mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ટોક્યો ઓલમ્પિકઃ રેસલર રવિ દહિયાએ સર્જ્યો ઈતિહાસ, ફાઈનલમાં મેળવ્યું સ્થાન

Updated: Aug 4th, 2021

ટોક્યો ઓલમ્પિકઃ રેસલર રવિ દહિયાએ સર્જ્યો ઈતિહાસ, ફાઈનલમાં મેળવ્યું સ્થાન 1 - image


- રવિ કુમાર દહિયા ભારતને પહેલો ગોલ્ડ અપાવે તેવી આશા 

નવી દિલ્હી, તા. 04 ઓગષ્ટ, 2021, બુધવાર

આજે ટોક્યો ઓલમ્પિકનો 13મો દિવસ છે. ભારતીય પહેલવાનોએ આજે શાનદાર પ્રદર્શન કર્યું છે. રવિ કુમારે ભારતના ખાતામાં વધુ એક મેડલ પાક્કો કરી નાખ્યો છે અને તેમણે ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. આ તરફ દીપક પુનિયા પણ થોડા સમયમાં સેમીફાઈનલમાં રમશે. ઉપરાંત મહિલા હોકી ટીમ પણ સેમીફાઈનલમાં મેચ રમવા માટે ઉતરશે. 

સ્ટાર ભારતીય બોક્સર લવલીના બોરગોહેને યાદગાર પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. બુધવારે 69 કિગ્રા વેલ્ટરવેટ કેટેગરીની સેમીફાઈનલમાં લવલીનાને તુર્કીની વર્લ્ડ નંબર-1 મુક્કેબાજ બુસેનાજ સુરમેનેલીએ 5-0થી હરાવી હતી. આ સાથે જ લવલીના બોરગોહેન ઓલમ્પિક મુક્કેબાજી ઈવેન્ટમાં પદક જીતનારી ત્રીજી ભારતીય બોક્સર બની ગઈ છે. 

લવલીનાએ પહેલા રાઉન્ડમાં આક્રમક થઈને રમવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તુર્કીની મુક્કાબાજનું પલડું ભારે રહ્યું હતું. આ દરમિયાન લવલીનાએ કેટલાક સોલિડ લેફ્ટ અને રાઈટ અપર કટ માર્યા હતા. જ્યારે સુરમેનેલીએ પણ કેટલાક સોલિડ પંચ માર્યા હતા. પહેલા રાઉન્ડમાં પાંચેય જજે વિપક્ષી મુક્કાબાજને બેહતર માની હતી. 

Gujarat