Get The App

ODI રેન્કિંગ: ભારત નંબર-1 પર યથાવત્, પણ ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયાએ વધારી ચિંતા!

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
ODI રેન્કિંગ: ભારત નંબર-1 પર યથાવત્, પણ ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયાએ વધારી ચિંતા! 1 - image


ICC ODI Rankings 2026 : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC દ્વારા જાહેર કરવામાં આવેલા ODI રેન્કિંગમાં ભારતીય ટીમે પોતાનું નંબર-1નું સ્થાન જાળવી રાખ્યું છે. વાર્ષિક અપડેટ બાદ પણ ટીમ ઈન્ડિયા વિશ્વની સર્વશ્રેષ્ઠ વનડે ટીમ તરીકે ઉભરી આવી છે. જોકે, આ વખતે ભારતની લીડમાં થોડો ઘટાડો થયો છે, જે હવે આગામી સમયમાં નંબર-1ના તાજ માટે જંગ વધુ રોમાંચક બનાવશે.

ભારત નંબર વન પણ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ ટેન્શન વધાર્યું 

ભારતીય ટીમ હાલ 118 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. જોકે, ટીમને 1 રેટિંગ પોઈન્ટનું નુકસાન થયું છે. બીજા સ્થાને ન્યૂઝીલેન્ડ છે જે 113 પોઈન્ટ્સ સાથે ભારતથી માત્ર 5 પોઈન્ટ પાછળ છે. વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા 109 પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે છે. સૌથી મોટો ફેરફાર ચોથા અને પાંચમા ક્રમે જોવા મળ્યો છે, જ્યાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને પછાડીને ચોથું સ્થાન મેળવી લીધું છે.

ODI રેન્કિંગ: ભારત નંબર-1 પર યથાવત્, પણ ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયાએ વધારી ચિંતા! 2 - image

પાકિસ્તાનને મોટું નુકસાન

દક્ષિણ આફ્રિકા હવે 102 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે પાકિસ્તાન 98 પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાને ધકેલાઈ ગયું છે. અન્ય ટીમોની વાત કરીએ તો શ્રીલંકા (96) છઠ્ઠા, અફઘાનિસ્તાન (93) સાતમા, ઈંગ્લેન્ડ (89) આઠમા, બાંગ્લાદેશ (84) નવમા અને વેસ્ટ ઈન્ડિઝ (74) દસમા ક્રમે છે.

આ પણ વાંચો: VIDEO : IPLમાં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો?

વર્લ્ડ કપ 2027 માટે સીધું ક્વોલિફિકેશન

આ રેન્કિંગ માત્ર આંકડા નથી, પરંતુ 2027ના વર્લ્ડ કપ માટે પણ અત્યંત મહત્ત્વના છે. 31 માર્ચ 2027 સુધીમાં ટોપ-8 માં રહેનારી ટીમોને સીધી એન્ટ્રી મળશે. દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે યજમાન હોવાથી પહેલેથી જ ક્વોલિફાય થઈ ચૂક્યા છે. આ રેન્કિંગમાં આયર્લેન્ડે ઝિમ્બાબ્વેને પાછળ છોડીને 11મું સ્થાન મેળવ્યું છે, જ્યારે USA 13મા ક્રમે પહોંચી ગયું છે.

ODI રેન્કિંગ: ભારત નંબર-1 પર યથાવત્, પણ ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયાએ વધારી ચિંતા! 3 - image

ભારતીય ટીમ હવે આવતા મહિનાથી અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે ત્રણ મેચની વનડે શ્રેણી સાથે 2027 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરશે. નંબર-1નું સ્થાન ટકાવી રાખવા માટે ભારત માટે હવે દરેક મેચ મહત્વની બની રહેશે.