમ પવેલિયમમાં પરત આવ્યા બાદ કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. આ પહેલા આ રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે હતો, જેમણે ભારત સામે જ 2019 માં 159 રન બનાવ્યા હતા.

સફળ રનચેઝમાં પાંચમી વિકેટ પડ્યા પછી સૌથી વધુ રન (WODIs)

  • 171 - સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારત, વિશાખાપટ્ટનમ, 2025 વર્લ્ડ કપ*
  • 159 - ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારત, વાનખેડે, 2019
  • 151 - ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, વેલિંગ્ટન, 2024
  • 146 - બાંગ્લાદેશ વિરુદ્ધ આયર્લેન્ડ, લાહોર, 2025

આ પણ વાંચો :IND vs WI : બીજી ટેસ્ટમાં યશસ્વીની શાનદાર સદી, સાંઈ સુદર્શન પણ ફોર્મમાં પાછો ફર્યો

આ સાથે, દક્ષિણ આફ્રિકાએ મહિલા વર્લ્ડ કપના ઇતિહાસમાં પાંચમી અને પોતાનો બીજો સૌથી મોટો ટારગેટનો પીછો કરતાં જીત મેળવી હતી. સાઉથ આફ્રિકાએ આ પહેલા 2022 માં ભારત સામે 275 રનનો રેકોર્ડ બનાવ્યો હતો.