LIVE IND vs NZ: ભારત સિરિઝ જીતવાની સાથે ODI રેન્કિંગમાં નં.1 બન્યું, ન્યુઝીલેન્ડને 90 રને હરાવ્યું
ભારતીય ટીમ ICC ODI રેન્કિંગમાં નંબર-1 ટીમ બની
ત્રીજી વન-ડેમાં ભારતે ન્યુઝીલેન્ડને 90 રને હરાવ્યું
Image - ICC Twitter |
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ઇન્દોરમાં ત્રીજી વનડે મેચમાં ભારતે ન્યુઝીલેન્ડની ટીમને 90 રને હરાવ્યું છે. આ સાથે ભારત ODI Team Rankingsમાં પણ નંબર-1 બની ગયું છે. દરમિયાન ન્યુઝીલેન્ડની ટીમને ક્લિન સ્વીપ કરી ભારતે સિરિઝ પોતાના નામે કરી દીધી છે. ભારતના 385 રનના ટાર્ગેટ સામે ન્યુઝીલેન્ડની ટીમ 41.2 ઓવરમાં 295 રન કરી ઓલઆઉટ થઈ જતા ભારતની 90 રને જીત થઈ છે.
ભારતના 50 ઓવરમાં 9 વિકેટે 385 રન
રમાઈ રહી છે, ત્યારે ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ જીતવા માટે 386 રનનું વિશાળ લક્ષ્ય આપ્યું હતું. ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 385 રન કર્યા છે. ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને શુભમન ગીલની ધમાકેદાર બેટીંગ સાથે સદી જ્યારે હાર્દિક પંડ્યાની ફિફ્ટીના કારણે ભારત ન્યુઝીલેન્ડ સામે મજબુત સ્કોર ઉભો કરી શક્યું હતું. આ અગાઉ ન્યુઝીલેન્ડે ટોસ જીતી પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
- ન્યુઝીલેન્ડનો સ્કોર : 41.1 ઓવરમાં 295/10
- ન્યુઝીલેન્ડનો સ્કોર : 40 ઓવરમાં 280/9
- ન્યુઝીલેન્ડનો સ્કોર : 35 ઓવરમાં 255/6
- ન્યુઝીલેન્ડનો સ્કોર : 30 ઓવરમાં 217/5
- ન્યુઝીલેન્ડનો સ્કોર : 25 ઓવરમાં 184/2
- ન્યુઝીલેન્ડનો સ્કોર : 20 ઓવરમાં 136/2
- ન્યુઝીલેન્ડનો સ્કોર : 15 ઓવરમાં 107/2
- ન્યુઝીલેન્ડનો સ્કોર : 10 ઓવરમાં 73/1
- ન્યુઝીલેન્ડનો સ્કોર : 05 ઓવરમાં 22/1
- ભારતનો સ્કોર : 50 ઓવરમાં 385/9
- ભારતનો સ્કોર : 45 ઓવરમાં 325/6
- ભારતનો સ્કોર : 40 ઓવરમાં 298/5
- ભારતનો સ્કોર : 35 ઓવરમાં 273/3
- ભારતનો સ્કોર : 30 ઓવરમાં 243/2
- ભારતનો સ્કોર : 25 ઓવરમાં 205/0
- ભારતનો સ્કોર : 20 ઓવરમાં 165/0
- ભારતનો સ્કોર : 15 ઓવરમાં 128/0
- ભારતનો સ્કોર : 10 ઓવરમાં 82/0
- ભારતનો સ્કોર : 05 ઓવરમાં 31/0
ભારતીય ટીમનો સ્કોર
ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો રોહિત શર્મા અને શુભમન ગીલની ધમાકેદાર સદી તેમજ હાર્દિક પંડ્યા 38 બોલમાં 54 રનની મદદથી ભારતીય ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 385 રન કરવામાં સફળ રહી હતી. જ્યારે અન્ય ખેલાડીઓની વાત કરીએ તો વિરાટ કોહલી 36 રન, ઈશાન કિશન 17 રન, સૂર્યકુમરા યાદવ 14 રન, વોશિંગ્ટન સુંદર 9 રન, શાર્દુક ઠાકુર 25 રન, કુલદીપ યાદવ 3 રન જ્યારે ઉમરાન મલીકના અણનમ 2 રન કર્યા હતા.
ન્યુઝીલેન્ડ તરફથી જેકબ ડ્યુફી અને બ્લેર ટિકનરે 3-3 વિકેટ જ્યારે માઈકલ બ્રેસવેલે 1 વિકેટ ખેરવી હતી.
શુભમન ગીલ 112 રને આઉટ
શુભમન ગીલ 112 રન બનાવી આઉટ થયો છે. ગીલ બ્લેર ટિકનરની બોલિંગમાં ડેવોન કોનવેને કેચ આપી બેઠો હતો. ગીલે 5 સિક્સ, 13 ફોર સાથે 78 બોલમાં 112 રન ફટકાર્યા હતા. આ સાથે ભારતની 230 રને બીજી વિકેટ પડી છે.
શુભમન ગીલની ચોથી સદી
શુભમન ગીલ પણ શરૂઆતથી જ ધમાકેદાર બેટીંગ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન શુભમન ગીલે પણ 4 સિક્સ અને 13 ફોર સાથે 73 બોલમાં 103 રન ફટકારી સદી પુરી કરી છે. આ સાથે તેણે ODI ક્રિકેટ કારકિર્દીની ચોથી સદી પુરી કરી છે.
રોહિત શર્મા સદી ફટકારી આઉટ
આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં ભારતીય ઓપનર રોહિત શર્મા અને શુભમન ગીલની ધમાકેદાર મેચ જોવા મળી. આ દરમિયાન બંને બેટ્સમેનોએ મેદાનની ચારેકોર ફોર-સિક્સ કરી પ્રેક્ષકોને ખુશ કરી દીધા છે. રોહિત શર્માએ ધમાકેદાર શરૂઆત કરી તેની 30મી સદી પૂરી કરી છે. દરમિયાન રોહિત શર્માએ 6 સિક્સ અને 9 ફોર સાથે 85 બોલમાં 101 રન ફટકારી આઉટ થયો છે. રોહિતને ન્યુઝીલેન્ડના બોલર બ્રેસેવેલે બોલ્ડ આઉટ કર્યો છે. આ સાથે શુભમન ગીલ અને રોહિત શર્મા વચ્ચે ધમાકેદાર 212 રનની પાર્ટનરશીપ થઈ હતી.
ભારતીય ટીમમાં બે ફેરફાર
ભારતીય સુકાની રોહિત શર્માએ ત્રીજી વનડે માટે પ્લેઈંગ-11માં બે મોટા ફેરફાર કર્યા છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને આરામ અપાયો છે. આ બંને ખેલાડીઓના સ્થાને ઝડપી બોલર ઉમરાન મલિક અને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને તક અપાઈ છે.
બંને ટીમોની પ્લેઈંગ-11
ભારત : રોહિત શર્મા (સુકાની), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક
ન્યુઝીલેન્ડ : ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (વિકેટ કીપર અને સુકાની), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન, જેકબ ડફી, બ્લેર ટિકનર
ઈન્દોરમાં ભારતનો અજેય રેકોર્ડ
હોલકર સ્ટેડીયમ બેટિંગ માટે અનુકુળ માનવામાં આવે છે. ભારતીય ટીમ માટે આ મેદાન ખુબ અનુકુળ સાબિત થયું છે. ઇન્ડિયન ટીમે આ મેદાન પર 5 વનડે મેચો રમી છે અને બધી મેચોમાં વિજય મેળવી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ ટીમના અત્યાર સુધીના રેકોર્ડો
- ભારત (સૌથી વધુ સ્કોર) વિ. ન્યુઝીલેન્ડ: 392/4 (50) - ભારત 58 રનથી જીત્યું (ક્રિસ્ટચર્ચ, માર્ચ 2009)
- ભારત (સૌથી ઓછો સ્કોર) વિ. ન્યુઝીલેન્ડ: 88 ઓલઆઉટ (29.3) - ન્યુઝીલેન્ડ 200 રનથી જીત્યું (દામ્બુલા, ઓગસ્ટ 2010)
- ન્યુઝીલેન્ડ (સૌથી વધુ સ્કોર) વિ. ભારત: 349/9 (50) - ન્યુઝીલેન્ડ 43 રનથી જીત્યું (રાજકોટ; નવેમ્બર 1999)
- ન્યુઝીલેન્ડ (સૌથી ઓછો સ્કોર) વિ. ભારત: 79 ઑલઆઉટ (21.3) - ભારત 190 રનથી જીત્યું (વિશાખાપટ્ટનમ, ઑક્ટોબર 2016)
- ભારત (સૌથી વધુ વ્યક્તિગત સ્કોર) વિ. ન્યુઝીલેન્ડ: શુભમન ગીલ 208 (149) (હૈદરાબાદ, જાન્યુઆરી 2023)
- ભારત (શ્રેષ્ઠ બોલિંગ) વિ. ન્યુઝીલેન્ડ: અમિત મિશ્રા 5/18 (6.0) (વિશાખાપટ્ટનમ ઓક્ટોબર 2016)
- ન્યુઝીલેન્ડ (સૌથી વધુ વ્યક્તિગત સ્કોર) વિ. ભારત: ટોમ લાથમ 145* (130) (ઓકલેન્ડ નવેમ્બર 2022)
- ન્યુઝીલેન્ડ (શ્રેષ્ઠ બોલિંગ) વિ. ભારત: શેન બોન્ડ 6/19 (9.0) (બુલાવાયો ઓગસ્ટ 2005)
ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે કેટલી વન-ડે રમાઈ ?
- રમાયેલી મેચો: 115
- ભારત જીત્યું: 57
- ન્યુઝીલેન્ડ જીત્યું: 50
- કોઈ પરિણામ નથી: 7
- ડ્રો : 1
ભારતે ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ મેચો જીતી
ટીમ | કુલ મેચો | જીતી | હારી | ટાઈ | અનિર્ણિત |
ભારત | 115 | 57 | 50 | 1 | 7 |
ન્યુઝીલેન્ડ | 115 | 50 | 57 | 1 | 7 |
ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ સદી મામલે કોહલીને સેહવાગના રેકોર્ડની બરાબરી કરવાની તક
પ્લેયર | સમયગાળો | મેચ | રન | હાઈએસ્ટ | 100 | 50 |
વિરેન્દ્ર સેહવાગ (ભારત) | 2001-2010 | 23 | 1157 | 130 | 6 | 3 |
વિરાટ કોહલી (ભારત) | 2010-2023 | 27 | 1397 | 154* | 5 | 8 |
એસ્ટલ (ન્યુઝીલેન્ડ) | 1995-2005 | 29 | 1207 | 120 | 5 | 5 |
સચિન તેંડુલકર (ભારત) | 1990-2009 | 42 | 1750 | 186* | 5 | 8 |
કેર્ન્સ (ન્યુઝીલેન્ડ) | 1992-2005 | 32 | 838 | 115 | 3 | 1 |
સૌરવ ગાંગુલી (ભારત) | 1997-2005 | 32 | 1079 | 153* | 3 | 6 |
ટેલર (ન્યુઝીલેન્ડ) | 2009-2020 | 35 | 1385 | 112* | 3 | 8 |
ગૌતમ ગંભીર (ભારત) | 2009-2010 | 10 | 442 | 138* | 2 | 1 |
એમ.ડી.ક્રો (ન્યુઝીલેન્ડ) | 1985-1995 | 17 | 596 | 107* | 2 | 3 |
લેથમ (ન્યુઝીલેન્ડ) | 2016-2023 | 21 | 870 | 145* | 2 | 5 |
બીજી વન-ડેમાં ભારતની 8 વિકેટે જીત
ભારતીય ટીમે રાયપુરમાં રમાયેલી બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતુ. આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ બેટીંગ કરતા 34.3 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું તો ભારતીય ટીમે 20.1 ઓવરમં બે વિકેટ ગુમાવી 111 રન કરી મેચ પર જીત મેળવી હતી. આ મેચમાં રોહિત શર્માએ ધમાકેદાર બેટીંગ કરી 2 સિક્સ અને 7 ફોર સાથે 50 બોલમાં 51 રન કર્યા હતા. આ મેચ જીતવાની સાથે જ ભારત 2-0થી સિરિઝ જીતી ગયું હતું.
પ્રથમ વન-ડેમાં ભારતની 12 રને જીત
ભારત અને ન્યુઝીલેન્ડ ત્રણ વન-ડે સિરિઝની પ્રથમ મેચમાં ભારતને 12 રને વિજય થયો હતો. ભારતના 50 ઓવરમાં 8 વિકેટે 349 રનના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 337 રને ઓલઆઉટ થઈ જતા ન્યુઝીલેન્ડની 12 રને હાર થઈ હતી. ભારત તરફથી પ્રથમ બેટીંગ કરતા ન્યુઝીલેન્ડને જીતવા માટે 350 રનનું લક્ષ્ય આપ્યું હતું, જોકે ન્યુઝીલેન્ડની ટીમ આ ટાર્ગેટ પાર પાડવામાં સફળ રહી ન હતી. આ મેચમાં શુભમન ગીલ મેચનો હિરો બનીને ઉભરી આવ્યો છે. આ મેચમાં શુભમન ગીલની વિસ્ફોટક બેટીંગના કારણે ન્યુઝીલેન્ડ સામે ભારતે વિરાટ સ્કોર ઉભો કર્યો છે. આ મેચમાં શુભમન ગીલે 149 બોલમાં 19 ફોર અને 9 સિક્સની મદદથી 208 રન કરી રેકોર્ડો સર્જ્યા છે. તો ન્યુઝીલેન્ડ તફથી ડ્રેઈલી મિશેલ અને હેન્રી સિપ્લેએ 2-2 વિકેટ ઝડપી છે.