Get The App

ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે પહેલી મેચ યજમાન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે, કોનું પલડું ભારે?

Updated: Feb 19th, 2025

GS TEAM


Google News
Google News
ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે પહેલી મેચ યજમાન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે, કોનું પલડું ભારે? 1 - image
Representative image

Champions Trophy 2025, PAK Vs NZ : ICC ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત આજથી થઇ રહી છે. આ ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાકિસ્તાનના કરાંચી શહેરના નેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં રમાશે. 8 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થઇ રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાન સન 1996 પછી પહેલી વખત ICC ઇવેન્ટની યજમાની કરી રહ્યું છે.     

છેલ્લે ભારતને હરાવી પાકિસ્તાને જીત્યો હતો ખિતાબ 

પાકિસ્તાનની ટીમે છેલ્લે વર્ષ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતને હરાવીને ખિતાબ જીત્યો હતો. આ સિવાય ન્યુઝીલેન્ડે વર્ષ 2000ની ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી હતી. બંને ટીમો જીત મેળવીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત કરવા ઈચ્છશે.            

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો વનડે રેકોર્ડ

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડના રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે કુલ 118 વનડે મેચ રમાઈ છે. જેમાં પાકિસ્તાને 61 વખત જીત હાંસલ કરી હતી, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમે 53 મેચોમાં જીત મેળવી હતી. આ સિવાય ત્રણ વનડે મેચોનું કોઈ પરિણામ આવ્યું નહોતું અને એક મેચ ટાઈ રહી હતી. 

Fact Check : પાકિસ્તાનમાં ભારતીય તિરંગો લહેરાયો... સ્ટેડિયમના વાઈરલ વીડિયોનો દાવો ખોટો સાબિત

ન્યુઝીલેન્ડનું પલડું ભારી

ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વખત ટક્કર થઇ ચૂકી છે. જેમાં પાકિસ્તાન એકપણ વખત જીતી શક્યું નથી. વર્ષ 2000, વર્ષ 2006 અને વર્ષ 2009માં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારે હવે બંને ટીમો ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચોથી વખત એકબીજાનો સામનો કરશે. બંને ટીમોનો રેકોર્ડ જોતા લાગી રહ્યું છે કે હાલ ન્યુઝીલેન્ડનું પલડું ભારી છે.ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે પહેલી મેચ યજમાન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે, કોનું પલડું ભારે? 2 - image


Tags :