ના કોહલી, ના પંડ્યા... ICCની બેસ્ટ વન-ડે ટીમના કૅપ્ટનનું નામ જાણી દંગ રહી જશો

ભારતના માત્ર આ બે જ ખેલાડી ટીમમાં સામેલ

Updated: Jan 24th, 2023

IMAGE:TwitterICCએ જાહેર કરી વનડે ટીમ ધ યર:
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ વર્ષ 2022ની વનડે ટીમનું સિલેકશન કરી દીધું છે અને આ લીસ્ટમાં ભારતના સ્ટાર  ક્રિકેટરો કોહલી, પંડ્યા કે રોહિતનું નામ સામેલ નથી.   

શર્મા, કોહલી ટીમની બહાર, સુકાની પાકિસ્તાની ક્રિકેટર આઝમના હાથમાં :
ICCએ વર્ષ 2022 માટે વનડે ટીમ ઓફ ધ યરનું સિલેકશન કરી દીધું છે અને ICCની આ 11ની ટીમમાં ભારતના સ્ટાર ક્રિકેટર્સ- કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો સમાવેશ કરવામાં આવ્યો નથી, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ ટીમની સુકાની  પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમના હાથમાં સોંપી છે. ICC ની આ ટીમમાં માત્ર બે ભારતના ક્રિકેટરોને જગ્યા મળી છે, આ પ્લેયર એટલે મિડલ ઓર્ડર બોલર શ્રેયસ અય્યર અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝ છે.  આ ટીમમાં વિકેટ કીપર તરીકે ન્યુઝીલેન્ડના ટોમ લાથમને લેવામાં આવ્યો છે, જે ભારતીય સીરીઝમાં સુકાની કરી રહ્યા છે. 

તો આ છે 2022ની ICC વન ડે ટીમ ઓફ ધ યર: 

1. બાબર આઝમ (કેપ્ટન), પાકિસ્તાન 
2. ટ્રેવિસ હેડ, ઓસ્ટ્રેલિયા
3. શાઈ હોપ, વેસ્ટઇન્ડીઝ
4. શ્રેયસ અય્યર, ભારત
5. ટોમ લાથમ (વિકેટ કીપર), ન્યુઝીલેન્ડ
6. સિકંદર રઝા, ઝીમ્બાબ્વે
7. મેહદી હસન મિરાજ, બાંગ્લાદેશ
8. અલ્ઝારી જોસેફ, વેસ્ટઇન્ડીઝ
9. મોહમ્મદ સીરાઝ, ભારત
10. ટ્રેન્ટ બોલ્ટ, ન્યુઝીલેન્ડ 
11. એડમ જામ્પા, ઓસ્ટ્રેલિયા 

શ્રેયસ અય્યર માટે 22નું વર્ષ રહ્યું શાનદાર:
શ્રેયસ અય્યર માટે 2022નું વર્ષ ઘણું મહત્ત્વનું રહ્યું હતું. ઇન્ડીયન ટીમ માટે વનડે મેચમાં તેમણે સૌથી વધારે રન બનાવ્યા હતા. કુલ 17 મેચોમાં 724 રન બનાવ્યા હતા, પણ 2023ની શરૂઆત તેમના માટે ખાસ રહી નથી.શ્રેયસે શ્રીલંકાની સામેની વનડે સીરીઝમાં 3 મેચમાં કુલ 28,28 અને 38 રન બનાવીને ખુબ નબળું પ્રદર્શન કર્યું છે જયારે 22માં તેણે 2 ટેસ્ટ મેચમાં 50 રન સ્કોર કર્યા હતા. શ્રેયસ પીઠની બીમારીને લીધે હાલ રમાઈ રહેલી ન્યુઝીલેન્ડ સામેની  વનડે સીરીઝમાંથી બહાર છે. 

ભારતના ફાસ્ટ બોલર  મોહમ્મદ સિરાઝે 15 મેચમાં 24 વિકેટ ઝડપી હતી. તેણે 4.62ના ઈકોનોમી રેટ અને 23.50ની એવરેજમાં આટલી વિકેટ લીધી હતી. 3/29 તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ ગણાય છે.   


           Sports

    RECENT NEWS