Get The App

વધુ એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ: ગોવાથી ઉડાન ભર્યા બાદ હાઈડ્રોલિક સિસ્ટમ ખરાબ થયું, તમામ મુસાફરો સુરક્ષિત

Updated: Jul 21st, 2025

GS TEAM

Google News
Google News
વધુ એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ: ગોવાથી ઉડાન ભર્યા બાદ હાઈડ્રોલિક સિસ્ટમ ખરાબ થયું, તમામ મુસાફરો સુરક્ષિત 1 - image


IndiGo Flight Emergency Landing : ગોવાથી ઈન્દોર આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર-6ઈ-813 ને સોમવારે (21 જુલાઈ) ઈન્દોર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે. આ ફ્લાઈટમાં લગભગ 140 જેટલા મુસાફરો સવાર હતા અને બધા સુરક્ષિત છે. વિમાનના હાઈડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલટે 'અંડર કેરેજ વોર્નિંગ'નો મેસેજ મોકલ્યો હતો, ત્યારબાદ એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક કરીને સુરક્ષિત લેન્ડિંગ કરાયું છે. વિમાને આકાશમાં સાતથી આઠ ચક્કર માર્યા બાદ સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે. 

ઈન્ડિગોની ફ્લાઈટ સુરક્ષિત લેન્ડિંગ કરાઈ

ફ્લાઈટ બપોરે 3.00 કલાકે ગોવાથી ટેકઓફ થઈ હતી, ત્યારબાદ સાંજે 5.00 કલાકે ઈન્દોરમાં સુરક્ષિત લેન્ડ કરાયું છે. તાજેતરમાં દિલ્હીથી ગોવા જતી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર-6ઈ-6271માં પણ એન્જિનમાં ખામીને સર્જાઈ હતી, જેના કારણે મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જોકે, ગોવા-ઈન્દોર ફ્લાઈટની ઘટના અલગ છે અને તે હાઈડ્રોલિક સિસ્ટમની ખામીને કારણે ઈમરજન્સી લેન્ડિંગ થયું છે. ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામીની માહિતી સામે આવ્યા બાદ મુસાફરો ગભરાઈ ગયા હતા. જોકે સુરક્ષિત લેન્ડિંગ થયા બાદ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

આ પણ વાંચો : વિદ્યાર્થીઓની સુરક્ષા માટે CBSEનો મોટો નિર્ણય, તમામ શાળાઓને CCTV લગાવવા આદેશ, નિયમ પણ જાહેર

ઈન્ડિગોએ દિલગીરી વ્યક્ત કરી

ઈન્ડિગોના પ્રવક્તાએ કહ્યું કે, ‘21 જુલાઈ 2025ના રોજ ગોવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (ડાબોલિમ)થી ઈન્દોર જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં લેન્ડિંગ પહેલા જ ટેકનિકલ ખામીની જાણ થઈ હતી. વિમાન ઈન્દોરમાં સુરક્ષિત રીતે ઉતર્યું છે અને કામગીરી ફરી શરૂ કરતા પહેલા ફરજિયાત પ્રક્રિયાઓ અનુસાર જરૂરી તપાસ કરવામાં આવશે. અમારા ગ્રાહકોને થતી કોઈપણ અસુવિધા બદલ દિલગીર છીએ.’

આ પણ વાંચો : ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક થશે ચર્ચા, વિપક્ષના ભારે હોબાળા બાદ સરકારનો નિર્ણય

Tags :