સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવનો હોસ્પિટલમાં દાખલ ફોટો જોઈ ફેન્સ ચિંતિત! જાણો શું છે મામલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Images Sourse: Instagram |
Suryakumar Yadav Undergoes Successful Sports Hernia Surgery: ભારતીય ટીમના ટી20 કેપ્ટન અને સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવની જર્મનીમાં સ્પોર્ટ્સ હર્નિયાની સફળ સર્જરી થઈ છે. આ અંગે 34 વર્ષીય સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોનો માહિતી આપી છે. અહેવાલો અનુસાર, આ સર્જરી પછી તેમને થોડા દિવસ આરામ કરવો પડશે.
સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને લખ્યું કે, 'પેટના જમણા ભાગમાં સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરવામાં આવી છે. મને જણાવતા આનંદ થાય છે કે સફળ સર્જરી પછી હું સ્વસ્થ થઈ રહ્યો છું. ક્રિકેટના મેદાનમાં વહેલી તકે પાછો ફરીશ.'
છેલ્લા 3 વર્ષમાં સૂર્યકુમારની ત્રીજી સર્જરી
છેલ્લા 3 વર્ષમાં સૂર્યકુમારની આ ત્રીજી સર્જરી છે. વર્ષ 2023માં તેમની પગની ઘૂંટીની સર્જરી થઈ હતી, જ્યારે વર્ષ 2024માં પણ સ્પોર્ટ્સ હર્નિયા માટે આ જ સર્જરી થઈ હતી. હવે ફરી એકવાર તેમને એ જ સમસ્યા માટે સર્જરી કરાવવી પડી છે.
સૂર્યકુમાર બાંગ્લાદેશ સામે ટી20 સીરિઝ રમી શકે છે
ભારતીય ટીમ ઓગસ્ટમાં ટી20 સીરિઝ માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાની છે, જેના માટે સૂર્યકુમાર ચોક્કસપણે ઉપલબ્ધ રહેશે. IPL 2025માં તેમણે તેની ટીમ માટે ખૂબ જ પ્રદર્શન કર્યું હતું. તે 16 મેચોમાં 65.18 ની સરેરાશ અને 167.91 ના સ્ટ્રાઇક રેટથી 717 રન બનાવવામાં સફળ રહ્યો હતો. તેમણે IPL 2025માં 5 અડધી સદી પણ ફટકારી હતી, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 73* છે.










