Sports

ICCની બાંગ્લાદેશને લાસ્ટ વોર્નિંગ! ભારતમાં રમવા તૈયાર નહીં થાય તો આ ટીમને લાગશે 'લોટરી'

By GS TEAM
19 Jan 20262 mins read
TukuTouch Logo
વર્ષ 2026માં રમાનારા T20 વર્લ્ડ કપ પહેલા ક્રિકેટ જગતમાં મોટો વિવાદ સર્જાયો છે. ભારત પ્રવાસ પર આવવાની સતત ના પાડી રહેલા બાંગ્લાદેશને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે(ICC) ઝટકો આપ્યો છે. જો બાંગ્લાદેશ ભારત આવવા તૈયાર નહીં થાય, તો તેમને વર્લ્ડ કપમાંથી બહાર કરી તેમની જગ્યાએ યુરોપની ટીમ સ્કોટલૅન્ડને તક આપવામાં આવી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ICCની બાંગ્લાદેશને લાસ્ટ વોર્નિંગ! ભારતમાં રમવા તૈયાર નહીં થાય તો આ ટીમને લાગશે 'લોટરી'

ICC gives Last Warning to Bangladesh: વર્ષ 2026માં રમાનારા T20 વર્લ્ડ કપ પહેલા ક્રિકેટ જગતમાં મોટો વિવાદ સર્જાયો છે. ભારત પ્રવાસ પર આવવાની સતત ના પાડી રહેલા બાંગ્લાદેશને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે(ICC) ઝટકો આપ્યો છે. જો બાંગ્લાદેશ ભારત આવવા તૈયાર નહીં થાય, તો તેમને વર્લ્ડ કપમાંથી બહાર કરી તેમની જગ્યાએ યુરોપની ટીમ સ્કોટલૅન્ડને તક આપવામાં આવી શકે છે.

21 જાન્યુઆરી સુધીની છેલ્લી તક

મીડિયા અહેવાલ મુજબ, ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB)ને 21 જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમય મર્યાદામાં BCB ભારત પ્રવાસ માટે સંમતિ નહીં આપે, તો સ્કોટલૅન્ડને તેમની જગ્યાએ સામેલ કરવામાં આવશે, કારણ કે સ્કોટલૅન્ડની હાલની T20I રેન્કિંગ બાંગ્લાદેશ કરતાં સારી છે.

સુરક્ષાના બહાને મેચ શિફ્ટ કરવાની જીદ

બાંગ્લાદેશ સુરક્ષાના કારણોસર ભારતની મુલાકાત લેવા તૈયાર નથી. ઢાકામાં ICC અને BCB વચ્ચે મળેલી બેઠકમાં બાંગ્લાદેશે પોતાની મેચો ભારતથી ખસેડીને કો-હોસ્ટ શ્રીલંકા લઈ જવાની માંગ કરી હતી. બાંગ્લાદેશનું કહેવું છે કે એક સ્વતંત્ર એજન્સીએ ભારતમાં સુરક્ષાનો ખતરો 'મધ્યમથી ઉચ્ચ' ગણાવ્યો છે. જોકે, ICCએ સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકાર અને એજન્સીઓ મુજબ બાંગ્લાદેશી ટીમ માટે કોઈ ખાસ ખતરો નથી.

IPL અને મુસ્તફિઝુર રહેમાનનો મુદ્દો

BCBની ચિંતા ત્યારે વધી જ્યારે BCCIએ આઇપીએલ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ(KKR)ને બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવા સૂચના આપી. ગત વર્ષે તેને 9.2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. જોકે આ માટે કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી, પરંતુ ભારતમાં વધી રહેલી બાંગ્લાદેશ વિરોધી ભાવનાઓને તેનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: સ્ટાર ખેલાડીઓ વગરની ન્યૂઝીલૅન્ડ સામે 'સિનિયર' ગણાતી ટીમ ઈન્ડિયાને ઓવર કોન્ફિડેન્સ નડ્યો?

વિવાદના મુખ્ય મુદ્દાઓ

- ગ્રૂપ બદલવાની માંગ ફગાવી: બાંગ્લાદેશે આયર્લૅન્ડ સાથે ગ્રૂપ બદલવા પણ સૂચન કર્યું હતું (કારણ કે આયર્લૅન્ડની મેચો શ્રીલંકામા છે), જેને ICCએ ફગાવી દીધું છે.

- ખેલાડીઓની હડતાળ: BCBના એક અધિકારીએ એવું નિવેદન આપ્યું હતું કે જો ટીમ વર્લ્ડ કપ નહીં રમે તો બોર્ડને કોઈ નુકસાન નહીં થાય અને ખેલાડીઓને પણ વળતર નહીં મળે. આ નિવેદન બાદ ખેલાડીઓએ હડતાળ પાડી હતી, જે બાદમાં માંડ માંડ થાળે પડી હતી.

- શેડ્યૂલ: બાંગ્લાદેશને તેની ત્રણ ગ્રૂપ સ્ટેજ મેચ કોલકાતામાં અને ચોથી મેચ મુંબઈમાં રમવાની છે, જેની શરુઆત 7 ફેબ્રુઆરીથી થશે.

આગળ શું થશે?

હવે સમગ્ર ક્રિકેટ જગતની નજર 21 જાન્યુઆરી પર છે. જો બાંગ્લાદેશ નમે છે તો જ તે વર્લ્ડ કપ રમી શકશે, અન્યથા સ્કોટલૅન્ડ માટે વર્લ્ડ કપના દ્વાર ખૂલી જશે. ભૂતપૂર્વ ક્રિકેટરોએ પણ BCBને સલાહ આપી છે કે આ મામલે જીદ કરવાને બદલે રાજદ્વારી રીતે ઉકેલ લાવવો જોઈએ.