Sports

ICC અને JioStarના ડીલ યથાવત્, T20 વર્લ્ડ કપ 2026 પહેલા થઈ મોટી જાહેરાત

By GS TEAM
12 Dec 20252 mins read
TukuTouch Logo
ICC T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવામાં બે મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આ પહેલાં ટુર્નામેન્ટના સૌથી મોટા બ્રોડકાસ્ટર, JioStar અને ICC વચ્ચેના ભંગાણના સમાચારે ખળભળાટ મચાવી દીધો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતમાં ટુર્નામેન્ટનું પ્રસારણ કરનાર JioStar, ICC સાથેના તેના પ્રસારણની ડીલ માંથી ખસી જવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, આ તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગ્યું છે. ICC અને JioStarના સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે, તેમના સંબંધો અકબંધ રહેશે અને બ્રોડકાસ્ટર તેની ડીલ પૂર્ણ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ICC અને JioStarના ડીલ યથાવત્, T20 વર્લ્ડ કપ 2026 પહેલા થઈ મોટી જાહેરાત

ICC And JioHotstar Deal : ICC T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવામાં બે મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આ પહેલાં ટુર્નામેન્ટના સૌથી મોટા બ્રોડકાસ્ટર, JioStar અને ICC વચ્ચેના ભંગાણના સમાચારે ખળભળાટ મચાવી દીધો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતમાં ટુર્નામેન્ટનું પ્રસારણ કરનાર JioStar, ICC સાથેના તેના પ્રસારણની ડીલ માંથી ખસી જવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, આ તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગ્યું છે. ICC અને JioStarના સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે, તેમના સંબંધો અકબંધ રહેશે અને બ્રોડકાસ્ટર તેની ડીલ પૂર્ણ કરશે.

4 વર્ષની ડીલ

મીડિયા રિપોર્ટ પ્રમાણે, ભારે નાણાકીય નુકસાનને પગલે JioStar કંપનીએ સમય પહેલા જ કરાર માંથી છૂટા થવાનો નિર્ણય લીધો હતો. JioStarએ 2024-2027 ચક્ર માટે ભારતમાં ICC ઇવેન્ટ્સના પ્રસારણ અધિકારો લગભગ રૂ.27,000 કરોડમાં હસ્તગત કર્યા હતા.

ICC અને JioStarના ડીલ યથાવત્

જ્યારે ICC અને JioStarના ડીલની અટકળો વચ્ચે શુક્રવારે (12 ડિસેમ્બર) ICC અને JioStarએ આ મામલે નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે, 'JioStar તેના કરારની જવાબદારીઓને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. બંને સંગઠનો ભારતીય ચાહકોને આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ સહિત ICC ઇવેન્ટ્સનું અવિરત અને વિશ્વ કક્ષાનું કવરેજ  પર ધ્યાન આપી રહ્યા છે.'

આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડે વેસ્ટઈન્ડીઝને હરાવતા ટીમ ઈન્ડિયાને થયું નુકસાન, હવે ઈંગ્લેન્ડે ટેન્શન વધાર્યું

બંનેએ નિવેદનમાં વધુ માહિતી આપતા જણાવ્યું કે, JioStar કરારમાંથી બહાર હોવાના તમામ દાવા ખોટા છે અને તે ભારતીય પ્રસારણકર્તા રહેશે. ICC અને JioStarએ ભારતમાં ICCના મીડિયા અધિકાર ડીલની સ્થિતિ અંગે તાજેતરના મીડિયા અહેવાલો જોયા છે. જેમાં બંને સંગઠનોના વલણ આ અહેવાલો સાથે સુસંગત નથી. ICC અને JioStar વચ્ચેનો હાલનો કરાર સંપૂર્ણ રીતે અમલમાં છે અને JioStar ભારતમાં ICCનો સત્તાવાર મીડિયા પાર્ટનર છે.'