'મેં વિરાટ કોહલીને બાથરૂમમાં રડતાં જોયો', 2019ની મેચ અંગે યુઝવેન્દ્ર ચહલનો ખુલાસો
Yuzvendra Chahal On Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હાલમાં ભારતીય ટીમથી બહાર છે. IPL 2025માં પંજાબ કિંગ્સ તરફથી રમતો જોવા મળ્યો હતો. તેણે આ વર્ષે પણ IPLમાં કોઈ કમાલ દેખાડી નહોતી. હાલમાં જ તેણે એક યૂટ્યુબ પૉડકાસ્ટમાં ક્રિકેટર વિરાટ કોહલીને લઈને મોટો ખુલાસો કર્યો હતો.
વિરાટ કોહલીને લઈ ચહલે કર્યો મોટો ખુલાસો
યુઝવેન્દ્ર ચહલે જણાવ્યું કે વર્ષ 2019 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની હાર બાદ તેણે વિરાટ કોહલીને બાથરૂમમાં રડતા જોયો હતો. આ મેચ માન્ચેસ્ટરમાં રમાઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયા 240 રનનો લક્ષ્ય હાસલ કરી ન શકી અને 18 રનથી હારનો સામનો કરવો પડ્યો. ચહલ પણ આ મેચમાં ભારતની પ્લેઈંગ 11માં સામેલ હતો.
આ પણ વાંચો : IND vs ENG: પહેલી ઇનિંગમાં 224 રનમાં જ ભારતીય ટીમ ઓલઆઉટ, કરૂણ નાયરની ફિફ્ટી
ચહલને આ વાતનો છે અફસોસ
આ ઘટનાની વાત કરતા ચહલે કહ્યું કે, 'વર્ષ 2019ના વર્લ્ડકપમાં વિરાટ કોહલીને મેં બાથરૂમમાં રડતો જોયો, હું છેલ્લો બેટર હતો, મારી વિકેટ પછી હું ડ્રેસિંગ રૂમમાં પાછો આવ્યો, ત્યારે મેં વિરાટની આખોમાં આસું જોયા, તે દિવસે બધા જ ખેલાડીઓ ઉદાસ હતા. હું પોતે પણ ખુશ નહોતો. માહી ભાઈની છેલ્લી મેચ હતી, મને આજે પણ અફસોસ છે કે હું હજી સારી બોલિંગ કરી શકતો હતો. મેં 10 ઓવરમાં 63 રન આપ્યા, જો મેં વધુ સારી બોલિંગ કરી 10-15 રન ઓછા આપ્યા હોત તો ટીમનો ફાયદો થાત. જો હું થોડો શાંત રહ્યો તો સારી બોલિંગ કરી શક્યો હોત.'
કોહલી-રોહિતની કેપ્ટનશિપ પર મૌન તોડ્યું
ચહલે કેપ્ટનશિપના મામલે રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચેની સમાનતા વિશે પણ જણાવ્યું. તેણે કહ્યું કે, 'રોહિત ભાઈ મેદાન પર સંતુલિત રહેતા, જ્યારે વિરાટ ભાઈ હંમેશા નવી ઉર્જામા જોવા મળતો. તે બંનેની સાથે રમવું હંમેશા પ્રેરણાદાયક રહ્યું છે', હાલમાં યુઝવેન્દ્ર ચહલ ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે, જ્યારે ભારતીય ટેસ્ટ ટીમ પણ ત્યાં જ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝ રમી રહી છે.