Get The App

IND vs PAK: ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી, U19 એશિયા કપમાં 90 રને વિજય; એરોન જ્યોર્જ છવાયો

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
IND vs PAK: ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી, U19 એશિયા કપમાં 90 રને વિજય; એરોન જ્યોર્જ છવાયો 1 - image



IND vs PAK U19 Asia Cup: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે(14 ડિસેમ્બર) ICC એકેડમી ગ્રાઉન્ડ પર ગ્રુપ સ્ટેજની અન્ડર-19 એશિયા કપની મેચ રમાઈ હતી. જેમાં ભારત 90 રનથી જીત્યું છે. જણાવી દઈએ કે, પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ 26.1 ઓવરમાં 240 રન બનાવીને સમેટાઈ ગઈ હતી. ત્યારબાદ પાકિસ્તાનની ટીમ 41.2 ઓવરમાં માત્ર 150 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. વરસાદના કારણે આ મેચ 49-49 ઓવરની હતી. એરોન જ્યોર્જ 88 બોલમાં 85 રનની ઈનિંગ રમી. ત્યારે, કનિષ્ક ચૌહાણે 46 રન બનાવ્યા. કેપ્ટન આયુષ મ્હાત્રે 38 રનની ઈનિંગ રમી હતી. 

નો હેન્ડશેક પોલિસી યથાવત્!

અન્ડર 19 મેચમાં નો હેન્ડશેક પોલિસી યથાવત્ જોવા મળી હતી. ટોસ સમયે ન તો મ્હાત્રેએ અને ન તો પાકિસ્તાનના કેપ્ટને હાથ મિલાવ્યો. BCCIએ ક્રિકેટમાં રાજનીતિક ટેન્શનને દૂર રાખવાની ICCની અપીલ છતાં પોતાની નો-હેન્ડશેક પોલિસી પર ફરીથી વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો.

બંને ટીમની પ્લેઈંગ 11

 ભારત અન્ડર-19: આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, એરોન જ્યોર્જ, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડૂ (વિકેટકીપર), કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ, દીપેશ દેવેન્દ્રન, કિશન સિંહ, હેનિલ પટેલ.

• પાકિસ્તાન અન્ડર-19: ઉસ્માન ખાન, સમીર મિન્હાસ, અલી હસન બલોચ, અહેમદ હુસૈન, ફરહાન યૂસુફ (કેપ્ટન), હમઝા ઝહૂર (વિકેટકીપર), હુઝૈફા અહસાન, નિકાબ શફીક, અબ્દુલ શુભાન, મોહમ્મદ સય્યામ, અલી રઝા.

Tags :