Get The App

IND VS AUS : ઓસ્ટ્રેલિયા સામે ભારતની શરમજનક હાર, મેચ સાથે શ્રેણી પણ ગુમાવી

શ્રેણીની ત્રીજી અને છેલ્લી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 49 ઓવરમાં 269 રનમાં ઓલઆઉટ

ભારતીય ટીમ 49.1 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાનો શ્રેણી વિજય

Updated: Mar 22nd, 2023

GS TEAM


Google News
Google News
IND VS AUS : ઓસ્ટ્રેલિયા સામે ભારતની શરમજનક હાર, મેચ સાથે શ્રેણી પણ ગુમાવી 1 - image
Image - ICC Twitter

ચેન્નાઈ, તા.22 માર્ચ-2023, બુધવાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં ભારતની 21 રને હાર થઈ છે. ભારતીય ટીમ 49.1 ઓવરમાં 248 રને ઓલઆઉટ થતા ઓસ્ટ્રેલિયાનો 21 રને વિજય થયો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ મેચની સાથે શ્રેણી પણ જીતી લીધી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 49 ઓવરમાં 269 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં ભારત 248 રને ઓલઆઉટ થઈ ગયું છે. પ્રથમ વન-ડેમાં ભારતની જીત થઈ હતી તો બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની શરમજનક હાર થઈ હતી. 

ઓસ્ટ્રેલિયાએ શ્રેણી જીતી

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં ભારતની હાર થઈ છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ શ્રેણી પણ જીતી લીધી છે. બીજી વન-ડે અને ત્રીજી વન-ડેમાં ભારતની શરમજનક હાર થતા ભારતીય ફેન્સ નિરાશ થયા છે. ઉપરાંત ત્રણ વન-ડે મેચોમાં પણ ભારતીય ટીમના ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન જોવા મળતા ક્રિકેટ પ્રેમીએ નિરાશ થયા છે. 

એડમ ઝામ્બાએ ઝડપી 4 વિકેટ

આજની મેચમાં ભારત તરફથી એક માત્ર વિરાટ કોહલીએ 54 રન ફટકાર્યા છે. તો હાર્દિક પંડ્યાએ 40, શુભમન ગીલે 37, રોહિત શર્માએ સૌથી વધુ 30 રન ફટકાર્યા છે. તો ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝામ્બાએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી છે. તો એસ્ટોન એગરે 2 જ્યારે સ્ટોનીક અને એબોટે 1-1 વિકેટ ઝડપી છે.

ભારતનો સ્કોર

  • 49.1 ઓવરમાં 248/10
  • 45 ઓવરમાં 225/7
  • 40 ઓવરમાં 204/6
  • 35 ઓવરમાં 185/4
  • 30 ઓવરમાં 152/4
  • 25 ઓવરમાં 123/2
  • 20 ઓવરમાં 111/2
  • 15 ઓવરમાં 82/2
  • 10 ઓવરમાં 67/1
  • 05 ઓવરમાં 27/0

રોહિત શર્મા 30 રને આઉટ

રોહિત શર્મા શેને એબોટની બોલિંગમાં 30 રને આઉટ થયો છે. તેણે 17 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 30 રન ફટાકાર્યા હતા. આ સાથે ભારતની 9.1 ઓવરમાં 65 રને પ્રથમ વિકેટ પડી છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ 269 રનમાં ઓલઆઉટ

ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 49 ઓવરમાં 269 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ (33) મિશેલ માર્શ (47) કેપ્ટન સ્ટીવન સ્મિથ (0) ડેવિડ વોર્નર (23) માર્નસ લેબુશેન (28) એલેક્સ કેરી (38) માર્કસ સ્ટોઇનિસ (25) સીન એબોટ (26) એશ્ટન અગર (17) મિશેલ સ્ટાર્ક (10) આદમ ઝમ્પા (10) રન કર્યા હતા. તો ભારત તરફથી હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 3-3 વિકેટ જ્યારે મહંમદ સિરાજ અને અક્ષર પટેલે વિકેટો ઝડપી હતી. અગાઉ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિ છે કે, પ્રથમ વન-ડેમાં ભારતની જીત થઈ હતી તો બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. આ સાથે જ બંને ટીમો ત્રણ વન-ડે સિરિઝમાં 1-1થી બરાબર પર છે.

રોહિત અને કોહલીને સચિનના રેકોર્ડની બરાબરી કરવાની તક

ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ સદી ફટકારનારાઓની યાદીમાં ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટ સચિન તેંડુલકર મોખરે છે. સચિને ઓસ્ટ્રેલિયા સામે આત્યાર સુધીમાં કુલ 9 સદી ફટકારી છે, તો રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 8-8 સદી ફટકારી છે. જો આ મેચમાં રોહિત કે કોહલી સદી ફટકારશે તો સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી શકે છે. હાલ ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ-3માં ભારતીય ખેલાડીઓનું નામ છે, તેમાં સચિન, રોહિત અને કોહલીનો સમાવેશ થાય છે.

બીજી વન-ડેમાં ભારતની શરમજનક હાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરીઝની બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી હતી. આ મેચમાં ભારતની ઈનિંગ 117 રનમાં જ સમેટાઈ ગઈ છે. ભારતના સાત બેટ્સમેન બે અંકોના આંકડાને સ્પર્શી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે 5 વિકેડ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે બીજી વનડે મેચ વિના વિકેટ જીતી છે. ભારતનું નિરાશાજનક પ્રદર્શન રહ્યુ હતું. ઓસ્ટ્રેલિયા તરફથી માર્શે શાનદાર ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ 66 બોલમાં મેચ જીતી લીધી હતી.

પ્રથમ વન-ડેમાં ભારતની માંડ માંડ જીત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં ભારતનો 5 વિકેટે વિજય થયો હતો. કે.એલ.રાહુલ 75 રન અને રવિન્દ્ર જાડેજાના 45 રનની મદદથી ભારતે જીત મેળવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટીંગ કરતા 35.4 ઓવરમાં 188 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં ભારતે 39.5 ઓવરમાં 191 રન કરી જીત મેળવી હતી. અગાઉ ભારતીય ટીમના ટોપ ઓર્ડરના બેટ્સમેનો સસ્તામાં આઉટ થતા ભારતીય ટીમ સંકટમાં મુકાઈ ગયું હતું. જોકે કે.એલ.રાહુલ અને જાડેજાની મજબૂત બેટીંગના કારણે ભારતે જીત મેળવી હતી.

IND vs AUS 3rd ODI : ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા 270 રનનો ટાર્ગેટ આપ્યો, મેચમાં હાર્દિક-કુલદીપની કમાલ, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

IND vs AUS 2nd ODI : બીજી વનડેમાં ભારતની શરમજનક હાર, ઓસ્ટ્રેલિયાએ 66 બોલમાં મેચ જીતી લીધી, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

IND vs AUS 1st ODI : રાહુલ-જાડેજાની મજબૂત બેટીંગ બાદ ભારતની ઓસ્ટ્રેલિયા સામે જીત, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

Tags :