Get The App

IND vs WI : બીજી ટેસ્ટમાં યશસ્વીની શાનદાર સદી, સાંઈ સુદર્શન પણ ફોર્મમાં પાછો ફર્યો

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
IND vs WI : બીજી ટેસ્ટમાં યશસ્વીની શાનદાર સદી, સાંઈ સુદર્શન પણ ફોર્મમાં પાછો ફર્યો 1 - image

Ind v Wi 2nd test Delhi | ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પહેલી ટેસ્ટમાં અમદાવાદમાં શાનદાર વિજય બાદ આજે બીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને ઇનિંગની શરૂઆત કરતાં યશસ્વી જયસ્વાલ અને કે.એલ. રાહુલે એક સમયે ધીમી શરૂઆત કરી હતી. 

આ પણ વાંચો: શુભમન બીજી ટેસ્ટમાં ટોસ જીતતાં જ ગંભીર-બુમરાહનું રિએક્શન વાઈરલ, એવું તો શું થયું?

યશસ્વી જયસ્વાલે જબરદસ્ત બેટિંગ, એક વિકેટે ભારતનો સ્કોર 200ની પાર

રાહુલ 38 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ બાજી સંભાળતા સાઈ સુદર્શન અને યશસ્વી જયસ્વાલે જબરદસ્ત બેટિંગ કરી એક વિકેટે ભારતનો સ્કોર 200ની પાર પહોંચાડી દીધી. જયસ્વાલે શાનદાર સદી ફટકારતાં 106 રન પર રમી રહ્યો છે. જ્યારે છેલ્લી ઘણી મેચમાં આઉટ ઓફ ફોર્મ બેટર સાઈ સુદર્શન આ મેચમાં ફોર્મમાં પાછો ફરતાં 63 રન બનાવીને હજુ જયસ્વાલને સાથ આપી રહ્યો છે.

આ પણ વાંચો: IPL 2026 અંગે લેટેસ્ટ અપડેટ, ઓક્શનની તારીખ નક્કી! 15 નવેમ્બર સુધી ખેલાડી રિટેન કરી શકાશે

ભારતને પહેલો ઝટકો લાગ્યો 

ભારતને પહેલો ઝટકો રાહુલના રુપમાં લાગ્યો હતો. રાહુલે જયસ્વાલ સાથે મળીને કુલ 58 રનની ભાગીદારી નોંધાવી હતી. ત્યારબાદ વારિકનની બોલિંગમાં કે એલ. રાહુલ 38 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.   જોકે પછીથી સાઈ સુદર્શન અને જયસ્વાલે મજબૂત બેટિંગ કરતા બાજી સંભાળી લીધી હતી.