IND vs ENG: ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ 247 પર સમેટાઈ, મળી 23 રનની લીડ, સિરાજ-કૃષ્ણાએ ઝડપી 4-4 વિકેટ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની પાંચમી અને અંતિમ મેચ લંડનના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે (1 ઓગસ્ટ) આ મેચનો બીજો દિવસ છે. પહેલી ઈનિંગમાં ભારતીય ટીમ 224 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડની પહેલી ઈનિંગ 247 રન પર સમેટાઈ. ઇંગ્લેન્ડને પહેલી ઈનિંગના આધાર પર 23 રનની લીડ મળી. આ મુકાબલો 'કરો યા મરો' જેવો છે. શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ પાંચ મેચોની સીરિઝમાં ત્યારે જ બરાબરી કરી શકશે, જ્યારે આ મેચ જીતશે. આ મેચ ડ્રો રહેશે અથવા તો યજમાન ઇંગ્લેડને જીત મેળવી તો ટીમ ઈન્ડિયા સીરિઝ ગુમાવી દેશે.
કરૂણ નાયરની અર્ધસદી
ઓવલ ટેસ્ટ મેચમાં ટોસ હાર્યા બાદ પહેલી ઈનિંગ ભારતીય ખેલાડી માટે અત્યંત કપરી રહી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ બે રનમાં આઉટ થયો હતો. જો કે, કરૂણ નાયરે બાજી સંભાળી હતી. તેણે 109 બોલમાં 57 રન ફટકારી ટીમ ઈન્ડિયાને 200નો આંકડો ક્રોસ કરાવવામાં મદદ કરી હતી. ટીમ ઈન્ડિયા 69.4 ઓવરમાં 224 રન બનાવી ઓલ આઉટ થઈ હતી.
ગસ એટકિન્સને પાંચ વિકેટ ઝડપી
પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડના ગસ એટકિન્સે ઉમદા બોલિંગ કરી બેટરને રન માટે હંફાવ્યા હતા. તેણે 21.4 ઓવરમાં પાંચ વિકેટ ઝડપી હતી. યશસ્વી જયસ્વાલની પહેલી વિકેટ પણ ગસ એટકિન્સે લીધી હતી. આ સિવાય જોસ ટંગે ત્રણ વિકેટ અને ક્રિસ વોક્સે એક વિકેટ ઝડપી હતી. જ્યારે શુભમન ગિલ 35 બોલમાં 21 રન બનાવી રનઆઉટ થયો હતો.
ઈંગ્લેન્ડે ત્રણ ઓવરમાં 18 રન બનાવ્યા
ટીમ ઈન્ડિયા ઓલ આઉટ થયા બાદ ઈંગ્લેન્ડની ટીમ બેટિંગ કરવા પીચ પર ઉતરી છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં ત્રણ ઓવરમાં ઈંગ્લેન્ડે 18 રન બનાવ્યા છે. જેમાં બેન ડકેટે પાંચ અને ઝેક ક્રાઉલીએ 12 રનની ભાગીદારી નોંધાવી છે.
ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગનો સ્કોર