Get The App

VIDEO: ICC બદલશે નિયમ, હવે આવો કેચ માન્ય નહીં ગણાય

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
Boundary Catch Rules


Boundary Catch Rules: ક્રિકેટમાં બાઉન્ડ્રી કેચ હંમેશા ગેમમાં રોમાંચ લાવે છે. બાઉન્ડ્રી કેચ મેચની દિશા જ બદલી છે, આ બાઉન્ડ્રી કેચ જીતને હારમાં તો ક્યારેક હારને જીતમાં પણ બદલી શકે છે. એમાં પણ કેટલાક બાઉન્ડ્રી કેચ એટલા યાદગાર બની ગયા છે કે તેમને ભૂલવા અશક્ય છે. જેમકે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં સૂર્યકુમાર યાદવના કેચને કોઈ કેવી રીતે ભૂલી શકે! પરંતુ હવે બાઉન્ડ્રી પર લેવાયેલા કેચના નિયમો બદલાવા જઈ રહ્યા છે. 

બાઉન્ડ્રી પર હવે આ પ્રકારનો કેચ રદ ગણાશે

MCC (મેરીલેબોન ક્રિકેટ ક્લબ)એ બાઉન્ડ્રી કેચ સંબંધિત તેના નિયમોમાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જે હેઠળ હવે ફિલ્ડર બાઉન્ડ્રી લાઇન પર એક કરતા વધુ વખત હવામાં બોલ ઉછાળશે અને ત્યારબાદ કેચ કરવામાં આવશે તો કેચ રદ ગણાશે. ICC આ મહિનાના અંત સુધીમાં આ નવો નિયમ લાગુ કરશે. તેમજ MCC ઑક્ટોબર 2026માં આ નિયમ લાગુ કરશે. 

બાઉન્ડ્રીની બહાર જઈને બોલ ઉછળ્યો તો 2 શરતો રહેશે

પ્રથમ શરતમાં બાઉન્ડ્રી પર ઉભેલા ખેલાડીઓ એક સમયે બાઉન્ડ્રીની અંદર રહીને બોલ કેચ કરે છે, ફરી તેને હવામાં ઉછાળે છે અને ત્યારબાદ બાઉન્ડ્રીની બહાર જઈને બોલ કેચ કરતા હોય છે. હવે આ પ્રકારે બોલ ઉછાળીને કેચ કરવામાં આવશે તો તે માન્ય ગણાશે નહીં. તેમજ આ પ્રકારના કેચ પર બેટરને રન મળી જશે.    

તેમજ બીજી શરતની વાત કરીએ તો જો કોઈ ખેલાડી બાઉન્ડ્રીની બહાર જઈને હવામાં કૂદીને બોલને બાઉન્ડ્રીની અંદર ફેંકે છે અને પછી બીજો ખેલાડી આ બોલને કેચ કરે છે, તો કેચ ત્યારે જ માન્ય રહેશે જ્યારે બોલ ફેંકનાર ખેલાડી બાઉન્ડ્રીની અંદર હોય. 

બાઉન્ડ્રી કેચના નિયમમાં ફેરફાર શા માટે?

BBL 2023 માં બ્રિસ્બેન હીટ અને સિડની સિક્સર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન, સિડની સિક્સર્સના બેટર જોર્ડન સિલ્કે લોંગ ઓફ પર એક જબરદસ્ત શોટ રમ્યો. બ્રિસ્બેન હીટના ખેલાડી માઈકલ નેસરે બાઉન્ડ્રી પર બોલ કેચ કર્યો પરંતુ કેચ દરમિયાન તે પોતાનું બેલેન્સ ન જાળવી શક્યો, ત્યારબાદ તેણે બોલને બાઉન્ડ્રીની બહાર હવામાં ઉછાળ્યો, પછી બાઉન્ડ્રીની બહાર ગયો અને બોલને કેચ કરીને ફરીથી હવામાં ઉછાળીને બાઉન્ડ્રીની અંદર આવીને કેચ પકડ્યો. અમ્પાયરે સિલ્કને આઉટ જાહેર કર્યો, પરંતુ સિલ્ક આનાથી ખુશ ન હતો. આ કેચ અંગે ઘણો વિવાદ થયો.

આ પણ વાંચો: 'હવે ક્યારેય એર ઈન્ડિયામાં સફર નહીં કરું..' અમદાવાદ પ્લેન ક્રેશ બાદ દિગ્ગજ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી

મેથ્યુ વેડના કેચ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો

તે જ રીતે, વર્ષ 2020 માં BBL ની બીજી મેચમાં પણ આવી જ ઘટના બની હતી. તે મેચ હોબાર્ટ હરિકેન્સ અને બ્રિસ્બેન હીટ વચ્ચે રમાઈ હતી. જેમાં પહેલી ઇનિંગમાં, હોબાર્ટ હરિકેન્સના કેપ્ટન મેથ્યુ વેડે 15મી ઓવરના ચોથા બોલ પર બાઉન્ડ્રી પર શોટ રમ્યો. બાઉન્ડ્રી પર ઉભેલા બ્રિસ્બેન હીટના મેટ રેનશોએ હવામાં કૂદીને બોલને અંદર ફેંક્યો, જેને તેના સાથી ટોમ બેન્ટને કેચ આપ્યો. થર્ડ અમ્પાયરે વેડને આઉટ જાહેર કર્યો. જોકે, મેટ રેનશો બાઉન્ડ્રીની બહાર પડી ગયો હતો. આ કેચ પર પણ પ્રશ્નો ઉભા થયા હતા.

VIDEO: ICC બદલશે નિયમ, હવે આવો કેચ માન્ય નહીં ગણાય 2 - image

Tags :