Get The App

બાઉન્ડ્રી પર કેચ, DRS અને જૂના બોલનો ઉપયોગ... વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાં બદલાશે નિયમ

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
બાઉન્ડ્રી પર કેચ, DRS અને જૂના બોલનો ઉપયોગ... વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાં બદલાશે નિયમ 1 - image


Rules change in ODI and Test cricket: ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1 જૂનથી કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે. વ્હાઈટ બોલ અને રેડ બોલ ક્રિકેટમાં ઘણા નિયમો બદલાશે. તેનાથી રમત વધુ રોમાંચક બનશે. વન-ડે ક્રિકેટમાં જૂના બોલનો ઉપયોગ કરવામાં આવશે. કન્કશન સબસ્ટિટ્યુટનો નિયમ બદલાશે. આ ઉપરાંત DRS અંગે પણ કેટલીક નવી સિસ્ટમ જોવા મળશે. બાઉન્ડ્રી લાઈન પર લેવામાં આવતી કેચ સંબંધિત નિયમોમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યા છે.

જૂના બોલનો ઉપયોગ

એક અહેવાલ પ્રમાણે વન-ડે ક્રિકેટમાં હવે આખી 50 ઓવર માટે બે બોલનો ઉપયોગ કરવામાં નહીં આવશે. છેલ્લા ઘણા વર્ષોથી બંને છેડે નવા બોલનો ઉપયોગ કરવામાં આવતો હતો. આમ 50 ઓવર સુધી બોલ માત્ર 25 ઓવર જૂના હતા, જેનાથી ફાસ્ટ બોલરોને રિવર્સ સ્વિંગમાં મદદ નહોતી મળતી, પરંતુ જુલાઈ 2025થી લાગુ થઈ રહેલા નવા નિયમો પ્રમાણે 17-17 ઓવર સુધી બે બોલનો ઉપયોગ કરવામાં આવશે, પરંતુ 35મી ઓવરથી માત્ર એક જ બોલનો ઉપયોગ કરવામાં આવશે, જેની પસંદગી ફિલ્ડિંગ ટીમ અને તેના કેપ્ટન દ્વારા કરવામાં આવશે. ICCએ સભ્ય દેશોને આ પ્રકારની માહિતી આપી છે. જો મેચ 25 ઓવર કે તેથી ઓછી હોય તો એક ઈનિંગમાં માત્ર એક જ બોલનો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચો: IPL 2025: ગિલે ટોસ સમયે હાથ ન મિલાવ્યો તો હાર્દિક પંડ્યાએ મેચમાં આ રીતે લીધો બદલો

કન્કશન સબસ્ટિટ્યુટ નિયમોમાં ફેરફાર

કન્કશન સબસ્ટિટ્યુટ નિયમોમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. મેચ શરૂ થાય તે પહેલાં ટીમોએ મેચ રેફરીને પાંચ કન્કશન રિપ્લેસમેન્ટ ખેલાડીઓના નામ જણાવવા પડશે. આમાં એક વિકેટકીપર, એક બેટ્સમેન, એક સીમ બોલર, એક સ્પિનર ​​અને એક ઓલરાઉન્ડરનો હશે. જો મેચ દરમિયાન કોઈ ખેલાડીને માથામાં ઈજા થાય તો તે જ પ્રકારના ખેલાડી સાથે રિપ્લેસ કરવામાં આવશે. અત્યાર સુધી આ નિયમનો દુરુપયોગ થતો રહ્યો છે, જેમાં બોલરને ઈજા થાય તો બેટ્સમેન પણ મેદાનમાં ઉતરી આવતો હતો. મેચ રેફરી આમાં થોડી છૂટછાટ આપી શકે છે.

બાઉન્ડ્રી પર કેચ, DRS અંગે ફેરફાર

બાઉન્ડ્રી લાઇન અને ડીઆરએસ અંગેની સ્થિતિ ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે કે તેમાં કયા-કયા ફેરફારો કરવામાં આવશે. ટેસ્ટ ક્રિકેટમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ પછી આ નિયમો લાગુ થશે, જ્યારે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે 17 જૂનથી ટેસ્ટ સીરિઝ રમાશે. બીજી તરફ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નવા નિયમો જુલાઈથી ઓડીઆઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાગુ કરવામાં આવશે, જ્યારે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે વન-ડે સીરિઝ રમાશે. કોલંબોમાં 2 જુલાઈથી વનડે સીરિઝની શરઆત થશે. 

Tags :