Champions Trophy : શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ કેમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં નથી રમી રહ્યાં, આ છે કારણ
Champions Trophy 2025 : આજથી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત પાકિસ્તાનમાં થઇ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો ભાગ લઇ રહી છે. પરંતુ આ ટુર્નામેન્ટમાં શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ રમી રહી નથી. તેની પાછળ શું કારણ છે? ચાલો જાણીએ....
આ કારણથી શ્રીલંકા ચેમ્પિયન્સ ટ્રોફીથી બહાર રહ્યું
હકીકતમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો ભાગ લે છે. આ 8 ટીમો કઈ હશે તે અગાઉ રમાયેલા વનડે વર્લ્ડકપ તેમના રેકોર્ડ પર નિર્ભર કરે છે. આ પહેલા વર્ષ 2023માં જે વનડે વર્લ્ડકપ રમાયો હતો તેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સિવાય ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો સેમિફાઈનલમાં પહોંચી હતી. જેથી ચાર ટીમોએ અહીંથી જ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરી રહ્યું છે, જેના કારણે તેની ટુર્નામેન્ટમાં એન્ટ્રી થઇ હતી. આ સિવાય અન્ય ત્રણ ટીમોની વાત કરીએ તો તેનો નિર્ણય વર્લ્ડ સ્કોર ટેબલનો રેકોર્ડ જોઇને લેવામાં આવે છે.
આ કારણે વેસ્ટ ઇન્ડીઝનું પત્તું કપાઈ ગયું
વનડે વર્લ્ડકપ 2023માં અફઘાનિસ્તાન છઠ્ઠા સ્થાને રહી હતી. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ સાતમાં ક્રમે રહી હતી. બાંગ્લાદેશની ટીમ આઠમાં ક્રમે રહી હતી. શ્રીલંકાએ પણ વનડે વર્લ્ડકપ 2023 જીત્યો હતો, પરંતુ તે ટોપ-8માં નહોતું. શ્રીલંકાની ટીમ આ ટુર્નામેન્ટમાં નવમાં સ્થાને રહી હતી. જેથી કરીને તેમનું પત્તું કપાઈ ગયું હતું. જો વેસ્ટ ઇન્ડીઝ ટીમની વાત કરીએ તો વનડે વર્લ્ડકપ 2023માં તે ક્વોલિફાઇ થઇ શકી ન હતી.