Get The App

VIDEO : IPLમાં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો?

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO : IPLમાં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો? 1 - image


Tim David Viral Video: આઈપીએલ 2026 માં રવિવારે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાયેલા હાઈ-વોલ્ટેજ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટે હરાવ્યું હતું. જોકે, આ રોમાંચક જીત બાદ RCB ના બેટ્સમેન ટિમ ડેવિડના એક કથિત વીડિયોએ જીતનો સ્વાદ ફિક્કો કરી દીધો છે.

શું છે સમગ્ર વિવાદ?

મેચ પૂરી થયા બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટિમ ડેવિડ RCB ના ડગઆઉટમાં જીતની ખુશી મનાવતા જોવા મળે છે. વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જશ્ન દરમિયાન ટિમ ડેવિડે બંને હાથની મિડલ ફિંગર બતાવીને અશ્લીલ ઈશારો કર્યો હતો. ટિમ ડેવિડ અગાઉ ત્રણ સીઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો હતો, તેથી તેની આ પ્રતિક્રિયાને ફેન્સ ભૂતપૂર્વ ટીમ પ્રત્યેના ગુસ્સા તરીકે જોઈ રહ્યા છે. જોકે, આ વીડિયોની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

મેચનો રોમાંચ

RCB ને જીતવા માટે 167 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટિમ ડેવિડ પોતે આ મેચમાં શૂન્ય રને (ગોલ્ડન ડક) આઉટ થયો હતો. પરંતુ અંતિમ ઓવરમાં ભુવનેશ્વર કુમારે સિક્સર ફટકારીને મેચ પલટી નાખી હતી અને છેલ્લી બોલ પર રસીક સલામ ડારે બે રન દોડીને ટીમને જીત અપાવી હતી. ક્રુણાલ પંડ્યાએ પણ 73 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

શું થઈ શકે કાર્યવાહી?

જો BCCI ના આચારસંહિતા (Code of Conduct) મુજબ આ વીડિયો સાચો સાબિત થાય, તો ટિમ ડેવિડ પર દંડ અથવા સસ્પેન્શન જેવી કાર્યવાહી થઈ શકે છે. હાલમાં RCB કે BCCI તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.