Get The App

T20 વર્લ્ડ કપ પહેલા ICC રેન્કિંગ જાહેર, ટીમ ઈન્ડિયા નંબર 1, ઈશાન કિશને લગાવી મોટી છલાંગ

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
T20 વર્લ્ડ કપ પહેલા ICC રેન્કિંગ જાહેર, ટીમ ઈન્ડિયા નંબર 1, ઈશાન કિશને લગાવી મોટી છલાંગ 1 - image


ICC T20I Ranking : ભારત અને શ્રીલંકામાં 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા ICC T20 વર્લ્ડ કપ 2026 પહેલા ICC દ્વારા છેલ્લી વખત T20 રેન્કિંગ અપડેટ કરવામાં આવ્યું છે. આ મેગા ઈવેન્ટમાં ભાગ લેનારી ટીમો વચ્ચેની છેલ્લી T20 ઇન્ટરનેશનલ મેચ 3 ફેબ્રુઆરીએ રમાઈ હતી. T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ભારતીય ટીમ વર્લ્ડ કપ પહેલા પણ ICC T20 રેન્કિંગમાં નંબર વન પર યથાવત છે. બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાની ટીમ છે, જ્યારે પાકિસ્તાનની ટીમ ટોપ-5 માંથી બહાર છે.

વર્લ્ડ કપ પહેલા રેન્કિંગ જાહેર

ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપ પહેલા છેલ્લી T20 ઇન્ટરનેશનલ સિરીઝ રમાઈ હતી, જેમાં ઇંગ્લેન્ડે યજમાન શ્રીલંકાને 3-0 થી હરાવ્યું હતું. જોકે, આ મોટી જીત છતાં ઇંગ્લેન્ડ અને શ્રીલંકાના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. ઇંગ્લેન્ડ હજુ પણ ત્રીજા નંબરે છે, જ્યારે શ્રીલંકા આઠમા સ્થાને છે. બીજી તરફ, તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે 3-0 થી સિરીઝ હારવા છતાં પાકિસ્તાનની ટીમ વેસ્ટ ઈન્ડિઝને પાછળ છોડી છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.

બાંગ્લાદેશ એકમાત્ર એવો દેશ જે ટોપ-5માં પણ રમશે નહી

નોંધનીય છે કે બાંગ્લાદેશ એકમાત્ર એવો દેશ છે જે ટોપ-10 માં હોવા છતાં આ વખતે T20 વર્લ્ડ કપ રમી રહ્યો નથી. બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કરતા ICCએ તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું, જેના કારણે 14મા સ્થાને રહેલી સ્કોટલેન્ડની ટીમને વર્લ્ડ કપમાં તક મળી છે. ટોપ-20 રેન્કિંગની 19 ટીમો આ વર્લ્ડ કપ રમી રહી છે, જ્યારે 27મા ક્રમની ટીમ ઇટાલી પણ આ વખતે ટુર્નામેન્ટનો હિસ્સો છે.

ICC T20I રેન્કિંગ T20 World Cup 2026 પહેલાની સ્થિતિ

રેન્કટીમરેટિંગ પોઇન્ટ2026 T20 World Cup રમશે?
1ભારત273Yes
2ઓસ્ટ્રેલિયા261Yes
3ઇંગ્લેન્ડ259Yes
4ન્યૂઝીલેન્ડ251Yes
5સાઉથ આફ્રિકા241Yes
6પાકિસ્તાન238Yes
7વેસ્ટ ઇન્ડિઝ234Yes
8શ્રીલંકા227Yes
9બાંગ્લાદેશ223No
10અફઘાનિસ્તાન222Yes
11આયરલેંડ201Yes
12ઝિમ્બાબ્વે200Yes
13નેધરલેન્ડ182Yes
14સ્કૉટલેન્ડ182Yes
15નામીબિયા181Yes
16નેપાલ176Yes
17યુએઇ176Yes
18યુએસએ175Yes
19કેનેડા154Yes
20ઓમાન152Yes
21યુગાંડા142No
22પાપુઆ ન્યૂ ગીની136No
23કુવૈત130No
24હોન્ગકોંગ127No
25મલેશિયા125No
26બહરીન119No
27ઇટાલી119Yes
28જર્સી117No
29કતાર114No
30સ્પેન113No