એશિયા કપમાં ભારતે જીત સાથે કરી શરૂઆત, ચીનને 4-3થી હરાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India vs China Asia Cup Hockey: બિહારમાં હોકી એશિયા કપનો શાનદાર પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. ભારતીય હોકી ટીમની પહેલી મેચ ચીન સામે રમાઈ હતી, જેમાં ભારતે 4-3થી જીત હાંસલ કરી હતી. આ મેચમાં કેપ્ટન હરમનપ્રીત સિંહ ત્રણ ગોલ ફટકારીને ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેના સિવાય એક ગોલ જુગરાજ સિંહે માર્યો હતો. ચીન તરફથી ચેન બેનહાઈ, ગાઓ જિયેશેંગ અને ડૂ શિહાઓએ ગોલ માર્યો હતો.
ચીને પહેલી ક્વાર્ટર મેચમાં શરૂઆતમાં ગોલ ફટકારી અને ભારત સામે 1-0થી આગળ રહી. બીજા ક્વાર્ટરમાં ભારતે વાપસી કરી અને હરમનપ્રીત અને જુગરાજના ગોલથી 2-1ની આગળ રહી. ત્રીજા ક્વાર્ટરમાં ભારતે વધુ એક ગોલ અને ચીને બે ગોલ અને સ્કોર 3-3થી બરોબર હાંસલ કર્યો. ચોથા ક્વાર્ટરમાં ભારતના કેપ્ટને વધુ એક ગોલ ફટકારી જીત હાંસલ કરી. બધા જ સાત ગોલ, ડ્રેગ ફિલ્કથી ફટકાર્યા. ભારત અને ચીનના પૂલ એ માં જાપાન અને કઝાકિસ્તાન સાથે રાખવામાં આવ્યો છે જ્યારે પૂલ બી માં પાંચ વારની ચેમ્પિયન દક્ષિણ કોરિયા, મલેશિયા, બાંગ્લાદેશ અને ચીન છે.
આ પણ વાંચો : 5 કમનસીબ ખેલાડીઓ જેમને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તક જ ના મળી, એકના નામે તો 2218 વિકેટ
ચોથી ક્વાર્ટર મેચ
કેપ્ટન હરમનપ્રીતે ડ્રેગ ફિલક પર તેનો ત્રીજો ગોલ અને ભારત માટે ચોથો ગોલ માર્યો. ત્યાર બાદ બંને ટીમમાંથી કોઈએ ગોલ માર્યા નહીં. ભારતે ડિફેન્સમાં ખૂબ જ સારી રમત દેખાડી અને ચીનને કાઉન્ટર એટેક કરી ગોલ રોકવા પર સફળતા હાંસલ કરી.
ત્રીજી ક્વાર્ટર મેચ
ત્રીજા ક્વાર્ટરમાં ભારત 2-1ની રેન્ક પર ઉતર્યો,પણ ડ્રેગ ફ્લિકથી એક ગોલ ફટકાર્યા બાદ બે ગોલ ગુમાવી દીધા. ચીને શાનદાર વાપસી કરી અને ભારતીય ડિફેન્સ પર સતત દબાણ રાખ્યું. કાઉન્ટર એટેક સાથે તેના ખેલાડીઓએ શાનદાર ડ્રિબલિંગનું પ્રદર્શન કર્યું. આ ક્વાર્ટરમાં હરમનપ્રીત સિંહે એક ગોલ કર્યો. ચીન તરફથી ચેન બેનહાઈ અને ગાઓ જિયેશેંગે ગોલ ફટકાર્યો.
બીજા ક્વાર્ટરની રમત
બીજા ક્વાર્ટરની રમતમાં ભારતીય ટીમે હાઇ ટાઈમ સુધી 2-1થી શાનદાર વાપસી કરી હતી. આ દરમિયાન હરમનપ્રીત અને જુગરાજે ડ્રેગ ફિલક પર બે ગોલ ફટકાર્યા હતા.
પહેલા ક્વાર્ટરની રમત
ભારતે પહેલી ક્વાર્ટરમાં સારી શરૂઆત કરી હતી અને બોલને ગોલ ફટકાર્યો હતો પણ અમ્પાયરે ફાઉલ આપ્યો હતો. પછી ચીને વાપસી કરી અને શરૂઆતમાં ગોલ સાથે 1-0થી આગળ વધી.








