Sports

5 કમનસીબ ખેલાડીઓ જેમને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તક જ ના મળી, એકના નામે તો 2218 વિકેટ

By GS TEAM
29 Aug 20252 mins read
TukuTouch Logo
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જગ્યા મેળવવા માટે એક માત્ર માર્ગ ઘરેલું ક્રિકેટ હોય છે. જ્યારે કોઈ ખેલાડી ડોમેસ્ટિક મેચોમાં સારુ પ્રદર્શન કરે છે તો પસંદગીકર્તાની નજર તેના પર પડે છે. ત્યાર બાદ જ ઈન્ટરનેશનલ મેચોમાં તક મળે છે. જો કે, કેટલાક એવા બદકિસ્મત ખેલાડીઓ છે, જેઓ તેમના કરિયરમાં ઘરેલુ ક્રિકેટમાં દમદાર પ્રદર્શન કરતા રહે છે તેમ છતાં પણ ઈન્ટરનેશનલમાં ડેબ્યૂની તક નથી મળતી, અમે આજે તમને 5 એવા ખેલાડીઓની બદકિસ્મત ખેલાડીઓ વિશે વાત કરીએ છીએ.

Summarized by AI; it may make mistakes. Check important info

5 કમનસીબ ખેલાડીઓ જેમને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તક જ ના મળી, એકના નામે તો 2218 વિકેટ

Unlucky Cricketers: ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જગ્યા મેળવવા માટે એક માત્ર માર્ગ ઘરેલું ક્રિકેટ હોય છે. જ્યારે કોઈ ખેલાડી ડોમેસ્ટિક મેચોમાં સારુ પ્રદર્શન કરે છે તો પસંદગીકર્તાની નજર તેના પર પડે છે. ત્યાર બાદ જ ઈન્ટરનેશનલ મેચોમાં તક મળે છે. જો કે, કેટલાક એવા બદકિસ્મત ખેલાડીઓ છે, જેઓ તેમના કરિયરમાં ઘરેલુ ક્રિકેટમાં દમદાર પ્રદર્શન કરતા રહે છે તેમ છતાં પણ ઈન્ટરનેશનલમાં ડેબ્યૂની તક નથી મળતી, અમે આજે તમને 5 એવા ખેલાડીઓની બદકિસ્મત ખેલાડીઓ વિશે વાત કરીએ છીએ. 

આ પણ વાંચો: 'બ્રોન્કો ટેસ્ટ રોહિત શર્માને વન-ડેમાંથી બહાર કરવાનું ષડયંત્ર...', પૂર્વ ક્રિકેટરનો દાવો


જેમી કોક્સ, ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાના જેમી કોક્સને ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી નથી. તેમણે 1987 થી 2005 સુધી ઘરેલુ ક્રિકેટ રમી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 51 સદી ફટકારી હતી. તેણે 18 હજારથી વધુ રન કર્યા છે. એ પછી પણ તેણે ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ કર્યું નથી.

રાજિન્દર ગોયલ - ભારત

રાજિન્દર ગોયલ રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ડાબોડી સ્પિનર ​​ગોયલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમાયેલી 157 મેચમાં 750 વિકેટ લીધી હતી. તે હરિયાણા માટે રમે છે. તે ક્યારેય ભારતીય ટીમ માટે રમ્યો નથી.

રાજિન્દર ગોયલ - ઈંગ્લેન્ડ

ઇંગ્લેન્ડનો ડોન શેફર્ડ મધ્યમ ગતિનો બોલર હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 2218 વિકેટ તેના નામે નોંધાયેલી છે. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, જેને ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તક મળી નથી.

ફ્રેન્કલિન સ્ટીફનસન- વેસ્ટઈંડીઝ

ફ્રેન્કલિન સ્ટીફનસન મધ્યમ ક્રમનો વિસ્ફોટક બેટર તેમજ ફાસ્ટ બોલર હતો. તે ક્રિકેટમાં ધીમા બોલનો ઉપયોગ શરૂ કરનાર હતો. ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ A ક્રિકેટને જોડીને, તેણે 13 હજારથી વધુ રન બનાવ્યા અને 1240 વિકેટ લીધી. હજુ પણ વેસ્ટ ઈન્ડિઝ તરફથી રમી શક્યો નથી.

આ પણ વાંચો: રોજર બિન્નીએ BCCIના અધ્યક્ષે પદેથી રાજીનામું આપ્યાના અહેવાલ, જાણો કોણે કમાન સંભાળી?

અમોલ મજુમદાર- ભારત

મુંબઈના અમોલ મજુમદારે પોતાની પહેલી ફર્સ્ટ ક્લાસ મેચમાં 260 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 48 ની સરેરાશથી 11000 થી વધુ રન બનાવ્યા હતા. 30 સદી ફટકારી પણ ભારત માટે રમી શક્યો નહીં. સચિન, દ્રવિડ, લક્ષ્મણ અને ગાંગુલી જેવા બેટરને કારણે, મધ્યમ ક્રમમાં તેના માટે કોઈ સ્થાન નહોતું.