Sports

ભારતની બેટિંગ ડોબરમેન કૂતરા જેવી..., દિનેશ કાર્તિકનું અજીબ ઉદાહરણ સાંભળી હસી પડ્યા લોકો, વીડિયો વાઇરલ

By GS TEAM
26 Jun 20252 mins read
TukuTouch Logo
લીડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 5 સેન્ચુરી ફટકારી હોવા છતાં પણ 5 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે, ભારત હવે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 0-1 થી પાછળ છે. લીડ્સ ટેસ્ટ દરમિયાન જ, દિનેશ કાર્તિકે ટીમ ઈન્ડિયાની બેટિંગની તુલના ડોબરમેન કૂતરા સાથે કરી હતી. હવે પ્રશ્ન એ છે કે આ સરખામણી શા માટે કરવામાં આવી? તો જાણીએ.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની બેટિંગ ડોબરમેન કૂતરા જેવી..., દિનેશ કાર્તિકનું અજીબ ઉદાહરણ સાંભળી હસી પડ્યા લોકો, વીડિયો વાઇરલ

India Batting is like a Doberman Dog: લીડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 5 સેન્ચુરી ફટકારી હોવા છતાં પણ 5 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે, ભારત હવે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 0-1 થી પાછળ છે. લીડ્સ ટેસ્ટ દરમિયાન જ, દિનેશ કાર્તિકે ટીમ ઈન્ડિયાની બેટિંગની તુલના ડોબરમેન કૂતરા સાથે કરી હતી. હવે પ્રશ્ન એ છે કે આ સરખામણી શા માટે કરવામાં આવી? તો જાણીએ.

ટીમ ઈન્ડિયાનો લોઅર ઓર્ડર બંને ઇનિંગ્સમાં નિષ્ફળ ગયો

ભારત પહેલી ઇનિંગ્સમાં 471 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. 3 સેન્ચુરી જોતાં એવું લાગતું હતું કે ભારતીય ટીમ સરળતાથી 600+ રન બનાવશે, પરંતુ 18 રનમાં છેલ્લી 5 વિકેટ પડી ગઈ. જ્યારે, ભારતે બીજી ઇનિંગ્સમાં 5 વિકેટ ગુમાવીને 333 રન બનાવ્યા અને ફરીથી છેલ્લી 6 વિકેટ 31 રનમાં પડી ગઈ.

દિનેશ કાર્તિકે ટીમ ઇન્ડિયાની મજાક ઉડાવી

દિનેશ કાર્તિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર  વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે એક વાઇરલ મીમનો ઉલ્લેખ કરીને ભારતીય ટીમના લોઅર બેટિંગ ઓર્ડર પર નિશાન સાધી રહ્યો છે. લોઅર ઓર્ડર વિષે વાત કરતા દિનેશે કહ્યું કે, 'મે સોશિયલ મીડિયા પર એક મીમ જોયું, જેમાં ભારતીય બેટિંગ લાઇનઅપની તુલના ડોબરમેન કૂતરા સાથે કરવામાં આવી છે. કારણ કે ડોબરમેન કૂતરાનું મોં પહોળું હોય છે, જ્યારે વચ્ચેનો ભાગ સામાન્ય છે, પરંતુ જેની પૂંછડી નથી.' દિનેશ કાર્તિકનું આ ઉદાહરણ સાંભળીને બધા હસવા લાગ્યા હતા. 

આ પણ વાંચો: સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવનો હોસ્પિટલમાં દાખલ ફોટો જોઈ ફેન્સ ચિંતિત! જાણો શું છે મામલો

દિનેશ કાર્તિકે આ કારણસર ડોબરમેન સાથે તુલના કરી હોઈ શકે છે 

હવે પ્રશ્ન એ છે કે દિનેશ કાર્તિકે ભારતીય બેટિંગની સરખામણી ડોબરમેન કૂતરા સાથે કેમ કરી? શું ખરેખર ભારતની બેટિંગમાં જવાબ છુપાયેલો છે? જાણીએ...

દિનેશ કાર્તિકે હેડને સારું ગણાવ્યું હતું. હેડનો અર્થ ભારતીય બેટિંગ ઓર્ડરમાં ટોપ ઓર્ડર થાય છે. જો આપણે લીડ્સમાં રમાયેલી ભારતની બંને ઇનિંગ્સ પર નજર કરીએ તો ટોપ ઓર્ડરનો રમત સારી રહી હતી. બંને ઇનિંગ્સમાં ટોપ ઓર્ડરના કેટલાક બેટર્સે સેન્ચુરી ફટકારી હતી. જેમકે યશસ્વી અને ગિલે પહેલી ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારી હતી, તો કેએલ રાહુલે આવીને બીજી ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારી હતી.

ડોબરમેનના મધ્ય ભાગને સામાન્ય ગણાવવામાં આવ્યો છે. તેનો અર્થ એમ કે મધ્યમ ક્રમ જયારે રિષભ પંતે આવ્યો ત્યારે તેણે સ્કોર બોર્ડમાં ઘણા રન ઉમેર્યા છે. તેણે બંને ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારી હતી. તેમના સિવાય, જાડેજા અને કરુણ નાયરે પણ કેટલાક રન બનાવ્યા છે.

ડોબરમેન કૂતરાઓને પૂંછડી હોતી નથી. જો આપણે ટીમ ઈન્ડિયાના સંદર્ભમાં જોઈએ તો, તેના લોઅર ઓર્ડરના ખેલાડીઓ નિષ્ફળ રહ્યા છે. લોઅર ઓર્ડરના ખરાબ પ્રદર્શનના કારણે, ભારતનો સ્કોરબોર્ડ થોડા રનથી ઓછો પડી ગયો.