VIDEO : નીતિશ રેડ્ડી બન્યો સુપરમેન, હવામાં ડાઈવ લગાવી પકડ્યો અદભૂત કેચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs WI Test Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને 162 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 448/5 પર પોતાની ઇનિંગ ડિકલેર કરી દીધી છે. એટલે કે, ભારતીય ટીમને પ્રથમ ઈનિંગના આધારે 286 રનની જંગી લીડ મળી છે.
આમ જોવા જઈએ તો ભારતની પ્રથમ ઈનિંગમાં ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને બેટિંગ કરવાની તક ન મળી પરંતુ તેણે મેદાન પર ફિલ્ડર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું. નીતિશે વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના બોલ પર ઓપનર બેટ્સમેન તેજનારાયણ ચંદ્રપોલની શાનદાર કેચ પકડી.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗖𝗔𝗧𝗖𝗛. 👏
— BCCI (@BCCI) October 4, 2025
Nitish Kumar Reddy grabs a flying stunner 🚀
Mohd. Siraj strikes early for #TeamIndia ☝️
Updates ▶️ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank | @NKReddy07 pic.twitter.com/1Bph4oG9en
નીતિશ રેડ્ડી બન્યો સુપરમેન
વેસ્ટ ઈન્ડિઝની બીજી ઇનિંગની આઠમી ઓવરમાં આ ઘટના બની હતી. મોહમ્મદ સિરાજે પોતાનો બીજો બોલ આ ઓવરમાં થોડો શોર્ટ ફેંક્યો હતો. તેજનારાયણ ચંદ્રપોલે બોલને પુલ કરવાનો પ્રયાસ કર્યો. શોટનો ટાઈમિંગ બરાબર ન હતો અને બોલ બેટ સાથે અથડાયને સ્ક્વેર લેગની ડાબી બાજુ ગયો. ત્યાં હાજર નીતિશ કુમાર રેડ્ડીએ હવામાં ડાઈવ લગાવીને બંને હાથે અદભૂત કેચ પકડી લીધી. ચંદ્રપોલ માત્ર 8 રન જ બનાવી શક્યો.
નીતિશ રેડ્ડીનું ઈન્ટરનેશનલ કરિયર
નીતિશ રેડ્ડીએ ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં 8 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 28.58ની એવરેજથી 343 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો બેસ્ટ સ્કોર 114 રનનો રહ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ ટેસ્ટમાં જાડેજાનો તરખાટ, વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 54/5, ટીમ ઈન્ડિયા જીત તરફ અગ્રેસર
જમણા હાથના ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ ટેસ્ટ ક્રિકેટમાં 37.62ની એવરેજથી આઠ વિકેટ પણ ઝડપી છે. 22 વર્ષીય ખેલાડીએ ચાર T20 ઈન્ટરનેશનલ મેચોમાં 90 રન બનાવ્યા છે અને ત્રણ વિકેટ ઝડપી છે.









