Get The App

'હવે ક્યારેય એર ઈન્ડિયામાં સફર નહીં કરું..' અમદાવાદ પ્લેન ક્રેશ બાદ દિગ્ગજ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી

Updated: Jun 14th, 2025

GS TEAM

Google News
Google News
David Warner Criticized Air India

David Warner Criticized Air India: ગુરુવારે અમદાવાદથી લંડન જતી વખતે એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર પ્લેન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાઈને ક્રેશ થયું હતું. પ્લેનમાં 242 લોકો સવાર હતા. તેમાંથી ફક્ત એક જ મુસાફર બચી શક્યો હતો. આ દુર્ઘટના હ્રદય કંપાવનારી હતી. જોકે અકસ્માતના કારણોની હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી. આ દરમિયાન ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં એર ઇન્ડિયાનો ભૂતપૂર્વ કર્મચારી દાવો કરે છે કે આ પ્લેનમાં ઘણા વર્ષોથી સમસ્યાઓ હતી પરંતુ તેને અવગણવામાં આવી હતી.

હું ક્યારેય એર ઇન્ડિયામાં મુસાફરી કરીશ નહીં: ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નર લાંબા સમયથી IPLનો ભાગ છે અને ઓસ્ટ્રેલિયા તરફથી રમતી વખતે તે ઘણી વખત ભારતનો પ્રવાસ પણ કરી ચૂક્યો છે અને આ સમય દરમિયાન તેણે ભારતમાં પોતાના પરિવાર સાથે ઘણો સમય પણ વિતાવ્યો છે. જોકે, ડેવિડ વોર્નર એર ઇન્ડિયાના ભૂતપૂર્વ કર્મચારીના દાવાઓથી ખૂબ જ હચમચી ગયો છે અને તેણે કહ્યું છે કે, 'હું ક્યારેય એર ઇન્ડિયામાં મુસાફરી નહીં કરું.'

આ સાથે જ ડેવિડ વોર્નરે પોતાના સોશિયલ મીડિયામાં સ્ટોરી પોસ્ટ કરીને લખ્યું, 'જો કર્મચારીની આ વાત સાચી હોય, તો તે ખૂબ જ આઘાતજનક છે. બધા પરિવારો પ્રત્યે સંવેદના. હવે હું ફરી ક્યારેય એર ઇન્ડિયામાં મુસાફરી નહીં કરું.'

'હવે ક્યારેય એર ઈન્ડિયામાં સફર નહીં કરું..' અમદાવાદ પ્લેન ક્રેશ બાદ દિગ્ગજ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી 2 - image

આ પણ વાંચો: શૂટિંગ વર્લ્ડકપમાં ભારતની સુરુચિ સિંઘે રચ્યો ઇતિહાસ, સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો

વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાંથી એક નાગરિક સિવાય બધાના મોત થયા હતા. આ સિવાય મેસ તથા હોસ્ટેલમાં હાજર અનેક લોકો આ દુર્ઘટનાની લપેટમાં આવી ગયાની માહિતી છે. 

'હવે ક્યારેય એર ઈન્ડિયામાં સફર નહીં કરું..' અમદાવાદ પ્લેન ક્રેશ બાદ દિગ્ગજ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી 3 - image