Sports

IND vs ZIM : ભારતનો વિજય... ઝિમ્બાબ્વેને હરાવ્યું, બે રેકોર્ડ નોંધાવ્યા, હવે વેસ્ટ ઈન્ડિઝ સામે ટક્કર

By GS Team
26 Feb 20263 mins read
TukuTouch Logo
T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડમાં આજે(26 ફેબ્રુઆરી) ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મહામુકાબલો છે. ઝિમ્બાબ્વેની ટીમ પહેલીવાર ભારતની ધરતી પર રમી રહી છે. ઝિમ્બાબ્વેએ ટોસી જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs ZIM : ભારતનો વિજય... ઝિમ્બાબ્વેને હરાવ્યું, બે રેકોર્ડ નોંધાવ્યા, હવે વેસ્ટ ઈન્ડિઝ સામે ટક્કર

IND vs ZIM T20 WC 2026 Super-8 Live Score : આઈસીસી T20 વર્લ્ડકપ 2026માં ભારતીય ટીમે ઈતિહાસ રચતા ઝિમ્બાબ્વે સામે 72 રને ભવ્ય વિજય મેળવ્યો છે. સુપર-8 તબક્કાની આ નિર્ણાયક મેચમાં અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યાની તોફાની અડધી સદીઓની મદદથી ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 256 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર છે. આ જીત સાથે ભારતે સેમિફાઈનલની રેસમાં મજબૂત વાપસી કરી છે અને પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન સુધાર્યું છે. અર્શદીપ સિંહની ત્રણ વિકેટ અને બેટ્સમેનોના શાનદાર પ્રદર્શને ભારતને આ યાદગાર જીત અપાવી છે.

અભિષેક અને હાર્દિકની ફિફ્ટીએ અપાવી જીત

ભારતીય ઇનિંગ્સમાં સંજુ સેમસને 15 બોલમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 30 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને 55 રનનું યોગદાન આપ્યું હતું. ઈશાન કિશને 24 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 38 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે માત્ર 13 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 33 રન ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યાએ 23 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 50 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 16 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને અણનમ 44 રન ઉમેર્યા હતા. આમ, ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 256 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

ઝિમ્બાબ્વેનો નગારાવા ખર્ચાળ બોલર

ઝિમ્બાબ્વેના બોલરોમાં રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝારાબાની, ટિનોટેન્ડા માપોસા અને સિકંદર રઝાએ 1-1 વિકેટ ઝડપી હતી. જ્યારે બ્રેડ ઇવાન્સ, બ્રાયન બેનેટ અને રયાન બર્લને કોઈ સફળતા મળી નહોતી. રિચાર્ડ નગારાવાએ પોતાની 4 ઓવરના સ્પેલમાં સૌથી વધુ 62 રન આપ્યા હતા. તે સિવાય બ્રેડ ઇવાન્સે પણ 4 ઓવરમાં ૫૨ રન ખર્ચ્યા હતા.

ઝિમ્બાબ્વેના બેનેટના 97 રન, સદી ચુક્યો

ઝિમ્બાબ્વેની બેટિંગ વિગતો મુજબ બ્રાયન બેનેટ 59 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 97 રન બનાવી અણનમ રહ્યો હતો. તાડિવાનાશે મારુમાનીએ 20 બોલમાં 2 છગ્ગા સાથે 20 રન કર્યા હતા જ્યારે ડીયોન માયર્સે 9 બોલમાં કોઈ ચોગ્ગા કે છગ્ગા વગર 6 રન બનાવ્યા હતા. સિકંદર રઝાએ 21 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 31 રનનું યોગદાન આપ્યું હતું જ્યારે રાયન બર્લ 2 બોલ રમીને શૂન્ય રને આઉટ થયો હતો. ટોની મુન્યોન્ગાએ 6 બોલમાં 2 ચોગ્ગા સાથે 11 રન અને તાશિંગા મુસેકીવાએ 4 બોલમાં 1 છગ્ગાની મદદથી 7 રન બનાવ્યા હતા તથા બ્રેડ ઇવાન્સ 1 બોલમાં 1 રન બનાવી અણનમ રહ્યો હતો.

અર્શદીપ સિંહની ત્રણ વિકેટ

ભારતીય બોલિંગ પ્રદર્શનમાં અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી જ્યારે વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ અને શિવમ દુબેએ 1-1 વિકેટ મેળવી હતી. હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહે આ મેચમાં કોઈ પણ વિકેટ લીધી ન હતી. બોલિંગ આંકડાઓ પર નજર કરીએ તો શિવમ દુબે સૌથી મોંઘો સાબિત થયો હતો જેણે પોતાની 2 ઓવરમાં સૌથી વધુ 46 રન આપ્યા હતા.

ભારતે ઈતિહાસ રચ્યો, બે રેકોર્ડ નોંધાવ્યો

1... ભારતે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો : ભારતે અત્યાર સુધી રમેલા ટી20 વર્લ્ડકપમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર નોંધાવી ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ અગાઉ વર્ષ 2007માં ઈંગ્લેન્ડ સામે હાઈએસ્ટ 218 રન નોંધાવ્યા હતા, ત્યારે આજે (26 ફેબ્રુઆરી) ઝિમ્બાબ્વે સામે ભારતે ચાર વિકેટે 256 રન નોંધાવી પોતાનો જ સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 

2... વર્લ્ડકપ-2026માં નોંધાવ્યો સર્વોચ્ચ સ્કોર : આ ઉપરાંત ભારતે T20 વર્લ્ડકપ-2026માં પણ ઈતિહાસ રચ્યો છે. આ વર્લ્ડકપમાં ભારતે ઝિમ્બાબ્વે સામે 254 ફટકારી સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો છે. અગાઉ વેસ્ટ ઈન્ડિઝની ટીમે 23 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે આ વર્લ્ડકપમાં સર્વોચ્ચ 254 રન નોંધાવ્યા હતા.

ભારતની સેમિ ફાઈનલમાં જવાની આશા વધી, ઝિમ્બાબ્વે બહાર

ભારતે આજે ઝિમ્બાબ્વેને હરાવ્યા બાદ સેમિફાઈનલની રેસમાં જોરદાર વાપસી કરી છે. હવે ભારત 2 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા ક્રમે છે. આ મોટી જીતને કારણે ભારતનો નેટ રન રેટ (NRR) જે પહેલા -3.800 હતો, તે હવે સુધરીને -0.100 થઈ ગયો છે. ઝિમ્બાબ્વે આ હાર સાથે સેમિફાઈનલની રેસમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગયું છે. હવે ભારતની આગામી મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે છે, જે જીત્યા બાદ ભારત સેમિફાઈનલમાં પહોંચી શકશે.