ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો દબદબો: ત્રણેય ફોર્મેટમાં 5 ખેલાડીઓ નંબર-1, જુઓ લિસ્ટ
ICC Mens Rankings: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. ત્યારે પાંચમી અને અંતિમ ટેસ્ટ પહેલા, ICC એ 30 જુલાઈના રોજ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે, જેમાં T20 રેન્કિંગ, ટેસ્ટ કરતા વધુ લોકપ્રિયતા મેળવી રહ્યું છે. જેમાં યુવા બેટર અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો છે. તે પહેલીવાર ICC T20 બેટ્સમેન રેન્કિંગમાં નંબર-1 પર પહોંચ્યો છે. તેણે ટ્રેવિસ હેડને હરાવીને આ સ્થાન મેળવ્યું છે. તેમજ શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા સહિત 5 ભારતીય ખેલાડીઓ ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20) ની વિવિધ કેટેગરીમાં નંબર 1 પર છે.
ICC મેન્સ ટીમ રેન્કિંગ
મેન્સ ટીમમાં ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા ટીમ ટોચ પર છે, તે 124 પોઈન્ટ સાથે નંબર 1 પર છે. ટીમ ઈન્ડિયા 105 પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગમાં ચોથા નંબર પર છે. તેમજ ટીમ ઈન્ડિયા ODI અને T20I માં ટોચ પર છે. ભારત ODI માં 124 પોઈન્ટ અને T20 માં 271 પોઈન્ટ સાથે વિશ્વની નંબર-1 ટીમ છે.
શુભમન ગિલ અને અભિષેક શર્મા નંબર-1 બેટર
જો રૂટ ICC મેન્સ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર છે, પરંતુ ભારતીય બેટ્સમેન અન્ય બંને ફોર્મેટમાં ટોચ પર છે. શુભમન ગિલ 784 રેટિંગ પોઈન્ટ સાથે ODIમાં પ્રથમ સ્થાન ધરાવે છે. તેમજ અભિષેક શર્માએ 30 જુલાઈના રોજ T20 રેન્કિંગમાં નંબર-1 બેટરનું સ્થાન મેળવ્યું છે. તેણે 1 વર્ષ સુધી આ સ્થાન પર રહેલા ટ્રેવિસ હેડને પાછળ છોડી દીધો છે.
જસપ્રીત બુમરાહ નંબર-1 ટેસ્ટ બોલર
ICC મેન્સની ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ વિશ્વનો નંબર-1 બોલર છે. તેના 898 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે ODI બોલિંગ રેન્કિંગમાં 671 પોઈન્ટ સાથે શ્રીલંકાનો મહિષ તિક્ષણા પ્રથમ સ્થાને છે. ભારતીય બોલર કુલદીપ યાદવ 650 પોઈન્ટ સાથે આ યાદીમાં બીજા નંબર પર છે. T20 બોલિંગ રેન્કિંગમાં 717 પોઈન્ટ સાથે ન્યુઝીલેન્ડના જેકબ ડફી નંબર-1 પર છે. આ યાદીમાં વરુણ ચક્રવર્તી ત્રીજા નંબર પર છે.
રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા નંબર-1 ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજા ICC મેન્સ ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર-1 બોલર છે. અફઘાનિસ્તાનના આઝમતુલ્લાહ ઓમરઝાઈ ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર-1 છે. તેમજ T20 માં વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છે.
આ પણ વાંચો: IND vs ENG | ઓવલના પિચ ક્યૂરેટરે ફરી ગૌતમ ગંભીર સાથે 'પંગો' કર્યો, જુઓ VIDEO
ICC રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટમાં આ 5 ખેલાડીઓ નંબર-1
શુભમન ગિલ - ODI નંબર-1 બેટર
અભિષેક શર્મા - T20 નંબર-1 બેટર
જસપ્રીત બુમરાહ - ટેસ્ટ નંબર-1 બોલર
રવિન્દ્ર જાડેજા - ટેસ્ટ નંબર-1 ઓલરાઉન્ડર
હાર્દિક પંડ્યા - T20 નંબર-1 ઓલરાઉન્ડર.