Get The App

IND vs AUS : વરસાદના કારણે ભારત-ઓસ્ટ્રેલિયાની સેમીફાઈનલ રદ થાય તો કઈ ટીમ પહોંચશે ફાઈનલમાં? જુઓ ગણિત

Updated: Mar 4th, 2025

GS TEAM


Google News
Google News
IND vs AUS : વરસાદના કારણે ભારત-ઓસ્ટ્રેલિયાની સેમીફાઈનલ રદ થાય તો કઈ ટીમ પહોંચશે ફાઈનલમાં? જુઓ ગણિત 1 - image


India vs Australia Champions Trophy 2025 : ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની તમામ મેચો જીતીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જોકે રોહિત શર્માની ટીમ જાણે છે કે, નોકઆઉટ મેચમાં ઓસ્ટ્રેલિયા ટીમ કેટલી મજબૂત છે. મેચ પહેલા રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કડક ટક્કર મળવાની છે. બંને દેશો વચ્ચે ચોથી માર્ચે દુબઈમાં સેમીફાઈનલ મેચ રમાવાની છે. બીજીતરફ ચેમ્પિયન ટ્રોફીમાં અગાઉ વરસાદને કારણે ત્રણ મેચો ધોવાઈ ગઈ હતી, જેના કારણે ક્રિકેટ રસિયાઓ આગામી બે સમિફાઈનલ મેચને લઈ ચિંતિત બન્યા છે. ચર્ચા છે કે, જો વરસાદના કારણે ભારત-ઓસ્ટ્રેલિયાની સેમીફાઈનલ રદ થાય તો કંઈ ટીમ ફાઈનલમાં પહોંચશે? તો જાણિયે દુબઈનું હવામાનની સેમીફાઈનલ પર કેવી અસર થશે.

દુબઈમાં આવતીકાલે વરસાદની સંભાવના

વાસ્તવમાં દુબઈમાં આવતીકાલે વરસાદની સંભાવના છે, જેના કારણે તેની અસર ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ પર પણ પડી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા, પાકિસ્તાન-બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન-ઓસ્ટ્રેલિયાની મેચમાં વરસાદ પડતા મેચ રદ કરવી પડી હતી. સેમીફાઈનલની વાત કરીએ તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી માર્ચે દુબઈમાં પ્રથમ સેમીફાઈનલ મેચ રમાવાની છે, જ્યારે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે લાહોરના ગદ્દાફીમાં બીજી સેમીફાઈનલ મેચ રમાવાની છે.

IPL 2025 પહેલા KKRની રહાણેને કેપ્ટન બનાવવાની જાહેરાત, આ ખેલાડી બન્યો વાઇસ કેપ્ટન

સેમીફાઈનલ મેચ માટે રિઝર્વ ડે

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈમાં બપોરે 2.30 કલાકે મેચ શરૂ થશે. આપને જણાવી દઈએ કે, ચેમ્પિયન્સ ટ્રોફીની બંને સેમીફાઈનલમાં રિઝર્વ ડે નિર્ધારીત કરાયો છે. એટલે કે જો વરસાદના કારણે મેચ શરૂ ન થાય અથવા જે સમયે મેચ બંધ કરવી પડે તો રદ થયેલી મેચ અથવા બાકીની ઓવરો રિઝર્વ ડે પર રમાશે.

જો રિઝર્વ ડે પર મેચ ન રમાય તો...

જો રિઝર્વ ડે પર મેચની સમાપ્ત નહીં થાય તો ગ્રૂપ-સ્ટેજમાં નેટ રન રેટના આધારે નિર્ણય કરાશે. એટલે કે જે ટીમનો નેટ રન રેટ વધુ હશે તે ફાઈનલમાં પહોંચી જશે અને બીજી ટીમ બહાર ફેકાઈ જશે. આમ જો ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ રદ થશે તો ભારત ફાઈનલમાં પહોંચી જશે. જોકે, દુબઈમાં એટલો વરસાદ થવાની કોઈ શક્યતા નથી કે મેચ રદ્દ કરવી પડે.

આવી જ રીતે જો સાઉથ આફ્રિકા અને ન્યુઝલેન્ડની બીજી સેમીફાઈનલ મેચ રદ થશે તો સાઉથ આફ્રિકા ફાઈનલમાં પહોંચી જશે.

કંઈ ટીમનો કેટલો નેટ રન રેટ?

  • ગ્રૂપ-એમાં ભારતે કુલ ત્રણ મેચો રમી છે, જેમાંથી તેની ત્રણેય મેચ જીતી હોવાથી 6 પોઈન્ટ સાથે ટોચના ક્રમાંકે છે, જ્યારે નેટ રન રેટ 0.715 છે.
  • ગ્રૂપ-બીમાં ઓસ્ટ્રેલિયાએ કુલ ત્રણ મેચોમાંથી બે મેચ જીતીને 4 પોઈન્ટ સાથે બીજા ક્રમાંકે છે, જ્યારે નેટ રન રેટ 0.475 છે.
  • ગ્રૂપ-એમાં ન્યુઝીલેન્ડે ત્રણ મેચમાંથી બે મેચ જીતી ચાર પોઈન્ટ મેળવ્યા છે અને તેનો નેટ રન રેટ 0.267 છે.
  • ગ્રૂપ-બીમાં સાઉથ આફ્રિકાએ ત્રણમાંથી બે મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પાંચ પોઈન્ટ મેળવી ટોચના ક્રમાંકે છે અને તેનો નેટ રન રેટ 2.395 છે.
Tags :