Get The App

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટોસ હારવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 15મી વખત બન્યું આવું

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટોસ હારવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 15મી વખત બન્યું આવું 1 - image


Most consecutive toss losses in Cricket: ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે અંતિમ પાંચમી ટેસ્ટ મેચ શરૂ થઈ ચૂકી છે. કેપ્ટન શુભમન ગિલે ઈંગ્લેન્ડના કેપ્ટન ઓલી પોપ સામે ટોસ હારી સળંગ 15મી વખત ઓવલમાં ટોસ હારવાનો ટીમ ઈન્ડિયાનો શર્મનાક સિલસિલો જાળવી રાખ્યો હતો. 

ભારતે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સળંગ 15મી વખત ટોસ હાર્યો છે. ઈંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ ફરી એકવાર ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લે ભારતીય ટીમે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ વર્ષે જાન્યુઆરીમાં ટોસ જીત્યો હતો. રાજકોટમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટી20 મેચમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ આ ટોસ જીત્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયા બે ટી20 ઈન્ટરનેશનલ, 8 વનડે અને પાંચ ટેસ્ટ મેચમાં ટોસ હારી છે.

આ પણ વાંચોઃ IPLની આ ટીમ રૂ.25 કરોડમાં K L રાહુલને ખરીદવા ડીલ કરી રહી હોવાની અટકળો, કેપ્ટન્સી પણ આપશે

ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર

ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં ચાર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ઈજાગ્રસ્ત ઋષભ પંત, શાર્દૂલ ઠાકુર, અંશુલ કંબોજ અને જસપ્રીત બુમરાહના સ્થાને ધ્રુવ જુરેલ, કરૂણ નાયર, આકાશદીપ, અને પ્રસિદ્ધ કૃષ્ણાને સામેલ કરવામાં આવ્યા છે.

ટોસ હારવાનો શર્મનાક રેકોર્ડ

ટીમ ઈન્ડિયા એક એવો વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહી છે. જે અત્યંત શર્મનાક છે. ટીમ ઈન્ડિયાએ 31 જાન્યુઆરીથી 23 જુલાઈ સુધીમાં કુલ 15 વખત ટોસ હાર્યા છે. મેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા સળંગ સૌથી વધુ વખત ટોસ હારવાનો રેકોર્ડ હાલ ટીમ ઈન્ડિયાના નામે કર્યો છે. પહેલાં આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના નામે હતો. તેણે 1999માં સળંગ કુલ 12 ટોસ હાર્યા હતા. આ યાદીમાં ઈંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે. તેણે ડિસેમ્બર, 2022થી માર્ચ, 2023 દરમિયાન કુલ 11 ટોસ હાર્યા હતા. ચોથા નંબરે ન્યૂઝીલેન્ડ છે. તેણે 1972-73માં સળંગ 10 વખત ટોસ હાર્યા હતા.

ઓવલમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કરૂણ નાયર, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, આકાશ દિપ.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11: જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગસ એટકિન્સન, જેમી ઓવરટોન, જોશ ટંગ.

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટોસ હારવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 15મી વખત બન્યું આવું 2 - image

Tags :