FOLLOW US

બીજી વનડેમાં ભારતની શરમજનક હાર, ઓસ્ટ્રેલિયાએ 66 બોલમાં મેચ જીતી લીધી

મિશેલ-સ્ટાર્કની ધમાકેદાર બોલીંગ સામે ટીમ ઈન્ડિયા 117 રનમાં ઓલઆઉટ

ભારતીય ટીમ તરફથી સૌથી વધુ કોહલીના 31 અને અક્ષર પટેલના 29 રન

Updated: Mar 19th, 2023

Image - ICC Twitter
વિશાખાપટ્ટનમ, તા.19 માર્ચ-2023, રવિવાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરીઝની બીજી મેચ આજે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કરી ભારતનો બેટીંગ કરવાનું આપ્યુંહ હતું, જોકે ભારતીય ટીમનો ધબડકો થયો છે. દિગ્ગજ બેટ્સમેનો ફેઈલ થયા છે. ભારતની ઈનિંગ 117 રનમાં જ સમેટાઈ ગઈ છે. ભારતના સાત બેટ્સમેન બે અંકોના આંકડાને સ્પર્શી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે 5 વિકેડ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે બીજી વનડે મેચ વિના વિકેટ જીતી છે. ભારતનું નિરાશાજનક પ્રદર્શન રહ્યુ હતું. ઓસ્ટ્રેલિયા તરફથી માર્શે શાનદાર ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ 66 બોલમાં મેચ જીતી લીધી

ઓસ્ટ્રેલિયાનો સ્કોર

  • 11 ઓવરમાં 121/0
  • 10 ઓવરમાં 112/0
  • 05 ઓવરમાં 49/0

ભારતીય ટીમનો સ્કોર

  • 26 ઓવરમાં 117/10
  • 25 ઓવરમાં 103/9
  • 20 ઓવરમાં 91/7
  • 15 ઓવરમાં 70/6
  • 10 ઓવરમાં 51/5
  • 05 ઓવરમાં 32/3

ત્રણ મેચની સીરીઝમાં ભારત 1-0થી આગળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે મુંબઈના વાનખેડે સ્ટેડિમમાં રમાઈ હતી, જેમાં મહામુસીબતે ભારતે જીત મેળવી હતી. આ મેચમાં કે.એલ.રાહુલ અને રવિન્દ્ર જાડેજાની ધમાકેદાર બેટીંગના કારણે ભારતે જીત મેળવી હતી. તો આજની બીજી વન-ડે મેચમાં પણ ભારતનો ધબડકો થયો છે. ભારતે પહેલી વન-ડે મેચ પાંચ વિકેટથી જીતી હતી. પ્રથમ વન-ડે જીત્યા બાદ ત્રણ મેચની સીરીઝમાં ભારત 1-0થી આગળ છે. 

ભારતની પ્લેઇંગ -11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.

બીજી વન-ડે : મિશેલ-સ્ટાર્કની ધમાકેદાર બોલીંગ સામે ભારતીય ટીમ 117 રનમાં ઓલઆઉટ, વધુ માહિતી જાણવા અહીં ક્લિક કરો

પ્રથમ વન-ડે : રાહુલ-જાડેજાની મજબૂત બેટીંગ બાદ ભારતની ઓસ્ટ્રેલિયા સામે જીત, વધુ માહિતી જાણવા અહીં ક્લિક કરો

Gujarat
News
News
News
Magazines