Sports

ICC રેન્કિંગમાં મોટો ફેરફાર: સ્મૃતિ મંધાનાને ફટકો, દીપ્તિ શર્માએ રચ્યો ઈતિહાસ

By GS TEAM
23 Dec 20252 mins read
TukuTouch Logo
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી મહિલા ખેલાડીઓની રેન્કિંગમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભારતની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ પ્રથમ વખત T20I બોલિંગ રેન્કિંગમાં નંબર-1નું સ્થાન હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. જોકે, વનડે ફોર્મેટમાં ભારતની સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાને મોટો ઝટકો લાગ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ICC રેન્કિંગમાં મોટો ફેરફાર: સ્મૃતિ મંધાનાને ફટકો, દીપ્તિ શર્માએ રચ્યો ઈતિહાસ

ICC Womens Rankings: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી મહિલા ખેલાડીઓની રેન્કિંગમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભારતની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ પ્રથમ વખત T20I બોલિંગ રેન્કિંગમાં નંબર-1નું સ્થાન હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. જોકે, વનડે ફોર્મેટમાં ભારતની સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાને મોટો ઝટકો લાગ્યો છે.

દીપ્તિ શર્માની ઐતિહાસિક સિદ્ધિ

દીપ્તિ શર્માએ તેના કરિયરમાં પ્રથમ વખત T20 ઈન્ટરનેશનલ બોલિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. વિશાખાપટ્ટનમમાં શ્રીલંકા સામે રમાયેલી T20 સીરિઝની પ્રથમ મેચમાં દીપ્તિએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. આ સ્પેલને કારણે તેની રેટિંગમાં સુધારો થયો અને તેણે ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે.

સતત બે સેન્ચુરી અને 'પ્લેયર ઓફ ધ સીરીઝ': લૌરાએ રચ્યો રેકોર્ડ

બીજી તરફ, દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડ્ટે શાનદાર વાપસી કરતા વનડે બેટિંગ રેન્કિંગમાં ફરીથી નંબર-1નું સ્થાન મેળવી લીધું છે. આયર્લેન્ડ સામેની ડોમેસ્ટિક વનડે સીરિઝની છેલ્લી બે મેચોમાં બે સેન્ચુરી ફટકારીને તેણે સ્મૃતિ મંધાનાને બીજા ક્રમે ધકેલી દીધી છે. લૌરાએ આ સીરિઝમાં 'પ્લેયર ઓફ ધ સીરિઝ'નો એવોર્ડ પણ જીત્યો હતો.

T20 બેટિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો

ગઈકાલે જાહેર થયેલી ICC રેન્કિંગમાં ભારતીય મહિલા ખેલાડીઓએ મેદાન મારી લીધું છે. ખાસ કરીને T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની દીકરીઓનો દબદબો જોવા મળી રહ્યો છે.  બેટર જેમિમા રોડ્રિગ્સે શ્રીલંકા સામેની મેચમાં શાનદાર ફિફ્ટી ફટકારીને સીધી 5 ક્રમની છલાંગ લગાવી છે અને હવે તે દુનિયાની ટોપ-10 બેટર્સમાં 9માં નંબર પર પહોંચી ગઈ છે. 

આ પણ વાંચો: વિજય હઝારે ટ્રોફીમાં રમીને કેટલું કમાશે વિરાટ કોહલી અને રોહિત શર્મા? જાણો મેચ ફીસ

બીજી તરફ, સ્મૃતિ મંધાના ભલે વનડેમાં પાછળ હોય, પણ T20માં હજુ પણ તે ત્રીજા નંબર સાથે મજબૂત સ્થિતિમાં છે. આ સિવાય શેફાલી વર્મા પણ દુનિયાની બેસ્ટ 10 ખેલાડીઓની યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. માત્ર બેટિંગ જ નહીં, પણ બોલિંગમાં પણ અરુંધતી રેડ્ડીએ કમાલ કરી છે અને તે 5 સ્થાન આગળ વધીને હવે 36માં નંબરે પહોંચી ગઈ છે. ભારતીય ફેન્સ માટે આ ગર્વ લેવા જેવી વાત છે.