Get The App

ભારતમાં યોજાનારા ‘World Cup-2025’ની તારીખ-સ્થળ જાહેર, પાકિસ્તાન ટીમ અંગે પણ લેવાયો નિર્ણય

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
ભારતમાં યોજાનારા ‘World Cup-2025’ની તારીખ-સ્થળ જાહેર, પાકિસ્તાન ટીમ અંગે પણ લેવાયો નિર્ણય 1 - image


Women Cricket World Cup 2025 : ભારતે 12 વર્ષ બાદ મહિલા વર્લ્ડ કપ-2025ની મેજબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ભારતની મેજબાની હેઠળ રમાનારા મહિલા વર્લ્ડ કપ-2025 માટેના સ્થળો અને તારીખો જાહેર કરી દીધી છે. ICCની સત્તાવાર જાહેરાત મુજબ આ વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરથી બે નવેમ્બર સુધી બેંગલુરુ, ગુવાહાટી, ઈન્દોર, વિશાખાપટ્ટનમ અને કોલંબોમાં યોજાશે. ભારતની મેજબાની હેઠળ વર્ષ 2016માં મહિલા ટી20 વર્લ્ડ કપ યોજાયો હતો.

વર્લ્ડ કપમાં કુલ આઠ ટીમો ભાગ લેશે

વર્લ્ડ કપ-2025માં કુલ આઠ ટીમો ભાગ લેશે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામેલ છે. મહિલા વર્લ્ડ કપના ઈતિહાસની વાત કરીએ તો સૌથી વધુ ઓસ્ટ્રેલિયા સાત વખત ચેમ્પિયન બની છે. વર્ષ 2022માં ન્યુઝીલેન્ડમાં મહિલા વર્લ્ડ કપ યોજાયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવી ચેમ્પિયન બની હતી.

આ પણ વાંચો : દેશમાં કોરોનાની કુલ પાંચ વેક્સીન, સૌથી કારગત નેઝલ વેક્સિન, જાણો તેની કિંમત

પાકિસ્તાન આ સ્થળો પર મેચ રમશે

ભારતની મેચો બેંગલુરુ, ગુવાહાટી, ઈન્દોર અને વિશાખાપટ્ટનમના સ્ટેડિયમમાં રમાશે. જ્યારે પાકિસ્તાને ભારતમાં મેચ રમવાની ના પાડી વાંધો ઉઠાવ્યો છે, જેના કારણે પાકિસ્તાન ટીમ પોતાની વર્લ્ડ કપ મેચો કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમશે. ભારત તેની પ્રથમ મેચ બેંગલુરુમાં 30 સપ્ટેમ્બરે રમશે. આ ટુર્નામેન્ટ રાઉન્ડ-રોબિન આધાર પર રમાશે, જેમાં કુલ 28 લીગ સ્ટેજ મુકાબલા રમાશે. ત્યારબાદ બે સેમિફાઈનલ અને એક ફાઈનલ રમાશે.

બે નવેમ્બરે રમાશે ફાઈનલ મેચ

જો પાકિસ્તાનની ટીમ સેમિફાઈનલ અથવા ફાઈનલમાં પહોંચી જશે તો પછી કોલંબોમાં મેચ રમાશે. આ જ કારણે 29 ઓક્ટોબરે યોજાનારી પ્રથમ સેમિફાઈનલ ગુવાહાટી અથવા કોલંબોમાં રમાશે, બીજી સેમિફાઈનલ 30 ઓક્ટોબરે બેંગલુરુમાં રમાડાશે. જ્યારે ફાઈનલ મેચ રવિવારે બે નવેમ્બરે બેંગલુરુ અથવા કોલંબોમાં રમાશે.

આ પણ વાંચો : 4000 ફૂટની ઊંચાઈ પર ઈન્ડિગોની ફ્લાઇટ સાથે ગીધ ટકરાયું

Tags :