Get The App

શ્રીલંકા વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર, તિલક વર્મા કેપ્ટન... 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને પણ મળ્યું સ્થાન

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
શ્રીલંકા વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર, તિલક વર્મા કેપ્ટન... 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને પણ મળ્યું સ્થાન 1 - image


India A Squad Announced for Sri Lanka Tour: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ જૂન 2026માં શ્રીલંકામાં યોજાનારી ટ્રાઈ નેશન વનડે સીરિઝ માટે 'ઈન્ડિયા A' ટીમની જાહેરાત કરી છે. આ માટે સિલેક્શન કમિટીએે યુવા ખેલાડીઓની 15 સદસ્યોની ટીમ પસંદ કરી છે, જેના કેપ્ટન તરીકે તિલક વર્માને જવાબદારી સોંપવામાં આવી છે.

ટ્રાઈ નેશન વનડે સીરિઝ માટે 'ઈન્ડિયા A' ટીમની જાહેરાત

જ્યારે 'ઈન્ડિયા A' ટીમના વાઈસ કેપ્ટન તરીકે રિયાન પરાગ રહેશે. જેમાં સૌથી મોટી વાત એ છે કે, આ ટીમમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને મોંકો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, પંજાબ કિંગ્સના બેટર પ્રિયાંશ આર્યને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

મર્યાદિત ઓવરની સીરિઝ દામ્બુલામાં રમાશે

આ ટ્રાઈ સીરિઝમાં ઈન્ડિયા A ઉપરાંત, શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A ટીમો ભાગ લેશે. આ મર્યાદિત ઓવરની સીરિઝ દામ્બુલામાં રમાશે. ત્યારબાદ ઈન્ડિયા A ટીમ શ્રીલંકા A સામે બે મલ્ટી-ડે મેચ પણ રમશે. જ્યારે રેડ-બોલ સીરિઝ માટે એક અલગ ટીમની જાહેરાત પછીથી કરવામાં આવશે. મલ્ટી-ડે મેચો ગૉલમાં યોજાશે.

ટીમ ઈન્ડિયામાં ઘણા યુવા ખેલાડીઓ છે, જેમણે ઘરેલુ ક્રિકેટ અને 2026 IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્ય, આયુષ બદોની, નિશાંત સિંધુ અને હર્ષ દુબે જેવા નામોનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રભસિમરન સિંહ અને કુમાર કુશાગ્રને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

કોણ રહેશે બોલર્સ અને ઓલરાઉન્ડર

બોલિંગ વિભાગમાં યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કંબોજ અને અરશદ ખાનને તક આપવામાં આવી છે. જ્યારે ઓલરાઉન્ડર વિકલ્પો તરીકે રિયાન પરાગ, નિશાંત સિંધુ, હર્ષ દુબે અને વિપરાજ નિગમ ટીમને સંતુલન પૂરું પાડશે.

આ પણ વાંચો: 'એક દિવસ બધુ ખતમ થઈ જશે...' IPLમાં 9મી સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી ઈમોશનલ થયો

ઈન્ડિયા A સ્ક્વોડઃ તિલક વર્મા(કેપ્ટન), પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ (વાઈસ-કેપ્ટન), આયુષ બદોની, નિશાંત સિંધુ, હર્ષ દુબે, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), વિપરાજ નિગમ, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કંબોજ, અરશદ ખાન.