Sports

ENG vs IND: 465 રનમાં સમેટાઈ ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ, ભારત પાસે 6 રનની લીડ, બુમરાહે 5 વિકેટ ઝડપી

By GS TEAM
22 Jun 20251 min read
TukuTouch Logo
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ પર રમાઈ રહ્યો છે. આજે આ મુકાબલાનો ત્રીજો દિવસ છે. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 465ના સ્કોર સાથે સમેટાઈ ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ENG vs IND: 465 રનમાં સમેટાઈ ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ, ભારત પાસે 6 રનની લીડ, બુમરાહે 5 વિકેટ ઝડપી

India vs England Day 3 Leeds Test 2025: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ પર રમાઈ રહ્યો છે. આજે આ મુકાબલાનો ત્રીજો દિવસ છે. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 465ના સ્કોર સાથે સમેટાઈ ગઈ છે. ભારત પાસે 6 રનની લીડ છે. બુમરાહે આ ઈનિંગમાં 5 વિકેટ ઝડપી છે. જણાવી દઈએ કે, ભારતીય ટીમના શુભમન ગિલ, ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી.

આ પણ વાંચો: VIDEO: 'મેં ભી ખેલ રહા હું ભાઈ...', ઋષભ પંતે જાડેજાને ટોન્ટ માર્યો? સ્ટંપ માઇકમાં રેકોર્ડ થઈ વાતચીત


ઈંગ્લેન્ડની ટીમ પહેલી ઈનિંગ 465ના સ્કોર સાથે ઓલઆઉટ

ઓલી પોપની સદી અને હેર બ્રૂકના 99 રનની ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડની ટીમે 465 રન બનાવી નાખ્યા છે. ભારતે પહેલા રમતા 471 રન બનાવ્યા હતા. ભારત પાસે હવે 6 રનની લીડ છે. ભારત માટે જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ઝડપી. પ્રસિદ્ધ કૃષ્ણાને ત્રણ સફળતા મળી. જ્યારે મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 465ના સ્કોર પર રોકી દીધું. ઇંગ્લેન્ડ માટે પોપે 14 ચોગ્ગાની મદદથી 106 રન બનાવ્યા. જ્યારે બ્રૂકે 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 99 રન બનાવ્યા.

આ પણ વાંચો: સૌરવ ગાંગુલીને ટીમ ઈન્ડિયાના કોચ બનવાની ઈચ્છા, રાજકારણમાં એન્ટ્રીની અટકળો પર પણ આપ્યો જવાબ