Get The App

IND vs PAK : જીત બાદ અભિષેક-ગિલે સોશિયલ મીડિયા પર આપ્યો વળતો જવાબ, પોસ્ટ વાઈરલ

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
IND vs PAK : જીત બાદ અભિષેક-ગિલે સોશિયલ મીડિયા પર આપ્યો વળતો જવાબ, પોસ્ટ વાઈરલ 1 - image


India VS Pakistan: એશિયા કપ 2025ના સુપર 4માં ભારતીય ટીમે પહેલી મેચ પાકિસ્તાન સામે રમી હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાન સામેની આ જીત સાથે ભારતીય ટીમે સુપર 4 રાઉન્ડની શરૂઆત પ્રભાવશાળી રીતે કરી છે. ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે પાકિસ્તાન હવે તળિયે છે. શુભમન ગિલ અને અભિષેક શર્માએ ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

શુભમન અને અભિષેકે પાકિસ્તાનીઓને ટ્રોલ કર્યા

પાકિસ્તાનની કારમી હાર બાદ અભિષેક શર્મા અને શુભમન ગિલે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી, જેનાથી કરોડો પાકિસ્તાનીઓ અકળાયા હશે. પોતાના અને ભારતીય ટીમની જીતના ફોટા શેર કરતા, અભિષેક શર્માએ લખ્યું, 'તમે બોલો છો અને અમે જીતીએ છીએ.' શુભમન ગિલે આવી જ એક પોસ્ટ શેર કરી. તેણે મેચના ફોટા પણ શેર કરતા લખ્યું, 'અમારી ગેમ બોલે છે, શબ્દો નહીં...'





મોટા લક્ષ્યને સરળતાથી ચેઝ કરી શકાયો

પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. એક ક્ષણ માટે તો એવું લાગતું હતું કે ભારતીય ટીમે લક્ષ્યનો પીછો કરવામાં મુશ્કેલી પડશે, પરંતુ શુભમન ગિલ અને અભિષેક શર્માએ પહેલી 10 ઓવરમાં મેચને એકતરફી બનાવી દીધી. બંનેએ સાથે મળીને 59 બોલમાં પહેલી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી, જેનાથી પાકિસ્તાન મેચમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયું.

આ પણ વાંચો: 'તે કારણ વિના ઉશ્કેરી રહ્યો હતો એટલે...', પાક. સામે જીત બાદ અભિષેક શર્માનો ખુલાસો

પાકિસ્તાની બોલરો બંનેને આઉટ કરવામાં અસમર્થ હતા, ક્યારેક શાહીન શાહ આફ્રિદી, ક્યારેક હરિસ રૌફ, અને કોઈ દેખીતા કારણ વગર, તેઓ સતત અભિષેક શર્મા અને શુભમન ગિલ પર અપમાનજનક શબ્દો બોલતા હતા, પરંતુ તે બંનેએ બેટ અને મોં બંનેથી જવાબ આપ્યો. એક સમયે, અભિષેક શર્મા તો લડાઈમાં ઉતરવા સુધી ગયો, પરંતુ અમ્પાયરે દરમિયાનગીરી કરીને પરિસ્થિતિ શાંત કરી.

Tags :