Get The App

'ભારતની જીત માત્ર સંયોગ', બુમરાહની ગેરહાજરીમાં બે ટેસ્ટ મેચ જીતવા પર બોલ્યા સચિન તેંડુલકર

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
'ભારતની જીત માત્ર સંયોગ', બુમરાહની ગેરહાજરીમાં બે ટેસ્ટ મેચ જીતવા પર બોલ્યા સચિન તેંડુલકર 1 - image


Sachin Tendulkar on Jasprit Bumrah: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ ટૂર્નામેન્ટ સીરિઝ 2-2ની બરાબરી પર ડ્રો રહી. સોશિયલ મીડિયા પર આ મેચમાં ટીમ ઈન્ડિયાની બે જીત પર અમુક ચાહકો બુમરાહને ટ્રોલ કરવા લાગ્યા છે. બુમરાહને ટ્રોલ કરવા પાછળનું કારણ એટલું જ છે કે, તે ટીમ ઈન્ડિયાની બંને જીતમાં ગેરહાજર હતો.

સોશિયલ મીડિયા પર લોકો જસપ્રીત બુમરાહની વિનિંગ મેચમાં ગેરહાજરીને ટ્રોલ કરવા લાગ્યા છે. તેઓ બુમરાહની મજાક ઉડાવી રહ્યા હોવાથી અંતે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર બુમરાહની મદદે આવ્યો છે.

સચિને ટ્રોલર્સને આપ્યો આકરો જવાબ

સચિને જસપ્રીત બુમરાહના ટ્રોલર્સને આકરો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે જસપ્રીત બુમરાહનું મેચમાં ન રમવું અને ટીમ ઇન્ડિયાની તે મેચ જીતી જવી તે માત્ર એક સંયોગ છે, બીજું કંઈ નથી. સચિન તેંદુલકરે રેડિટ પર એક વીડિયોમાં કહ્યું કે હું જાણું છું કે લોકો ઘણી બધી વાતો કહી રહ્યા છે. આપણે તે ટેસ્ટ જીતી જે બુમરાહ રમ્યો ન હતો. સાચું કહું તો, તે માત્ર એક સંયોગ છે, બીજું કંઈ નથી. બુમરાહ એક ઉમદા બોલર છે.

આ પણ વાંચોઃ 'તે મને કેમ ના કહ્યું...', સિરાજ સાથે 5મી ટેસ્ટના છેલ્લા દિવસે થયેલી ચણભણ અંગે ગિલે ફોડ પાડ્યો

જસપ્રીત બુમરાહએ ઇંગ્લેન્ડ સીરિઝમાં 14 વિકેટ લીધી

જસપ્રીત બુમરાહ આ સીરિઝમાં ફક્ત ત્રણ મેચ રમી શક્યો. બુમરાહે ત્રણ મેચમાં 14 વિકેટ લીધી હતી અને આ દરમિયાન તેણે એક ઇનિંગમાં પાંચ વિકેટ પણ લીધી હતી. સચિને આ ત્રણ મેચમાં બુમરાહના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે બુમરાહએ ખરેખર સારી શરૂઆત કરી હતી, પહેલી ટેસ્ટમાં પાંચ વિકેટ લીધી હતી. તે બીજી ટેસ્ટમાં રમ્યો ન હતો, પરંતુ લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટ રમ્યો હતો અને ત્યાં સારી બોલિંગ કરી હતી. તેણે ચોથી ટેસ્ટમાં ફરીથી પાંચ વિકેટ લીધી હતી. તેથી હાલમાં વિશ્વમાં તેના જેવો કોઈ બોલર નથી.

બુમરાહ અન્ય કોઈપણ ખેલાડી કરતાં શ્રેષ્ઠ છે - સચિન તેંદુલકર

તેંદુલકરે બુમરાહને સૌથી સુસંગત ખેલાડી તરીકે પણ વર્ણવ્યો હતો. તેમણે વીડિયોમાં કહ્યું હતું કે બુમરાહનું  પર્ફોર્મન્સ ઉત્તમ રહ્યું છે. તેમણે અત્યાર સુધી જે કર્યું છે તે અવિશ્વસનીય છે. મારા મતે, તે કોઈ શંકા વિના આ ક્ષણનો સૌથી સુસંગત ખેલાડી છે, હું તેને અન્ય કોઈપણ ખેલાડી કરતાં શ્રેષ્ઠ માનું છું.

'ભારતની જીત માત્ર સંયોગ', બુમરાહની ગેરહાજરીમાં બે ટેસ્ટ મેચ જીતવા પર બોલ્યા સચિન તેંડુલકર 2 - image

Tags :