471 રન કરવા છતાં ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસનો શરમજનક રેકોર્ડ!
IND vs ENG Test Series: શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસની શાનદાર શરૂઆત કરી હતી. લીડ્સમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ ઉપરાંત યશસ્વી જયસ્વાલ અને રિષભ પંતે પણ સદી ફટકારી હતી. આ ત્રણ ખેલાડીઓની સદી છતાં ભારતે 471 રન બનાવ્યા. આ ઉપરાંત ભારતીય ટીમ નામે એક શરમજનક વિશ્વ રેકોર્ડ નોંધાયો છે. આ રેકોર્ડ ત્રણ બેટરની સદી ફટકાર્યા પછી સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થવાનો છે. અગાઉ આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના નામે હતો જે તેણે 2016 માં બનાવ્યો હતો.
અહેવાલો અનુસાર, બેટરની સદી ફટકાર્યા પછી સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ આ યાદીમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝનું પણ નામ છે. આ બંને ટીમના ત્રણ બેટરે સદી ફટકારી હોવા છતાં 500 રનનો આંકડો પાર કરી શકી નથી. નોંધનીય છે કે,લીડ્સમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 147 રન બનાવ્યા, જ્યારે રિષભ પંતે 134 અને યશસ્વી જયસ્વાલે 101 રન બનાવ્યા હતો.
આ પણ વાંચો: સદી ફટકારી પણ ફિલ્ડિંગમાં બાફ્યું, સુનીલ ગાવસ્કર ભડક્યો ટીમ ઈન્ડિયાના આ ખેલાડી પર
ત્રણ બેટરની સદી ફટકાર્યા બાદ ઓલઆઉટ થયેલી ટીમનો સૌથી ઓછો સ્કોર
• 471 રન ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ હેડિંગ્લી 2025
• 475 રન દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઈંગ્લેન્ડ સેન્ચુરિયન 2016
• 494 ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ હેડિંગ્લી 1924
• 494 વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારત કોલકાતા 2002
ભારતીય બોલરો ઈંગ્લેન્ડને શક્ય તેટલી વહેલી તકે આઉટ કરવા માંગશે
મેચની વાત કરીએ તો ભારતીય ટીમના 471 રનના જવાબમાં, ઈંગ્લેન્ડે બીજા દિવસની રમતના અંત સુધીમાં 3 વિકેટ ગુમાવીને 209 રન બનાવી લીધા હતા. ઈંગ્લેન્ડ તરફથી સદી ફટકાર્યા બાદ ઓલી પોપ ક્રીઝ પર મજબૂત રીતે ઊભો છે. જસપ્રીત બુમરાહ સિવાય, કોઈ પણ ભારતીય બોલર અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યો નથી. જસપ્રીત બુમરાહએ ભારતને ત્રણેય સફળતા અપાવી છે. હવે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે, ભારતીય બોલરો ઈંગ્લેન્ડની ટીમને શક્ય તેટલી વહેલી તકે આઉટ કરવાનો પ્રયાસ કરશે.