Get The App

ICC ટેસ્ટ રેન્કિંગની જાહેરાત: બેટરમાં જો રૂટ નંબર વન, ભારતનો યશસ્વી જયસ્વાલ ટોપ-5માં

Updated: May 30th, 2025

GS TEAM

Google News
Google News
ICC ટેસ્ટ રેન્કિંગની જાહેરાત: બેટરમાં જો રૂટ નંબર વન, ભારતનો યશસ્વી જયસ્વાલ ટોપ-5માં 1 - image


ICC Test Ranking 2025 : ICC એ બેટરની લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ઝિમ્બાબ્વે સામે શાનદાર બેટિંગ બાદ ICC ટેસ્ટ રેન્કિંગમાં ઇંગ્લેન્ડના ટોપ ઓર્ડરના 3 ક્રિકેટરોને ઘણો ફાયદો થયો છે. ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટ આ વખતે ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વમાં નંબર-1 બની ગયો છે. 

ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વના ટોચના 5 બેટ્સમેન

ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટ 888 રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગની આ યાદીમાં ટોચના સ્થાને છે. જ્યારે હેરી બ્રુક 873 રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન (867) ત્રીજા નંબર પર, યશસ્વી જયસ્વાલ (847) ચોથા નંબર પર અને સ્ટીવ સ્મિથ (823) પાંચમા નંબર પર છે. ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં જેક ક્રોલી (124), બેન ડકેટ (140) અને ઓલી પોપ (171) એ મજબૂત સદીઓ ફટકારી હતી, જેનો તેમને ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો હતો.

ICC ટેસ્ટ રેન્કિંગની જાહેરાત: બેટરમાં જો રૂટ નંબર વન, ભારતનો યશસ્વી જયસ્વાલ ટોપ-5માં 2 - image

ક્રોલી-ડકેટ અને પોપને ફાયદો

ઝિમ્બાબ્વે સામે શાનદાર બેટિંગ બાદ બેન ડકેટને બે સ્થાનનો ફાયદો થયો હતો.  તે હાલમાં 13મા સ્થાને છે.  જ્યારે ઓલી પોપ 6 સ્થાન ઉપર ચઢીને 22મા સ્થાને અને જેક ક્રોલી આઠ સ્થાન ઉપર ચઢીને ૩૩મા સ્થાને પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડની ટીમ ભારત સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી સાથે તેના નવા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અભિયાનની શરૂઆત કરશે. 

Tags :