Get The App

રમત અને રાજકારણને ભેગાં ન કરવા જોઈએ...' ભારત-પાક. મેચ રદ થતાં ભડક્યાં કેન્દ્રીય મંત્રી

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
રમત અને રાજકારણને ભેગાં ન કરવા જોઈએ...' ભારત-પાક. મેચ રદ થતાં ભડક્યાં કેન્દ્રીય મંત્રી 1 - image


India-Pakistan WCL Match : ભારત અને પાકિસ્તાન વચ્ચેની આજે (20 જુલાઈ) યોજનાર વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) ક્રિકેટ મેચ રદ કરવામાં આવ્યા બાદ કેન્દ્રીય મંત્રીએ રામદાસ આઠવલેએ વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘રમતગમતમાં રાજકારણનો સમાવેશ થવો જોઈએ નહીં. રમતગમતમાં રાજકારણને ઘાલમેલ ન થવી જોઈએ. જો મેચ ભારતમાં થઈ હોત તો મામલો ગંભીર હોત, પરંતુ મેચ ઇંગ્લેન્ડમાં રમાવાની હતી. આપણે પાકિસ્તાનને યુદ્ધમાં હરાવ્યું છે. આપણે તેમની ક્રિકેટ ટીમને પણ હરાવી છે, તેથી વિપક્ષે તેમાં રાજકારણ ન લાવવું જોઈએ.’

આતંકી ઘટના અને મેચના મામલો અલગ : આઠવાલે

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા રામદાસ આઠવલે (Ramdas Athawale)એ રાષ્ટ્રીય ભાવનાને સ્વીકારી છે, તો બીજીતરફ આતંકવાદી પ્રવૃત્તિઓ અને રમતગમતની ઘટનાઓ વચ્ચેનું અંતર પણ દર્શાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ ઇંગ્લેન્ડમાં રમાવાની હતી. એ સાચું છે કે પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો અને તે પછી આતંકવાદી છાવણીઓને નષ્ટ કરવામાં આવી, પરંતુ મેચનો મામલો અલગ છે.’

મેચ રદ, દેશની સામૂહિક લાગણીનો વિજય : શિવસેના યુબીટી

શિવસેના યુબીટીના નેતા નેતા પ્રિયંકા ચતુર્વેદી (Priyanka Chaturvedi)એ મેચ રદ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું અને તેને પહલગામ આતંકવાદી ઘટનાઓને પગલે દેશની સામૂહિક લાગણીઓનો વિજય ગણાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘દેશનો સામૂહિક અવાજ પર્વતોને હલાવી શકે છે. હું તે તમામ લોકોના આભાર માનું છે, જેમણે ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધો સામે મજબૂત વલણ અપનાવ્યું, ખાસ કરીને પહેલગામ અને ઓપરેશન સિંદૂર બાદ અને મેચ રદ કરવાના મારા આહ્વાનને સમર્થન આપ્યું. એવું થયું છે કે, WCLએ ભારત-પાકિસ્તાન મેચ રદ કરી છે. જય હિંદ...’ આજે સવારે ડબલ્યુસીએલે આ હાઈ-પ્રોફાઇલ મેચ રદ કરવાની પુષ્ટિ કરી અને જનતા અને ભારતીય ક્રિકેટના દિગ્ગજોની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી છે.’

2031 સુધી ઇંગ્લેન્ડમાં જ રમાશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, ICCએ BCCIને આપ્યો ઝટકો

Tags :